સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - soji na gulab jamun banavani rit - soji na gulab jamun recipe in gujarati
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – soji na gulab jamun banavani rit શીખીશું. આ ગુલાબજાંબુ બજારમાં મળતા ગુલાબ જાંબુ જેવાજ ટેસ્ટી લાગશે તો એક વખત તો ટ્રાય કરવા જોઈએ તો ચાલો જાણીએ soji na gulab jamun recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 4 કપ
  • પાણી 2 કપ
  • કેસરના તાંતણા 10-15
  • લીંબુ નો રસ ½ ચમચી
  • પાણી ¾ કપ

સોજી ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • દૂધ 2 કપ
  • ગુલાબ જળ 1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • ઘી 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી
  • તરવા માટે તેલ/ ઘી

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun recipe in gujarati

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ મૂકો એમાં ગુલાબજળ, એલચી પાઉડર નાખી ઉકાળો દૂધ ઉકળે એટલે ઝીણી સોજી ને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થઈ કડાઈ મૂકી દે એટલી વખત સુધી ચડાવો જેવી સોજી કડાઈ મિકે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં ઘી નાંખી ને બરોબર મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને તમે હાથ થી અડી શકો એટલું ઠંડી કરી લ્યો

હાથ અડી સકીએ એટલી ઠંડુ થાય એટલે બરોબર મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ના ગુલાબજાંબુ બનાવવા હોય એ સાઇઝ નો માવો લઈ ગોળ કરો ને વચ્ચે બદામ કે પિસ્તા ની કતરણ મૂકી એકે તિરાડ ના રહે એમ ગોળ વારી લ્યો ને એક બાજુ મૂકો આમ બધા જાંબુ તૈયાર કરી લ્યો

Advertisement

( જાંબુ ને પંખા નીચે ના રાખવા કે સુકાવા ના દેવા જો સુકાતા હોય તો એના પર ઘી કે તેલ વારો હાથ ફેરવી નાખો અથવા કપડું ભીનું કરી નીચોવી એના પર ઢાંકી નાખવું)

હવે ગેસ પર કડાઈમાં તેલ/ ઘી ગરમ મૂકો ને તેલ / ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર જાંબુ નાખી ને એક મિનિટ ફૂલ તાપે તરી લ્યો ને એક મિનિટ પછી હલકા હાથે ચમચી થી જાંબુ ને હલાવી લ્યો જેથી નીચે ચોંટે નહિ ત્યાર બાદ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો જાંબુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને જે ચાસણી ને આપણે ગરમ પાણી નાખી તૈયાર કરેલ એમાં નાખી દયો

આમ બધા જાંબુ ને તરી ને ચાસણીમાં નાખો ને એકાદ કલાક એ ચાસણીમાં રાખો ત્યાર બાદ એમાંથી કાઢી ને જાંબુ ને એક તારી ચાસણીમાં નાખી દયો ને ગરમ ખાવા હોય તો ત્યારેજ ને જો ઠંડા ખાવા હોય તો ફ્રીઝ માં એક બે કલાક મૂકી ઠંડા ખાઈ શકો છો તો તૈયાર છે સોજી ના ગુલાબજાંબુ

ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવાની રીત | gulab jamun ni chasni banavani rit

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ખાંડ ને બે કપ પાણી નાખો સાથે કેસરના તાંતણા લીંબુ નો રસ ને એલચી પાઉડર નાખી ગેસ ચાલુ કરી એક તાર ચાસણી તૈયાર કરી લ્યો ચાસણી એક તાર થાય એટલે બે ભાગમાં વહેંચી નાખી ને એક ભાગમાં બીજો પોણો થી એક કપ ગરમ પાણી નાખી ને મિક્સ કરી લ્યો

(ચાસણી માં લીંબુ નાખવા થી ચાસણી ચોખી થશે ને ચાસણી ઠંડી થશે તો જામશે નહિ)

soji na gulab jamun banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati

ડ્રાયફ્રૂટ ફરાળી લાડુ બનાવવાની રીત | Dry fruit faradi ladu recipe in Gujarati

ફરાળી બદામ નો હલાવો બનાવવાની રીત | faradi badam halvo recipe in Gujarati

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement