તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar banavani rit | tandoori fulavar recipe in gujarati

તંદુરી ફુલાવર બનાવવાની રીત - tandoori fulavar banavani rit - tandoori fulavar recipe in gujarati
Image credit – Youtube/CookingShooking
Advertisement

નમસ્તે મિત્રો do subscribe CookingShooking YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે તંદુરી ફુલાવર બનાવવાની રીત – tandoori fulavar banavani rit શીખીશું. આપણા માંથી ઘણા ને ફુલાવર નથી ભાવતી પણ આજ આપણે હોટલ રેસ્ટોરન્ટ માં આપણે મંગાવીએ એ તંદૂરી સ્વાદ એક નવી રીતથી તૈયાર કરેલ મસાલા સાથે તૈયાર કરવાની રીત શીખીએ તો ચાલો જાણીએ tandoori fulavar recipe in gujarati.

તંદુરી ફુલાવર બનાવવા જરૂરી સામગ્રી | tandoori fulavar ingredients

  • ફુલાવર ના મિડીયમ સાઇઝ ના કટકા 20-25
  • દહીં 200 ગ્રામ
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • સત્તુ પાઉડર / દાડિયા દાળ પીસેલી / શેકેલ બેસન 3-4 ચમચી
  • રાઇનું તેલ 2 ચમચી
  • કસુરી મેથી 1 cchi
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી ( જો લસણ ના ખાતા હોતો ના નાખવું ખાલી આદુ પીસેલી ½ ચમચી નાખવું)
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • માખણ / ઘી જરૂર મુજબ
  • કોલસો 1
  • બટકા ના કટકા 8-10

તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar recipe in gujarati

તંદૂરી ફૂલાવર બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો ત્યાર બાદ ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ સુધી ચડાવો

ફુલાવર ને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એને ચારણી માં નાખી બધું પાણી નિતારી ઠંડા થવા એક બાજુ મૂકો ફુલાવર ઠંડી થાય ત્યાં સુધી એને મેરિનેટ કરવા માટે નો મસાલો તૈયાર કરી લ્યો

Advertisement

એક મોટા વાસણમાં તીગાડેલ દહી નાખો ત્યાર બાદ એમાં શેકેલ  જીરું પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, સતું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી નાખો, આદુ લસણ ની પેસ્ટ, અને રાઈ નું ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

મસાલો તૈયાર થાય એટલે એમાં ઠંડી થયેલ ફુલાવર નાખો ને બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ એમાં જગાવેલ કોલસો વાટકા માં મૂકી ને એક થી બે ચમચી ઘી નાખી ઢાંકી ને નાખો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકી દયો

હવે અડધા કલાક પછી કબાબ સ્ટીક કે મેટલ સ્કિયર માં બટેકા નો એક કટકો મૂકી મરીનેટ કરેલ ફુલાવર નાખો છેલ્લે ફરી બટાકા નો કટકો ભરાવો અને ગેસ પર ફેરવતા રહી બે ત્રણ મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એના પર ધી કે માખણ લગાવી બીજી અડધી મિનિટ ફૂલ તાપે શેકી લ્યો  આમ બધી જ ફુલાવર ને ગેસ પર શેકી લ્યો  (અથવા તમે કડાઈ કે તવી ને ફૂલ ગરમ કરી એમાં છૂટા છૂટા કટકા મૂકી ફૂલ તાપે ફેરવી ફેરવી ને શેકી શકો છો ) અને લીલી ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો તંદૂરી ફૂલાવર.

tandoori fulavar banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ભાત ના કુરકુરે બનાવવાની રીત | bhat na kurkure banavani rit | bhat na kurkure recipe in gujarati

ગુલગુલે બનાવવાની રીત | gulgule banavani rit | gulgule recipe in gujarati

બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati

સુકી ભેલ બનાવવાની રીત | bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત | dungri lasan vagar ni pav bhaji banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement