મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati

મસાલા બ્રેડ બનાવવાની રીત - Masala bread banavni rit - Masala bread recipe in gujarati
Image credit – Youtube/Chef Ranveer Brar
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube આજે આપણે મસાલા બ્રેડ બનાવવાની રીત – Masala bread banavni rit શીખીશું. આ મસાલા બ્રેડ ને વઘારેલી બ્રેડ કે બ્રેડ નું શાક પણ કહી શકાય ને આ તમે બચેલ બ્રેડ માંથી પણ બનાવી શકો છો તો ચાલો જોઈએ Masala bread recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મસાલા બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી | Masala bread recipe ingredients

  • બ્રેડ સ્લાઈસ 10-12
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • ડુંગરી સુધારેલ 2
  • ટમેટા સુધારેલ 2-3
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • દહી 2-3 ચમચી
  • પાણી ¾ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • કાજુ ટુકડા 10-15
  • સીંગદાણા 2-3 ચમચી

મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread recipe in gujarati

બ્રેડ ઉપમા બનાવવા સૌપ્રથમ તવી પર બ્રેડ સ્લાઇઝ ને શેકી લ્યો ત્યાર બાદ એના મીડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા ને સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદ એમાં અડદ દાળ, ચણા દાળ, મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને એક મિનિટ શેકી લ્યો

Advertisement

ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ ને ડુંગરી નાખી ને મિક્સ કરી નરમ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચડાવી લ્યો ને તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર ને દહી નાખી મિક્સ કરી લ્યો

 ત્યાર બાદ એમાં પોણા કપ જેટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બ્રેડ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં ઘી માં શેકેલ કાજુ કટકા ને સીંગદાણા ને લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો બ્રેડ ઉપમા 

Masala bread banavni rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit

બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત | હલવા બનાવવાની રીત | karachi halvo banavani rit | karachi halvo recipe in gujarati

રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit | rajgara chikki recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati | panipuri nu pani banavani rit

મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement