પાલક, સોજી, ઘઉંના લોટથી હેલ્ધી ઢોસા અને ચટણી બનાવવાની રીત

પાલક, સોજી, ઘઉંના લોટથી હેલ્ધી ઢોસા અને ચટણી બનાવવાની રીત - Palak soji ane ghau na lot na dhosa banavani rit
Image credit – Youtube/Shyamlis Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાલક અને સોજી, ઘઉંના લોટ માંથી ઢોસા વીથ ચટણી બનાવવાની રીત શીખીશું, do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ ઢોસા હેલ્થી ની સાથે ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે અને જે બાળકો પાલક નથી ખાતા એ પણ ખાવા લાગશે તો ચાલો જાણીએ Palak soji ane ghau na lot na dhosa banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાલક, સોજી, ઘઉંના લોટથી હેલ્ધી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ ½ કપ
  • પાલક 250 ગ્રામ
  • સોજી ½ કપ
  • અજમો ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલા મરચા 1-2
  • ઝીણું સમારેલું આદુ ½ ચમચી
  • લસણ ની કણી 4-5
  • સફેદ તલ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નાનો ટુકડો 1
  • લસણ ની કણી 3-4
  • જીરું ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • દહી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 કપ

પાલક, સોજી, ઘઉંના લોટથી હેલ્ધી ઢોસા અને ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ પાલક ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ એક વાસણમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે એમાં પાલક નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે  મિનિટ પાલક ને એમાં રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો

ત્યાર બાદ ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, લીંબુનો રસ,  આદુ નો ટુકડો, લીલા મરચા નાખી ને પીસી ને પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો હવે એક મોટા વાસણમાં સાફ કરેલ સોજી અને ચાળી ને ઘઉં નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, અજમો, જીરું અને સફેદ તલ નાખી એમાં એક કપ પાણી થોડુ થોડુ નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

Advertisement

દસ મિનિટ પછી એ મિશ્રણ માં પીસેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અને બીજો એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને એક બાજુ મૂકો પાંચ સાત મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ને ગ્રીસ કરી ગરમ થાય એટલે મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ તવી પર એક બે કડછી થી એક સરખું ફેલાવી ને નાખો ને મીડીયમ તાપે ઢોસા ને શેકી લ્યો ને ઢોસો ચડી જાય એટલે ઉતારી લો અને બીજા ઢોસા પણ આમજ એક એક કરી તૈયાર કરો ને ચટણી સાથે સર્વ કરો પાલક અને સોજી, ઘઉંના લોટ માંથી ઢોસા

ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાફ કરેલ લીલા ધાણા, લીલા મરચા, લસણ ની કણી, આદુ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ચમચી પાણી નાખી બરોબર પીસી લ્યો હવે એક મોટા વાટકામાં દહી લ્યો એમાં પીસેલી ચટણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી જેને સર્વ કરો પાલક અને સોજી, ઘઉંના લોટ માંથી ઢોસા વીથ ચટણી

Palak soji ane ghau na lot na dhosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ચીઝી મસાલા પાવ બનાવવાની રીત | cheese masala pav banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement