ભાત ના કુરકુરે બનાવવાની રીત | bhat na kurkure banavani rit | bhat na kurkure recipe in gujarati

ભાત ના કુરકુરે બનાવવાની રીત - bhat na kurkure banavani rit - bhat na kurkure recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે ભાત માંથી કુરકુરે બનાવવાની રીત – bhat na kurkure banavani rit શીખીશું. આ કુરકુરે બાળકો માટે સારો નાસ્તો છે જે બાળકો ખુશ થઈ ને ખાતા હોય છે ને ઘરે બનાવેલ હોવાથી હેલ્થી પણ હોય છે અને એક વખત બનાવી થોડો સમય સાચવી શકાય છે તો ચાલો જાણીએ ભાત ના કુરકુરે બનાવવાની રીત – bhat na kurkure recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ભાત ના કુરકુરે બનાવવા જરૂરી સામગ્રી | bhat na kurkure ingredients

  • ભાત 1 કપ
  • બેસન ¼ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

કુરકુરે ઉપર છાંટવા માટેના મસાલા માટે જરૂરી સામગ્રી

  • ચાર્ટ મસાલો 1
  • લીંબુના ફૂલ /  આમચૂર પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી

ભાત ના કુરકુરે બનાવવાની રીત | bhat na kurkure recipe in gujarati

ભાત ને મિક્સર જાર માં નાખો સાથે અડધો કપ પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો ( અહી તમે બચેલ કે તાજા ભાત લઈ શકો છો) પીસેલા ભાત ને એક વાસણમાં કાઢી લ્યો

હવે એમાં બેસન, કોર્ન ફ્લોર, લાલ મરચાનો પાઉડર, હળદર, બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી ફરી મિક્સ કરી લ્યો અને મીડિયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો હવે મીઠાની થેલી માં મિશ્રણ ભરી એક બાજુ કાણું કરી નાખો અથવા પાઈપિંગ બેગ કે સોસ ની બોટલ માં તૈયાર મિશ્રણ નાખી દયો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર મિશ્રણ માંથી નાની લાંબી લાંબી સ્તિક મૂકતા જાઓ (કુરકુરે જેમ નાની નાની ઊભી લઈને મૂકતા જાઓ) ને ત્યાર બાદ ગેસ ને મીડીયમ તાપે કરી બને બાજુ ગોલ્ડન તરી લ્યો

આમ બધા મિશ્રણ માંથી નાની ઊભી લાઈન કરતા જઈ તરી લ્યો હવે તરી લીધા બાદ એના પ્ર એક વાટકામાં ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અને લીંબુના ફૂલ/ આમચૂર પાઉડર નાખી મિક્સ કરો અને તૈયાર મસાલા ને તારેલ કુરકુરે પર છાંટી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ભાત માંથી કુરકુરે.

bhat na kurkure banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુલગુલે બનાવવાની રીત | gulgule banavani rit | gulgule recipe in gujarati

ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi banavani rit | khamang kakdi recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati

પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai banavani rit | parwal ni mithai recipe in gujarati

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

સોયા ચંક મંચુરિયન બનાવવાની રીત | soya chunks manchurian banavani rit | soya chunks manchurian recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement