નમસ્તે મિત્રો આજે આપણે મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત – Mitha limda ni Chutney banavani rit શીખીશું. આ ચટણી હેલ્થી ની સાથે ટેસ્ટી પણ લાગે છે. આ ચટણી અનેક પ્રકારની બીમારી માં પણ ખૂબ ફાયદાકારક છે, do subscribe NishaMadhurima Recipes YouTube channel on YouTube If you like the recipe , એક વખત ચટણી બનાવી ફ્રીઝ માં રાખી તમે અઠવાડિયા સુંધી મજા લઈ શકો છો ને પ્રવાસ માં કે ટિફિન માં પણ સાથે લઈ જઈ શકો છો તો ચાલો જાણીએ Mitha limda ni Chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મીઠા લીમડાની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- મીઠા લીમડાના પાન 1 ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- દાડિયા દાળ ¼ કપ
- સીંગદાણા ¼ કપ
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સંચળ ¼ ચમચી
- ગોળ 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- તેલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત | Mitha limda ni Chutney recipe in gujarati
મીઠા લીમડાની ચટણી બનાવવા સૌપ્રથમ મીઠા લીમડા ના પાન ને સાફ કરી દાડી થી અલગ કરી બે ત્રણ પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કપડા ઉપર ફેલાવી ને કોરા કરવા મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને શેકી લ્યો સીંગદાણા થોડા શેકાઈ જાય એટલે મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો. (અહી તમે નારિયળ નું છીણ પણ વાપરી શકો છો )
હવે પાછી એજ કડાઈ ને ગેસ પર ગરમ કરવા મુકો. કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે કોરા કરેલ મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિડીયમ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી મીઠા લીમડાના પાન અને મરચા ને મિક્સર જાર માં નાખો સાથે શેકી રાખેલ સીંગદાણા, દાડિયા દાળ, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ગોળ, સંચળ નાખી ને એક વખત પીસી લ્યો.( ગોળ ની જગ્યાએ ખાંડ ને આમચૂર ની જગ્યાએ લીંબુનો રસ કે આંબલી નો પલ્પ પણ નાખી શકો છો.)
ત્યારબાદ એમાં પા કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો ત્યાર બાદ ફરી એમાં પા કપ પાણી નાખી ને બરોબર પીસી ને સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો મીઠા લીમડાની ચટણી.
Mitha limda ni Chutney banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhurima Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત | Bacheli rotli no halvo banavani rit
બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake banavani rit
અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit
ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવાની રીત | gulkand no ice cream banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે