બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત | Bacheli rotli no halvo banavani rit

બચેલી રોટલી નો હલાવો - બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત - Bacheli rotli no halvo banavani rit - Bacheli rotli no halvo recipe in gujarati
Image credit – Youtube/Triveni's Paakshala
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત – Bacheli rotli no halvo banavani rit શીખીશું. આપણા બધા ના ઘરે અવાર નવાર રોટલી બચી જાય છે, do subscribe Triveni’s Paakshala YouTube channel on YouTube If you like the recipe , ત્યારે આપણે એમાંથી અલગ અલગ પ્રકારના તીખા મીઠા નાસ્તા બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે એક હલવો આ બચેલી રોટલી માંથી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ Bacheli rotli no halvo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બચેલી રોટલી નો હલાવો બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલી રોટલી 3 કપ
  • ઘી 5-7 ચમચી
  • ગોળ 1 કપ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બદામ ના કટકા 3-4 ચમચી
  • કીસમીસ 2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પાણી 3 કપ

બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત | Bacheli rotli no halvo recipe in gujarati

બચેલી રોટલી નો હલાવો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં રોટલી ના કટકા કરી લ્યો  ને પ્લસ મોડ માં ચાલુ બંધ કરી ને દરદરો પીસી લ્યો. હવે પીસેલી રોટલી ના પાઉડર ને એક કપ વડે માપી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ બદામ અને કીસમીસ ને શેકી ને અલગ કાઢી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી રોટલી નાખી ને મિક્સ કરી ને ધીમા તાપે સાત આઠ મિનિટ શેકતા રહો.

Advertisement

 રોટલી ની ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો. ( અહી આ શેકેલ મિશ્રણ ને ફ્રીજાર માં તમે એકાદ મહિના સુંધી સાચવી મે હલવો ખાવા સમયે તૈયાર કરી શકો છો.

હવે બીજા વાસણમાં ગોળ અને પાણી નાખી ને મિક્સ કરી ગોળ ને ઓગળી જય ત્યાં સુંધી હલાવી લ્યો ને ગોળ વાળુ પાણી ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો.

હવે શેકેલ રોટલી વાળો ગેસ ફરીથી ચાલુ કરી ને એમાં ગાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને પાંચ સાત મિનિટ હલાવતા રહો સાત મિનિટ પછી એમાં શેકેલ ડ્રાય ફ્રુટ ને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ  ડ્રાય ફ્રુટ છાંટી ને સર્વ કરો બચેલી રોટલી નો હલવો.

Bacheli rotli no halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Triveni’s Paakshala ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુલકંદ પેંડા બનાવવાની રીત | Gulkand penda banavani rit

કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi ni syrup banavani rit

ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit

એબીસી સલાડ બનાવવાની રીત | ABC salad banavani rit | ABC salad recipe in gujarati

અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement