શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati

શલગમ નું શાક - શલગમ નું શાક બનાવવાની રીત - shalgam nu shaak - shalgam nu shaak banavani rit - shalgam nu shaak recipe in gujarati
Image credit – Youtube/Garima’s Yummy Food Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શલગમ નું શાક બનાવવાની રીત – shalgam nu shaak banavani rit શીખીશું, do subscribe Garima’s Yummy Food Recipes YouTube channel on YouTube If you like the recipe , શલગમ ને તુમિપ અથવા લાલ મૂળા પણ કહેવાય છે અને શલગમ માંથી અલગ અલગ સલાડ પણ બનતા હોય છે પણ આજ આપણે એનું શાક બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ shalgam nu shaak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે

શલગમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી  | shalgam shaak ingredients in gujarati

  • ટમેટા પ્યુરી 1 કપ
  • શલગમ 500 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 1-2 ચમચી
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak recipe in gujarati

શલગમ નું શાક બનાવવા સૌપ્રથમ શલગમ ને પાણી થી ધોઈ લ્યો અને  છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઇ લ્યો અને ચાર થી છ કટકા કરો ને એક બાજુ મૂકો,

ત્યાર બાદ મિક્સર માં ટમેટા નાખી પીસી લ્યો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં શલગમ ના કટકા નાખી મિડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો શલગમ ગોલ્ડન થવા લાગે એટલે એક વાસણમાં કાઢી લ્યો અને એજ તેલ માં જીરું નાંખી તતડાવી લ્યો,

ત્યાર બાદ એમાં લસણ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પેસ્ટ નાંખી મિક્સ કરી મસાલા ને તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ને ચડવી લ્યો ને બે ત્રણ મિનિટ એ હલાવી ,

લ્યો મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકેલ શલગમ નાખી મિક્સ કરી લ્યો ને એમાં એક કપ પાણી (જો શાક માં વઘારે ગ્રેવી જોઈએ તો દોઢ કપ અને જો ઓછી ગ્રેવી જોઈએ તો એક કપ પાણી નાખવું) નાખી મિક્સ કરો

ગ્રેવી ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકી મેથી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ ચડાવી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો  શલગમ નું શાક

shalgam nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Garima’s Yummy Food Recipes ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit

સીંગ ચીકી બનાવવાની રીત | સીંગદાણાની ચીકી બનાવવાની રીત | sing chikki recipe in gujarati

દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | Gol no mohanthal banavani rit | Gol no mohanthal recipe in gujarati

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni suki chatni banavani rit | vada pav chutney recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement