દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati ma recipe

dum aloo recipe gujarati - dum aloo banavani rit gujarati ma - dum aloo banavani recipe - દમ આલુ બનાવવાની રીત - દમ આલુ રેસીપી - દમ આલુ ની રીત - ગુજરાતી દમ આલુ - dum aloo recipe in gujarati
Image credit – Youtube/bharatzkitchen HINDI
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી દમ આલુ બનાવવાની રીત – dum aloo banavani rit gujarati maશીખીશું. આપણા માંથી ઘણા એવા હસે જેને બટાકા ખૂબ ભાવતા હસે ને એ જ્યારે પણ હોટલ કે રેસ્ટોરાં માં જમવા જતા હસે તો દમ આલુ જરૂર મંગાવતા હસે તો આજ એવાજ દમ આલુ ઘરે બનાવવાની રીત dum aloo recipe in gujarati શીખીએ.

દમ આલુ બનાવવા જરૂરી સામગ્રી | dum aloo recipe ingredients

  • નાની સાઇઝ ના બટાકા 7-8
  • ડુંગરી 2-3 મોટી સુધારેલી
  • ટમેટા 2 મોટા સુધારેલ
  • લસણ ની કણીઓ 8-10
  • સૂકા લાલ મરચા 2-3
  • આદુનો ટુકડો 1
  • કાજુ 8-10
  • દહી ¼ કપ
  • મલાઈ 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • વરિયાળી પાઉડર ½ ચમચી
  • એલચી 1-2
  • મોટી એલચી 1
  • તમાલપત્ર 1-2
  • તજ નો ટુકડો 1
  • લવિંગ 1-2
  • મરી 2-3
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  •  સિલ્વર ફોઈલ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

દમ આલુ બનાવવાની રીત રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit

દમ આલુ બનાવવા સૌપ્રથમ નાના નાના બટેકા ને છોલી લ્યો ને છોલેલા બટેકા ને પાણી ભરેલા વાસણમાં નાખો જેથી બટેકા કાળા ના પડે હવે ફોક કે ચાકુ ની મદદ થી બધા બટેકા માં કાણા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બટેકા તરવા તેલ  ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો ને એમાં બટેકા નાખી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવતા રહી તરી લ્યો ટરેલા બટાકા ને એક થાળીમાં કાઢી લ્યો

Advertisement

હવે બચેલા તેલ માંથી એક મોટો ચમચો તેલ કડાઈમાં રાખી બાકી નું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે તેલ ને ફરીથી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણીઓ નાખી શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખો ને મિક્સ કરી શેકો

ડુંગરી થોડી નરમ થાય એટલે એમાં આદુ નો કટકો ને કાજુ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં ટમેટા ને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો અથવા ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવો

ટમેટા બરોબર ગરી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં મિશ્રણ લઈ પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો

હવે ફરી એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ, લવિંગ, એલચી, મોટી એલચી, તમાલપત્ર, તજ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર ને હળદર નાખો ને પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરો ને ઢાંકી ને તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો

ગ્રેવી ચડે ત્યાં સુધીમાં એક વાટકામાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર, ગરમ મસાલો ને મલાઈ નાખી મિક્સ કરો

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં દહીંનું મિશ્રણ નાખી મિક્સ કરી નાખો ને દોઢ કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં તરેલા બટેકા નાખી બરોબર મિક્સ કરી લ્યોને મીઠું ચેક કરી લેવું જો જરૂર લાગે તો નાખવું ને છેલ્લે ઉપર લીલા ધાણા સુધારેલા ને લીલું મરચું સુધારેલ નાખી દયો

હવે ગેસ બંધ કરો ને કડાઈને સિલ્વર ફૉઇલ થી પેક કરો ઉપર ઢાંકણ ઢાંકી દયો હવે ગેસ પર એક તવી ને ગરમ કરો એના પર કડાઈ મૂકો ને પંદર થી વીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

અથવા તો કડાઈ પર ફૂલ પેક થાય એવું ઢાંકણ લગાવો જેથી એમાં રહેલી હવા બહાર ના નીકળે જો તમારા પાસે કાણા વાળુ ઢાંકણ હોય તો એ કાણા માં બાંધેલો ઘઉંનો લોટ લગાવી પેક કરી ને પણ તૈયાર કરી  ગેસ પર એક તવી ને ગરમ કરો એના પર કડાઈ મૂકો ને પંદર થી વીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો દમ આલુ

dum aloo recipe notes

  • જો બટાકા નાના ના હોય તો મોટા ના ટુકડા કરી ને પણ બનાવી શકો છો પણ સકય હોય તો નાના બટેકા લેવા
  • અહી તમે બટેકા ને અડધા બાફી ને પછી તેલ માં તરી શકો છો

ગુજરાતી દમ આલુ ની રીત | dum aloo recipe gujarati | dum aloo banavani rit gujarati ma

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પૌવા ના વડા બનાવવાની રીત | poha na vada banavani rit | poha na vada recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement