હિંગ ના ફાયદા અને નુકસાન | હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | હિંગ ના પ્રકાર

હિંગ નો ઉપયોગ - હિંગ ના ફાયદા - હિંગ ના પ્રકાર - હિંગ ના ચૂર્ણ - હીરા હિંગ શું છે - હિંગ ના નુકસાન - Hing na fayda - Hing na gharelu upay - Hing na gharelu nuskha - Hing na gharelu upchar
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે તમને હિંગ ના ફાયદા, હિંગ નો ઉપયોગ વિવિધ રોગો મા ઉપચાર તરીકે, હિંગ ના નુકસાન,હિંગ ના ઘરેલું ઉપાય , હિંગ ના પ્રકાર, હિંગ ના ચૂર્ણ, હીરા હિંગ વિશે માહિતી, Hing na fayda, Hing na gharelu upay, Hing na gharelu nuskha,Hing na gharelu upchar, વિશે માહિતી આપીશું

Table of contents

હિંગ

કુદરતે આપણને એકઠી એક ચડિયાતી અને અદભૂત વસ્તુઓ આપી છે. કોઈ લવણ રૂપે, કોઈ અનાજ સ્વરૂપે તો કોઈ વનસ્પતિ સ્વરૂપે. કુદરતે આપેલ અદભૂત વૃક્ષ હિંગનું પણ છે. હિંગનું વૃક્ષ સાત થી આઠ ફૂટ ઊંચું થાય છે. તેની ડાળખીઓ પાતળી હોય છે અને તેની ઉપરના પાન લીસા, મુલાયમ હોય છે. પાન ઉપર નાના નાના રેસાઓ દેખાય છે. હિંગના વૃક્ષો માર્ચ અપ્રિલ માસમાં ઝડપથી વૃદ્ધિ પામે છે અને બીજા વૃક્ષોની માફક તેને મોર(મોર) બેસે છે. તેમાંથી હિંગના ફળ બને છે.હિંગના ફળ નાના ને છુટા છુટા હોય છે. આ ફળના આગળ ના ભાગ માંથી એક પ્રકાર નો રસ નીકળે છે,તે રસ ધીમે ધીમે સુકાઈ જાય છે અને ઘન સ્વરૂપ બને છે તે હિંગ તરીકે ઓળખાય છે.

હિંગ ના પ્રકાર

હિંગ બે પ્રકાર ની મળે છે

Advertisement
  1. સફેદ હિંગ
  2. સાધારણ કાળી હિંગ

અફઘાનિસ્તાન માં કાળી હિંગ થાય છે, જયારે ઈરાન માં સફેદ હિંગ થાય છે. બન્ને પ્રકાર ની હિંગ માં ભરપૂર ઔષધીય ગુણો સમાયેલા હોય છે.

શું છે હીરા હિંગ?

અફઘાનિસ્તાન અને ફ્રાન્સમાં હિંગને ચામડાની થેલીઓમાં બાંધીને વિદેશ મીક્લ્વામાં આવે છે. આ થેલીઓમાં તે હીરાની માફક ચમકદાર ગંગ્દાઓ રૂપે સચવાઈ રહે છે. આ હિંગ ને હીરા હિંગ તરીકે ઓળખવામ આવે છે.

કઈ રીતે બને છે હિંગ એ પણ જાણો

હિંગ એ હિંગના વૃક્ષનો રસ(ગુંદર) છે. તે સુકાઈ ગયા પછી ઘન સ્વરૂપમાં ગાંગડા બને છે. રસ લીલો હોય અને તેને ભેગો કરવામાં આવે તો તેના ગાંગડા મોટા બને છે. હિંગ ના ફળ નાના અને છુટા હોય છે. આ ફળના ડીટ આગળ થી રસ નીકળે છે તે ધીરે ધીરે સુકાઈ જાય છે અને તે ઘન સ્વરૂપ બને છે.

હિંગ ના ચૂર્ણ

હીંગની સાથે બીજા દ્રવ્યો મિલાવીને ચૂર્ણ, ગોળી વગેરે બનાવવામાં આવે છે. પેટના વિકારો અને ખાસ કરીને વાયુજન્ય વિકારોને દૂર કરવામાં હિંગ મહત્વ નું સ્થાન ધરાવે છે. હિંગ ને મુખ્ય ઘટક રાખીને તેના ચૂર્ણ અને ગોળીઓ બનાવવામાં આવે છે. આ ચૂર્ણ અને ગોળીઓના વપરાશ થી તરતજ લાભદાયક પરિણામો મળે છે. તેમના ખાસ વપરાતા ચૂર્ણ વિષે માહિતી જાણો અને ઘરે જ બનાવો આ ચૂર્ણ

 હિંગ્વાષ્ટક ચૂર્ણ

સૂંઠ, લીંડીપીપર, સિંધાલૂણ, જીરૂ, કાળાં મરી, અજમો, સંચળ દરેક દશ દશ ગ્રામ લઈ બરાબર ખાંડી બારીક ચુર્ણ બનાવવું. બે ગ્રામ હીરા હિંગને દેશી ઘીમાં શેકીને બારીક વાટી ભૂકો કરવો. (પાઉડર કરવો) આ ભૂકો આગળના ચૂર્ણમાં ઉમેરી બરાબર મિક્ષ કરી શીશીમાં ભરી લેવું.

અડધી ચમચીની માત્રામાં ગરમ પાણી સાથે લેવાથી ગેસ ટ્રબલ, પેટનો આફરો તરત જ મટે છે. આ ચૂર્ણ આપાનવાયુનો તુરત જ નિકાલ કરે છે અને પેટમાં વાયુનું દબાણ (આફરો) દૂર થાય છે.

અગ્નિમાંદ્ય ચૂર્ણ

સૂંઠ ૫૦ ગ્રામ, શેકેલું સફેદ જીરૂ ૧૦૦ ગ્રામ, સિંધાલૂણ ૧૫૦ ગ્રામ, સંચળ ૫૦ ગ્રામ, કાળાં મરી ૫૦ ગ્રામ, હિંગ ૨૦ ગ્રામ, પીપરમિન્ટ બે ગ્રામ તેમજ જરૂર મુજબ લીંબુનો અર્ક, પીપરમિન્ટ અને લીંબુના અર્કને અલગ રાખી બાકીની વસ્તુઓને બરાબર ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં લીંબુના અર્કનો બારીક કરેલો પાઉડર મિલાવવો,  છેવટે તેમાં પીપરમિન્ટ મેળવી શીશીમાં ભરી લેવું.

આ ચૂર્ણ બહુ જ સ્વાદિષ્ટ, અગ્નિવર્ધક તથા પાચનશક્તિને વધારનાર છે. ખોરાકને સારી રીતે પચાવી ભૂખ લગાડે છે. તેના સેવનથી પેટમાં ગેસ થતો નથી. પેટમાં થતા ગેસનો તરત જ નિકાલ કરે છે. ભોજન પછી અડધી ચમચીની માત્રામાં લેવું.

ગેસહરવટી ચૂર્ણ

લવણભાસ્કર પૂર્ણ ૪૦૦ ગ્રામ, હિંગ્વાષ્ટક ચૂર્ણ ૪૮૮ગ્રામ,  સિતોપલાદી ચૂર્ણ ૨૦૦ ગ્રામ, સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ) પ ગ્રામ, એરંડિયા તેલ વડે શુદ્ધ કરેલ, કચરેલ, ફૂલવેલ સુગ અને  નૌસાદર ૫૦- ૫૦ ગ્રામ, પીપરમીંટ ૬૦ ગ્રામ, બીજ વગરની કાળી દ્રાક્ષ  ૪૦૦ ગ્રામ,  દ્રાક્ષ સિવાયની વસ્તુઓને  બરાબર પીસીને એકબીજામાં મિક્સ કરી લેવા. દ્રાક્ષને પીસીને લુગદી બનાવી લેવી વસ્તુઓના ચૂર્ણને મુનક્કામાં ભેળવી ચણા જેવડી ગોળીઓ બની કાચની બોટલમાં ભરી લેવી.

પેટમાંથી ગેસ દૂર કરવાની સારી દવા છે. આ ઉપરાંત બેચેની, આફરો, જીવને ગભરામણ થવી, કજિયાત અને ભૂખ ન લાગતી હોય તેની અક્સીર દવા છે.

ચિત્રકાદિવટી ચૂર્ણ

ગંઠોડા, જવખાર, ચિત્રકમૂળની છાલ, સાજીખાર, ફૂલણીયો ખારો, પાંચેય જાતનાં મીઠું, કટુ, શૈકી હિંગ, અજમો અને ચવ્ય આ બધાને ૨૦-૨૦ ગ્રામ લઈ બરાબર પીસીને ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં ચાર લીંબુનો રસ અને ૨૦૦ ગ્રામ દાડમના દાણાનો રસ મેળવી લુગદી બનાવવી. આ લુગદીમાંથી નાની નાની ગોળીઓ બનાવવી, સૂકાઈ ગયા બાદ બોટલમાં ભરી લેવી.

દરરોજ સવાર, બપોર, સાંજ બેથી ચાર ગોળી અથવા થોડુંક જમ્યા બાદ લેવી. આ ગોળીઓના સેવનથી પાચનક્રિયા સુધરે છે. પેટમાં ગેસ થતો બંધ થઈ જાય છે. અને આંતરડામાં થતો દુખાવો મટે છે.

હિંગ ના ફાયદા

ભારત ના લગભગ બધા ઘર માં હિંગ નો ઉપયોગ કરવામાં આવે છે. હિંગ ને ખાસ કરીને દાળ શાક ના વઘાર કરવામાં વાપરવામાં આવે છે, તેથી તેને વઘારણી પણ કહેવાય છે.

આમ હિંગ એ આપણા રોજીંદા વપરાશ ની ચીજ છે. એટલુજ નહિ હિંગને આયુર્વેદ માં એક ઔષધી તરીકે વાપરવામાં આવે છે. એટલે જ તેના સ્વાસ્થ્ય સંબંધિત લાભો પણ હોવાના જ.

હિંગ ને સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. હિંગ માં વિટામિન્સ, કેલ્શિયમ, આયરન, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી વાયરલ ગુણો નો સમાવેશ થાય છે.

હિંગમાં મળતા આ બધા તત્વો ને કારણે ઘણી બધી બીમારિયો માં રાહત મેળવી શકાય છે.

એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણી સાથે લેવાથી પડખાનો દુખાવો મટી જાય છે.

તલના તેલમાં હિંગ નાખી ઉકાળીને તે તેલના ટીપાં કાન માં નાખવાથી કાનનો દુખાવો મટે છે, કાનમાંથી રસી નીકળતી હોય તો તે બંધ થઇ જાય છે.

ગરમ પાણીમાં હિંગ નાખીને તે પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલી જાય છે.

હિંગ અને લીમડા ના પાન પીસીને તેનો લેપ ઘા કે ઝખમ ઉપર કરવાથી તેમાં થયેલા કીડા મરી જાય છે અને ઘા જલ્દી રુઝાઈ જાય છે.

hing – હિંગ અને કપૂર સરખે ભાગે લઇ તેની ગોળી બનાવી, એક થી બે ગોળી આદુના રસ સાથે લેવાથી સનેપાત મટે છે.

હિંગને પાણીમાં ઉકાળી તે પાણી વડે કોગળા કરવાથી દાંત નો દુખાવો મટે છે.

Hing na fayda ane gharelu upchar ma upyog

પોલા થઇ ગયેલ અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણ માં તજ અને હિંગ વાટી તે ભુક્કો ભરવાથી અરમ થાય છે.

અજમો, હિંગ અને સિંધા નમક સરખે ભાગે લઇ તેને વાટી ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પેટનો ગોળો મટી જાય છે.

એલચી, ધાણાનું ચૂર્ણ અને શેકેલી હિંગ લઇ લીંબુના રસમાં મિલાવી ચાટવાથી ગેસ, પેટનો દુખાવો, અને આફરો મટે છે.

એલચી અને શેકેલી હિંગ નું ચૂર્ણ ઘી અને દૂધ સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો તે દૂર થાય છે.

સ્ત્રીઓ હિંગનું સેવન કરે તો ગર્ભાશય સંકોચાય છે, માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે.

હિંગ ને મધમાં મિલાવી, રૂની દિવેટ બનાવી તે દિવેટ ને મધમાં મૂકી સળગાવી, જ્યોત્મથી નીકળતી કાજળ એકઠી કરી લેવી. આ કાજળ આંખમાં આંજવાથી આંખમાંથી પાણી ઝરતું હોય તો તે બંધ થઇ જાય છે અને આંખનું તેજ વધે છે.

ડુંગળીના રસમાં શેકેલી હિંગ અને મીઠું મિલાવીને પીવાથી આફરો મટે છે.

હિંગને પાણીમાં ઓગાળી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.

તલના તેલ માં હિંગ અને સુંઠ નાખી સહેજ ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુખાવો, સાંધા નો દુખાવો મટે છે અને શરીર જકડાઈ ગયું હોય તો તે પણ મટે છે.

હિંગ શ્વાસનળીમાં જામેલ કફ ને ઓગાળી પાતળો કરી બહાર કાઢે છે. હિંગનો એનીમા આપવાથી કૃમિ બહાર નીકળી જાય છે અને આતરડા ના રોગ મટે છે.

હિંગ જઠર ની પાચનક્રિયા ને સતેજ કરે છે અને પેટના વિકારોનો નાશ કરે છે.

hing – હિંગ તમામ પ્રકારના પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, ચરબીયુક્ત પદાર્થો વગેરેને પચાવવામાં મદદ કરે છે.

હિંગ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

હિંગ ગરમ, પાચન કરનાર, રૂચી ઉત્તપન્ન કરનાર, કફ, ચૂંક,પેટનો આફરો અને કૃમીઓનો નાશ કરે છે. આંખો માટે અને કબજિયાત માટે પણ હિંગ નો ઉપયોગ સારો માનવામાં આવે છે.

હિંગમાં રહેલું તેલ શ્વાસનળી અને ત્વચા માટે ખુબ જ સારું માનવામાં આવે છે, તેનાથી સ્વશ્ન્દીમાં રહેલો કફ પાતળો બને છે. શ્વાસોછ્વાસ ની પ્રક્રિયાને કઈક ઓછી કરે છે અને જેથી વિના કારણે આવતી ઉધરસ મટે છે.

ફેફસાંના રોગ માં હિંગ ખુબ જ ફાયદાકારક છે. ફેફસાના રોગ માં હિંગને પાણી માં વાટીને આપવી હિતાવહ છે. તેનાથી કફ પાતળો અને ઓછો થાય છે.

હિંગ નું રોજ સેવન કરવાથી ભેજવાળી જગ્યામાં થતો તાવ મટે છે. હિંગને નવસાર કે ગુગળ સાથે આપવાથી ટાઈફોઈડ તાવ મટે છે.

હિંગ ના ફાયદા જો અડધી ચમચી સેકેલી હિંગ ને થોડા ગરમ પાણીમાં મેળવી ધીમે ધીમે પીવાથી પડખાની ચૂંક, ઉધરસ, શરદી અને મળાવરોધ માં ફાયદો થાય છે.

hing – હિંગ ની ચણા જેવડી ગોળીઓ બનાવી ઘી સાથે લેવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે.  બે ગ્લાસ પાણી માં ૨ ચમચી હિંગ નાખીને ઉકાળી ને પાણી અડધું રહે ત્યારે પીવાથી વાત્તશૂળ મટે છે.

હિંગ ના ઘરેલું ઉપાય | Hing na gharelu upay | Hing na gharelu nuskha

Hing – હિંગ, સિંધા નમક અને ઘી સરખી માત્રા માં લઈને ગૌમૂત્ર માં મેળવી ઉકાળી માત્ર ઘી બાકી રહે ત્યારે પીવાથી જૂની કબજિયાત, જુનો વાયુ મટે છે.

હિંગ, કપૂર, કાથો અને લીમડા ના કુમળા પાન ને તુલસીના રસમાં ઘૂંટી ને ચણા જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળીઓને ગુલાબ ના અર્કમાં આપવાથી કોલેરામાં રાહત થાય છે અને જાંબુના છાલ ના રસ સાથે આપવાથી આમ-અતિસારમાં ફાયદો થાય છે.

હિંગને પાણીમાં વાટી પેટ ઉપર ચોપડવાથી વાયુનું અનુલોમન થાય છે અને ઉલટી બંધ થાય છે,hing na fayda

પેટમાં ખુબ વાયુ ચડ્યો હોય, પેટ ખુબજ દુખતું હોય, તો ડુંટી ની આજુબાજુ અને પેટ ઉપર લેપ કરવાથી થોડી જ વાર માં મટે છે. બાળકોને ચૂંક આવતી હોય તો પણ તેમની ડુંટી ઉપર હિંગ ચોપડવાથી વાછૂટ થઇ જલ્દી જ રાહત થાય છે.

હિંગ અને લીમડા ના પાન વાટીને તેનો લેપ કરવાથી ગુમડા માં પડેલા કીડા મરી જાય છે. હિંગ ને પાણી માં મિક્ષ કરી ને નાક માં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.

hing nu pani, હિંગ ને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંત નો દુખાવો મટે છે. દાંત ના પોલાણ માં હિંગ ભરવાથી દાંત માં રહેલા કીડા મરી જાય છે અને દાંત નો દુખાવો મટી જાય છે.

હિંગ ને તલના તેલ માં ઉકાળી અને આં તેલ ના ટીપાં કાન માં નાખવાથી કાન નો દુખાવો મટી જાય છે,hing na fayda.

હિંગ ના ફાયદા જો હિંગ ને વરિયાળીના અર્ક સાથે આપવાથી પેશાબ છૂટ આવે છે.

કોલેરા માટે હિંગ ના ફાયદા

હિંગ, મરી, અને કપૂર સરખે ભાગે લઇ, આદુના રસ માં ૬ કલાક સુધી રાખીને પછી નાની નાની ગોળીઓ બનાવી એક થી બે ગોળી દિવસમાં ત્રણ વાર લેવાથી કોલેરા માં ફાયદો થાય છે.

હિંગ કપૂર અને આંબા ની ગોટલી સરખે ભાગે લઇ ફુદીના ના રસમાં ઘુટી નાની ગોળીઓ બનાવી,

આ ગોળીઓ અડધા અડધા કલાકે જ્યાં સુધી રોગ મટે ત્યાં સુધી આપવાથી કોલેરા માં ફાયદો થાય છે.

ન્યુમોનિયા માં હિંગ ના ઉપચાર

ફેફસાના વાયુપોતામાં બળતરા થાય છે. અશક્તિ આવે છે. અતિશય પરસેવો એકએક થવા માંડે છે. સાધારણ ખાસી આવે છે. ધીમે ધીમે ફેફસામ અશરડી લાગી હોય ત્યારે આ રોગ ની શરૂઆત થાય છે. છાતીમાં, માથામાં, ગળામાં, અને પીઠ માં અતિશય ઠંડી લાગવાથી આ રોગ થાય છે. સંક્રામક રોગો થવાથી પણ ન્યુમોનિયા થાય છે.

ટર્પેન્ટાઈન તેલમાં થોડીક હિંગ અને થોડુક કપૂર ઉમેરી છાતી પર માલીશ કરવાથી ફાયદો થાય છે.

ચપટી એક હિંગ, ૧/૪ ચમચી લસણનો રસ અને એક ચમચી મધ ત્રણેને મેળવીને ચાટવાથી ન્યુમોનિયામાં ફાયદો થાય છે.

તુલસીનાં તાજા ૧૦-૧૫ પાન, આદુનો એક ટુકડો બંનેને લસોટી રસ કાઢવો તેમાં બે ચપટી હિંગ ઉમેરી મધ સાથે મેળવી ન્યુમોનીયાના દર્દીને આપવું.

બે ચપટી હિંગ, પાંચ કાળાં મરી, વીસ જેટલાં તુલસીનાં પાન અને દશ નંગ પીપળાના ટેટા બધાની ચટણી જેવું બનાવી મધ સાથે મેળવી દરદીને ચટાડવું.

દમ (અસ્થમા) ની સમસ્યા મા હિંગ

અતિશય ઉધરસ આવે છે. શ્વાસ લેવામાં મુશકેલી પડે છે. શ્વાસનળીમાંથી કફ છૂટતો નથી તેથી સૂકી ખાંસી આવે છે. અતિશય ખાંસી આવવાથી શરીરે પુષ્કળ પરસેવો થાય છે. ચહેરો ફિક્કો પડી જાય છે. શ્વાસ લીધા પછી ફેફસાંમાં દર્દ થાય છે, સ્નાયુવિકારથી ફેફસાંમાં ધૂળના રજકણો જવાથી આ રોગ થાય છે. ઠંડી અને વરસાદની ઋતુમાં રોગની તીવ્રતા વધે છે. ખાસ કરીને આધેડ કરતાં મોટી ઉંમરનાં માણસો આ રોગનો શિકાર બને છે. તેના નીચે આપેલા ઉપચારો કરવાથી જરૂર થી રાહત મળે છે.

પીપળાની સૂકવેલી છાલના એક ચમચી ચૂર્ણમાં હિંગ મેળવી સેવન કરવાથી અસ્થમા ના રોગ માં રાહત મળે છે.

કાકડાસીંગ, જાયફળ અને હિંગ ત્રણેનું એક એક ચપટી ચૂર્ણ મધ સાથે મેળવીને લેવું ફાયદેમંદ છે.

બે ગ્રામ હિંગ, ૮૦ ગ્રામ જૂનો ગોળ, ૧૦ ગ્રામ રાઈ, ૧૦ ગ્રામ દળેલી હળદર, ૧૦ ગ્રામ લેટન સબ્જી આ બધાને બરાબર મિક્સ કરી મધ્યમ બોર જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બે -બે ગોળીઓનું સેવન કરવાથી ખુબ જ ઝલદી રાહત થાય છે. આ પ્રયોગથી શ્વાસ રોગ સદંતર મટે છે.

શ્વાસનળીમાં સોજો આવી જવો

શ્વાસનળીની અંદરની ત્વચા ઉપર સોજો આવે છે. આને બ્રોંકાઇટીસ કહેવાય છે. સામાન્ય રીતે બાળકોને આ રોગ વધારે પ્રમાણમાં થાય છે. આ રોગમાં માથુ દુ:ખે છે. સાધારણ તાવ રહે છે. કપાળ અતિશય ગરમ રહે છે. શ્વાસ લેવામાં મુશકેલી પડે છે. સ્પષ્ટ ઉચ્ચાર નીકળતા નથી. શરૂઆતમાં સૂકી ખાંસી આવે છે, પછી ઘેરા પીળા રંગનો કફ અને ગળફા નીકળે છે. ધીમે ધીમે શ્વાસનળી અને ગળામાં અવાજ આવવા માંડે છે. પાણીમાં લાંબો સમય પડી રહેવાથી (પલળવાથી) ઠંડી લાગી જવાથી. વરસાદના પાણીમાં પલળવાથી અને ઝાકળના પાણીવાળી જગા ઉપર સૂઈ જવાથી આ રોગ થાય છે. નીચે મુજબના હિંગ ના ઘરેલું ઉપચાર કરવાથી ફાયદા થાય છે.

એક કળી લસણ અને હિંગની ચટણી બનાવી સવારે નરણા કોઠે સેવન કરવાથી ફાયદો થાય છે.

એક ચમચી આદુનો રસ, એક રતીભાર હિંગ અને અડધી ચમચી ચિંતામણી રસ મધ સાથે મેળવી ચટાડવું. દસ ગ્રામ પીપળાના ઝાડનાં સૂકાં ફળ, (પીપળાના ટેટા), બે ગ્રામ કાચી હિંગ, દશ ગ્રામ કાથો, દશ ગ્રામ દાડમનાં ફૂલ અને એક ગ્રામ કપૂરનું ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણનું સેવન કરવું.

આઠ ભાગ હરડે,એક ભાગ હિંગ, ચાર ભાગ સંચળનું ચૂર્ણ બનાવવું. બે માસાની માત્રામાં આ ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

દર બે બે કલાકે એક એક રતીભાર હિંગ ગરમ પાણી સાથે સેવન કરવાથી રાહત મળે છે.

ખાંસી (ઉધરસ) માં હિંગનો ઉપયોગ

ઉધરસ પોતે કોઈ રોગ નથી પણ તે બીજા રોગનાં લક્ષણ સૂચવે છે. ખાંસી અતિશય ઠંડી લાગવાથી, શ્વાસનળીમાં સોજા આવવાથી, ન્યુમોનિયા, દમ(અસ્થમા) થવાથી તેમજ યકૃતની ખરાબીને લીધે ખાંસી થાય છે.

ખાંસી ત્રણ પ્રકારની હોય છે.

  1. સૂકી ખાંસી
  2. કફયુક્ત ખાંસી
  3. વાતજ ખાંસી (ખાંસીનો હુમલો)

સૂકી ખાંસીમાં કફ છૂટો પડતો નથી.

કફજ ખાંસીમાં કફ નીકળી ગયા પછી રાહત થાય છે.

વાતજ ખાંસીમાં લાંબા સમય સુધી સૂકી ખાંસી આવે છે. દરદી ખાંસી ખાંસીને બેવડ બની જાય છે. આંખમાંથી પાણી નીકળે છે. આના ઉપાય નીચે મુજબ કરવા જોઈએ.

અડધી ચપટી હિંગને દેશી ઘીમાં શેકી તેનું ચૂર્ણ બનાવીને સેવન કરવાથી તરત જ આરામ થાય છે.

હિંગ, લીંડી પીપર, સિંધા નમક, મજીઠ, અબરખ ભસ્મ, અને વરિયાળીના છોડના મૂળ, આ બધી સામગ્રી પાંચ પાંચ ગ્રામ લઈને તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નું અડધી અડધી ચમચી સેવન દરરોજ સવાર-સાંજ કરવાથી ઉધરસ માં રાહત થાય છે.

સુકી અથવા કફવાળી ઉધરસમાં એક ચમચી આદુનો રસ, એક ચપટી હિંગ, અને એક ચમચી મધ મિલાવીને લેવાથી અવશ્ય ફાયદો થાય છે.

આમ, શ્વાસ ના રોગોમાં ઉપર્યુક્ત ઘરગથ્થું ઉપચારો કરવાથી અને સાથે સાથે ખાન-પાન માં કાળજી રાખવાથી દવાઈ અસર કરે છે અને દર્દ માંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

બાળકોના રોગોમાં હિંગ નો ઉપયોગ અને ઘરેલું ઉપચારો

હિંગ ના ફાયદા ઉટાંટિયું (કાળી ખાંસી) મા અને ઘરેલું ઉપચાર

સામાન્ય રીતે પાંચ વર્ષની આસપાસની ઉંમરનાં બાળકોને આ ઉધરસ થતી હોય છે. આ રોગ એક પ્રકારનાં વિષાણુઓથી થાય છે. આ એક સંક્રામક રોગ છે. સાધારણ ખાંસી કરતાં આ ખાંસી અલગ પ્રકારની હોય છે. બાળકને સતત ખાંસી આવ્યા કરે છે. જેથી તે બેવડ વળી જાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. બાળકની ખાંસીનો અવાજ કૂતરાના ખાંસવાના અવાજ જેવો આવે છે. બાળકને અશક્તિ થાય છે. અતિશય ખાંસવાથી ઉલટી થવા જેવું થાય છે. પણ ઉલટી થતી નથી. પેટના સ્નાયુઓ ખેંચાઈ જાય છે. એના ઉપાય નીચે મુજબ છે.

અડધી રતીભાર હિંગને ગરમ પાણી સાથે બાળકને પીવડાવવાથી તરત જ ખાંસી બંધ થઈ જાય છે.

બહેડાંની છાલને બકરીના દૂધમાં પલાળી તેમને તવીમાં થોડુ ધી મૂકી તેમાં શેકી લેવાં પછી તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં પાંચ ગ્રામ શેકલી હિંગનું ચૂર્ણ ઉમેરવું. અડધી ચમચી ચૂર્ણ મધ સાથે મેળવી દિવસમાં બેથી ત્રણ વખત બાળકને ચટાડવું.

આફરો ચડે ત્યારે હિંગ ના ફાયદા અને ઉપાય

પેટમાં વાયુ ભરાઈ જવાથી થાય છે. બાળક બેચેની અનુભવે છે અને સતત  રડ્યા કરે છે. પેટ ફૂલાવેલા ફૂગ્ગા જેવું થઈ જાય છે. પેટમાં સતત દુઃખાવો થાય છે. વધારે પ્રમાણમાં દૂધ પીવડાવ્યું હોય, ઠંડું અને વાસી દૂધ પીવડાવ્યું હોય, વધારે પ્રમાણમાં ભાતનું સેવન કર્યું હોય, મેંદાની વસ્તુનું સેવન કર્યું હોય અથવા કોઈ અપાચ્ય ખોરાક ખવાઇ ગયો હોય તો બાળકને આફરો થાય છે અને તેનું પેટ ફૂલી જાય છે. એના ઉપાય નીચે મુજબ છે.

હિંગને વાટી ગરમ પાણી સાથે મેળવી બાળકના પેટ ઉપર ગરમ પાણી ચોળવું.

સંચળ, શેકેલી હિંગ અને અજમો બે બે રતીભાર લઈ ગરમ પાણી સાથે આપવાથી પેટમાંનો ગેસ ઓડકાર વાટે બહાર નીકળી જાય છે અને બાળકને રાહત થાય છે.

બાળકોને ગુદામાં ચાંદાં

જે બાળકો તળેલી તીખી, ખાટી વસ્તુઓ, મિઠાઈ, આઇસક્રીમ, અતિશય ઠંડુ પાણી, બરફ, બરફના ગોળા વગેરે વધારે પ્રમાણમાં ખાય છે તેમજ જેમનાં માતા-પિતા બાળકની ગુદાની સફાઈ સારી રીતે કરતાં નથી તેવાં બાળકોને તેમની ગુદામાં મદદ્વાર નજીક નાનાં નાનાં ચાઠાં પડે છે. ગંદકીને લીધે ગુદામાં નાનાં કીડા પડે છે. જેમના કરડવાથી આ ચાંદાં પડે છે. બાળકોને સખત પીડા થાય છે. ગુદાના અંદરના ભાગમાં ગુચ્છાના સ્વરૂપમાં આ કીડા હોય છે. તેમના કરડવાથી ગુદામાં પુષ્કળ ચળ ખંજવાળ આવે છે. એના ઉપાય નીચે મુજબ છે.

એક ચમચી તુલસીનાં પાનના રસને ગરમ કરી તેમાં એક રતીભાર હિંગ મેળવી બાળકને પીવડાવવું.

પપૈયાના રસમાં થોડીક હિંગ મેળવી બરાબર હલાવી મધ સાથે મિક્સ કરી બાળકને ચટાડવી.

થોડીક હિંગ પાણીમાં ઓગાળી તેમાં રૂનું પૂમડું પલાળી બાળકની ગુદા ઉપર રાખવું, આથી ગુદામાંના કીડા (ચુન્ને) મરી જાય છે, અને મળની સાથે બહાર નીકળી જાય છે.

ધનુર્વાત ( ખેંચ આવવી)

શરીરમાં ઉત્પન્ન થયેલો ખરાબ વાયુ સ્નાયુમંડળ ઉપર અસર કરે છે. જેથી સ્નાયુઓ ખેંચાય છે અને બાળકનું શરીર કમાનની માદક વાંક વળીને ખેંચાય છે. સામાન્ય રીતે એક થી ચાર વર્ષના બાળકોને આ થાય છે. છોકરીઓ કરતા છોકરાઓને આ રોગ વધારે પ્રમાણ માં થાય છે. બાળક ઊંઘમાંથી ઝબકી જાય છે. અસર દરમિયાન શરીર ની માંસપેશીનું કાર્ય મંદ પડી જાય છે. બાળકની ગરદન પાછળ ની તરફ ખેચાય છે. બાળકના મોઢામાંથી સતત ગરમ વરાળ/વાયુ નીકળે છે. આવા અને ક લક્ષણો હોય છે ધ્નુંર્વાત ના. આના ઉપાય તરીકે પ્રારમ્ભિક રૂપ માં હિંગ ના આ ઉપાય કરી શકાય છે.

તલના તેલમાં બે ગ્રામ હિંગ નો પાવડર મેળવી બાળકના શરીર પર માલીશ કરવાથી રાહત મળે છે.

બે ચપટી શેકેલી હિંગ, લસણ ની કળીમાંથી કાઢેલા રસના દસ ટીપા અને થોડુક મધ આ ત્રણેયને મિક્સ કરીને મધ સાથે દિવસમાં બે વાર બાળકને આપવું. અમુક દિવસ માં થોડો થોડો ફાયદો થતો જણાશે.

પેટના રોગો મા હિંગ નો ઉપયોગ

ઉદરરોગ (અતિસાર) મા હિંગ ના ફાયદા અને ઉપયોગ

પાચનક્રિયાની ખરાબી, યકૃતની ખરાબી, વાસી વસ્તુઓ ખાવાથી, પેટમા કીડા (મિ) થવાથી, અશુદ્ધ પાણી પીવાથી, દુઃખ, ભય અને શોકની લાગણી થવાથી અતિસારનો રોગ થાય છે. આ રોગમાં પાતળા ઝાડા થાય છે. વારંવાર અને ઝડપથી ઝાડા થાય છે, જેથી દર્દી ઝડપથી અશક્ત બને છે. દર્દીની આંખો ઊંડી ઊતરી જાય છે. જીભ સૂકાઈ જાય છે. રોગીના પેટને દબાવવાથી ખૂબ દર્દ થાય છે. દર્દીને કોઈ વખત વધારે તરસ લાગે છે તો કોઈ વખત બિલકુલ તરસ લાગતી નથી. બેદરકારી રાખવાથી આ રોગ તીવ્રતા ધારણ કરે છે. તેના ઉપાય તરીકે હિંગ નો ઉપયોગ નીચે મુજબ કરો.

કેરીની ગોટલીનો પાવડર, જાંબુના ઠળિયાનો પાઉડર, થોડીક શેકેલી હિંગ, શેકેલી હરડે બધાને ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. અડધી ચમચી ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવાથી અતિસારમાં ફાયદો થાય છે.

દાડમનો રસ, સંતરાં અથવા મોસંબીનો રસ હિંગ સાથે આપવો. મસુરની દાળનું પાણી, એકદમ ઢીલી રબડી જેવી ખીચડી ખોરાકમાં આપવી. દૂધ બિલકુલ આપવું નહીં.

બે ચમચી ખાંડ અને એક ચમચી જીરાનું ચૂર્ણ બનાવી તેમાં હિંગ નાંખી છાશ સાથે આપવું.

એક રતીભાર શેકેલી હિંગ અને થોડુંક અફીણ, ખડીસાકરના પાવડર સાથે મેળવી રોગીને આપવાથી સારું પરિણામ મળે છે. રોગીને બહુ જ ફાયદો થાય છે.

અજીર્ણ મા હિંગ નો ઉપયોગ

આ રોગમાં માણસને ભૂખ લાગતી નથી, ખાટા ખાટા ઓડકાર આવે છે. પેટ ભારે ભારે લાગે છે, છાતીમાં બળતરા થાય છે. હૃદયના ધબકારા વધે છે. માથું ભારે ભારે રહે છે. કંઈ પણ ખાવા-પીવાની ઇચ્છા થતી નથી. રોગ લાંબો સમય રહે તો પેટમાં ગેસ થાય છે. આ રોગ અતિશય ખાટા પદાર્થો ખાવાથી, પરિશ્રમ ન કરવાથી ચરબીવાળા અપાચ્ય ખોરાક ખાવાથી અને પરિશ્રમ ન કરવાથી થાય છે. આ રોગનો તાત્કાલિક ઉપચાર ન કરવામાં આવે તો જઠર અતિશય નબળું પડી જાય છે. એના ઉપાય નીચે મુજબ છે.

હિંગ, લીંડીપીપર, સૂંઠ, લાલ તીખું મરચું (દળેલું) સિંધાલૂણ સમાનભાગે લઈ ચૂર્ણ બનાવી ભોજન પહેલાં અડધી અડધી ચમચી ચૂર્ણ લેવું. અજીર્ણ દૂર થશે.

ત્રણ ગ્રામ શેકેલી હિંગ અને બે ચમચી સિંધાલૂણ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ભોજન બાદ અડધી અડધી ચમચી લેવું.

ઘીમાં શેકેલી બે ચપટી હિંગ, બે ગ્રામ સંચળ (કાલાનમક), ૪ ગ્રામ હરડે, ૪ ગ્રામ અજમો ભેગાં કરી ખાંડી ચૂર્ણ બનાવવું. ભોજન પછી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.

જીરૂ, હરડે, સૂંઠ, અજમો અને લીંડીપીપર બધાં બે બે ચમચી અને બે ચપટી હિંગતેમને ભેગાં કરી બરાબર ખાંડી ચૂર્ણ બનાવવું. તેમાંથી અડધી અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે-સાંજે પાણી સાથે લેવું.

સંગ્રહણી મા હિંગ ના ફાયદા

આ રોગમાં પચ્યા સિવાયનો ખોરાક મળરૂપે નીકળી જાય છે. ઝાડા પુષ્કળ થાય છે. પેટમાં પુષ્કળ દર્દ થાય છે. પેટમાં આફરો આવે છે અને પેટમાં ગડ ગડ અવાજ થાય છે. મંદાગ્નિ અને અપચાનાં લક્ષણ દેખાય છે. બાળકોમાં આ રોગ તેની માતાના દૂધની ખરાબીને લીધે થાય છે. આ  રોગમાં અતિશય પાતળા ઝાડા વારંવાર થાય છે. એના ઉપાય નીચે મુજબ છે.

દશ ગ્રામ આમળાનું ચૂર્ણ, બે ગ્રામ સંચળ (કાલા નમક) અને બે ગ્રામ હિંગ બરાબર વાટીને ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ છાશ અથવા મઠા(દહીં) સાથે લેવું.

દશ ગ્રામ સફેદ રાળ, એક ગ્રામ હિંગ અને વીસ ગ્રામ દેશી ખાંડનું ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ ઠંડા પાણી સાથે અડધી અડધી ચમચી ચૂર્ણ લેવું.

બે ગ્રામ શેકલી હિંગ, સો ગ્રામ પઠાણી લોથ બંનેને બરાબર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. દિવસમાં ત્રણ વાર ત્રણ, ત્રણ ગ્રામ ચૂર્ણ મઠા(દહીં) સાથે લેવું.

અમ્લપિત્ત (એસિડિટી) મા હિંગ નો ઉપયોગ અને ફાયદા

છાતીમાં બળતરા થાય છે. ખોરાક પ્રત્યે અરૂચિ રહે છે. પેટમાં દર્દ થાય છે. ખાટા ઓડકાર આવે છે. ખાટા ઉબકા આવે છે. મોઢાનો સ્વાદ બગડી જાય છે. માથું સખત દુ:ખે છે. (શિર : શૂળ થાય છે) મસાલેદાર તેજ પદાર્થો ખાવાથી (તેલ, મરચુ, ખટાઈ) ચરબીવાળો ખોરાક વધારે લેવાથી તેનું પાચન ન થવાથી, લીધેલા સાદા ખોરાકનું પાચન પણ સારી રીતે ન થવાથી, દાંત ખરાબ હોય અને ખોરાક બરાબર ચવાતો ન હોય વગેરેને લીધે આ રોગ થાય છે. એસીડીટી દૂર કરવા અને તેનાથી રાહત મેળવવા હિંગ ના નીચે મુજબ ના ઉપાયો અજમાવી જુઓ.

લીંબુ અથવા સંતરાના રસમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, એક ચપટી સિંધાલૂણ અને બે ચપટી હિંગ મેળવીને લેવાથી સારો ફાયદો થાય છે. ચા, કૉફી,તમાકુ, દારૂ, માંસ અને મસાલા વગેરેને સદંતર બંધ કરવાં.

કાળામરી, સૂંઠ, હરડે, બહેડાં, લીંડીપીપર, આમળાં, વાવડિંગ, નાગરમોથ, નાની ઇલાઇચી બે દાણા અને તેજપતા બધાં દશ દશ ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં ૧/૪ ચમચી હિંગ મેળવવી. નાળિયેરના પાણી અથવા સાદા પાણી સાથે ભોજન પછી અડધી અડધી ચમચી ચૂર્ણ નું સેવન કરવાથી એસીડીટી માં ખુબજ ઝડપ થી રાહત મળે છે.

હિંગ ના ફાયદા કબજિયાત મા

મળનો નિકાલ થતો નથી. મળ સૂકો અને રોકાઈ રોકાઈને થાય છે. ભૂખ લાગતી નથી. પેટ ભરેલું રહે છે. આંતરડામાં સૂકાપણુ આવવાથી અને ગરબડ થવાથી આ રોગ થાય છે. આ રોગમાં આળસ ચઢે છે. ઊંઘ વધારે આવે છે. કમરદર્દ થાય છે. માથુ દુઃખે છે. અતિશય ઓછો ખોરાક લેવાથી અથવા અતિશય વધારે ભોજન કરવાથી, અતિશય ઉજાગરા કરવાથી, શારિરીક શ્રમ/કસરત ન કરવાથી, નાડીની દુર્બળતાથી માદક પદાર્થોનું સેવન કરવાથી, ચા, કૉફી વગેરે અધિક પ્રમાણમાં વારંવાર લેવાથી કબજિયાત થાય છે. નીચે મુજબ ના ઉપાયો કરવાથી કબજીયાત હમેશા માટે દૂર થઇ જશે.

સૂંઠ, લીંડીપીપર,  નાની હરડે અને સંચળ દરેક પચાસ પચાસ ગ્રામ લઈ બારીક ખાંડી ચૂર્ણ બનાવવું. તેમાં ચાર ગ્રામ શેકેલી હીરા હિંગનો પાવડર ભેળવવો. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.

સંચળ અથવા સિંધાલૂણ, કાળામરી, દશ દશ ગ્રામ, શેકેલી હિંગ ત્રણ ગ્રામ અને દશ ગ્રામ કુટકીનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ કરી પાણી સાથે લેવું.

૫૦ ગ્રામ જેઠીમધ, ૫૦ ગ્રામ શુદ્ધ ગંધક, ૧૫૦ ગ્રામ સનાય, ૧૫૦ ગ્રામ સાકર અને ત્રણ ગ્રામ હિંગનો પાવડર મેળવી ચૂર્ણ બનાવવું.ભોજન કર્યા બાદ એક નાની ચમચી આ ચૂર્ણ નું સેવન કરવું.

સુંઠ, વરીયાળી, સનાય, સિંધાલુણ અને નાની હરડે આ દરેક વસ્તુ પાંચ પાંચ ગ્રામ લઈને તેમાં બે ચપટી શુધ્દ્ધ હીરા હિંગ મિલાવીને તેનું ચૂર્ણ તૈયાર કરો. દરરોજ રાત્રે સુતી વખતે આ  ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત માં ત્વરિત રાહત મળે છે.

ઉલટી (વમન) મા હિંગ ના ફાયદા

વારંવાર ઉલટી થાય છે. ગભરામણ થાય છે. બેચેની લાગે છે, ખાધેલો ખોરાક પેટમાં ટકતો નથી. પેટમાં સખત દર્દ થાય છે. અતિશય ખાવાથી, પેટમાં વિકાર થવાથી, જઠરમાં ઘાવ (ચીરા) પડવાથી, કોલેરા થવાથી, પેટમાં કૃમિ (કરમીયાં) થવાથી તેમજ અજીર્ણ થવાથી ઉલટી થતી હોય છે. તેના ઉપચાર તરીકે હિંગ નો ઉપયોગ નીચે પ્રમાનેકારી શકાય.

હળદરનો પાવડર અને થોડીક હિંગ મેળવી પાણી સાથે પીવાથી ઉલ્ટીમાં તરત જ રાહત થઇ જાય છે.

મોટી ઇલાયચી બે નંગના દાણા સાથે થોડીક હિંગ મેળવી પીસી ચૂર્ણ બનાવી તેને મધ સાથે ચાટવાથી ઉલ્ટીમાં ફાયદો થાય છે.

ડુંગળીના રસમાં થોડીક હિંગ મેળવી વારંવાર ચાટવાથી ફાયદો થાય છે.

દાડમના સૂકવેલા દાણા પાણીમાં પલાળવા તે પાણીમાં અડધી ચપટી હિંગ મેળવી દાણા સાથે પાણી પીવડાવવું.

પેટમાં કૃમિ ની સમસ્યા મા હિંગ નો ઉપયોગ

પેટમાં કૃમિ થવાથી થોડું થોડું દર્દ થાય છે. ગુદામાં ચળ આવે છે. ભૂખ સખત લાગે છે. ચિડિયાપણું આવે છે. બાળકો ઊંઘમાં પેશાબ કરી નાખે છે. આ રોગમાં પેટમાં પટ્ટી જેવા કીડા તથા વીટી આકારના કૃમિ થાય છે. આ કૃમિ ખોરાકનું પોષણ ચૂસી લે છે અને જયારે ખોરાક ન મળે ત્યારે પેટમાં, આતરડામાં ચટકા ભરે છે જેથી નાના બાળકોને સખ્ત પીડા થાય છે અને પોષણ ન મળવાથી તેમનોવિકાસ થ્રો થતો નથી તેના ઉપચાર તરીકે હિંગ ખુબ જ ફાયદો કરે છે.

યકૃતનું(લીવર) ફૂલી જવું

પેટની જમણી બાજુ ભારે ભારે લાગે છે. બેટમાં સામ સામે ઉ ભોંકાતાં હોય તેવી વેદના થાય છે. ભુતલામતી નથી આખોમાં આવે છે. આફરો મટે છે. મોઢાનો સ્વાદ બદલાઈને તીખો છે કે જીભ ઉપર સફેદ છારી વધે છે. આનો તાવ કે છે અને કોઈ ને પણ થઈ જાય છે. શરીરમાં અશક્તિ આવી જાય છે. અતિશય મરચાવાળા અને મસાલાવાળો ખોરાક ખાવાથી માંડીને પિત્ત વધી જવાથી, અતિશય પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી શરીરમાં ગરમી વધી જવાથી વગેરેને લીધે આ રોગ થાય છે. નીચે મુજબ ના ઉપાયો કરવાથી લીવર ની સમસ્યામાં ફાયદાઓ થાય છે.

ડુંગળીને થોડીક શેકીને તેમાંથી રસ કાઢી તે રસમાં ચપટી એક હિંગ ઉમેરીને દર્દીને આપવાથી ફાયદો થાય છે.

કારેલાના રસમાં થોડું મીઠું, થોડીક વાટેલી રાઈ અને બે રતીભાર હિંગ મેળવી દરદીને આપવું.

બે ગ્રામ હિંગ, પાંચ ગ્રામ નૌસાદર અને પચાસ ગ્રામ જેમાં દાડમડીનાં સૂકા પાન આ ત્રણેયનું ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ ને સવાર સાંજ એક એક મોટી ચમચી જેટલું પાણી સાથે લેવાથી દર્દીને રાહત થાય છે.

મોટા આંતરડાંનું દર્દ

આ દર્દને કોલાઇટીસ કહે છે. મોટા આંતરડાનાં કોલાન નામના ભાગમાં પાક થવાથી થાય છે. કોલાઇટીસમાં આંતરડાના ભાગમાંથી નાનાનાના ચામડીના ટુકડા જેવો પદાર્થ નીકળે છે. શરીરનું ઉષ્ણતાપમાન વધી જાય છે. ઝાડા થઈ જાય છે. પછી પરુ અથવા લોહીના ઝાડા થાય છે. પેટમાં પુષ્કળ દર્દ થાય છે. કોઈ કોઈ વખતે ૧૦૪° ફે જેટલો તાવ આવે છે. શરીરમાં અશક્તિ આવે છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી, ચઢ ઉતરવાળો અતિશય તાવ આવવાથી, ક્ષય રોગ થવાથી તેમજ ટાઇફોઇડ વગેરે થવાથી આ રોગ થાય છે. આ રોગ અચાનક થઈ જાય છે. રોગીની અવસ્થા ઝડપથી બગડવા માંડે છે. એના ઉપાય નીચે મુજબ છે.

પ્રથમ ટાઇફોઇડ મટાડવાની દવા કરવી જોઈએ. સવારે બ્રશ દાતણ કરતાં પહેલાં એક ચપટી હિંગ નવશેકા પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.

સરસવના તેલમાં ટર્પેન્ટાઇન તેલ ઉમેરી બરાબર ગરમ કરી સાધારણ ગરમ હોય ત્યારે પેટ ઉપર ધીમે ધીમે માલિશ કરવી.

પેટ ઉપ૨ શેક કર્યા પછી દશ ગ્રામ અજમો, બે ગ્રામ હિંગ, પાંચ ગ્રામ જીરૂ અને દશ ગ્રામ ધાણાનું બનાવેલું ચૂર્ણ એક એક ચમચી સવાર સાંજ ગરમ પાણી સાથે આપવુંઆમ કરવાથી મોટા આતરડા ના દર્દ માં રાહત થાય છે.

આફરો ચડવો

પેટમાં વાયુ ભરવાથી પેટ ફૂલી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. પેટની ઉપરના સ્નાયુઓ અને નસો ખેચાય છે. કબજીયાત થાય છે, માથામાં દુખાવો થાય છે, અતિસાર, મંદાગ્ની, અને અજીર્ણ થવાથી પેટમાં ગેસ ભરાઈ જવાથી આફરો આવે છે. તેનાથી છુટકારો મેળળવા માટે હિંગ ના નીચે મુજબના ઉપાયો અવશ્ય કરવા જોઈએ.

હીરા હિંગ ને પાણીમાં ઘસી પાણી ગરમ કરી પેટ ઉપર ધીમે ધીમે લગાવી માલીશ કરવી.

એક ચપટી શેકેલી હિંગ, ૧/૪ ચમચી એલચીનો ભુક્કો લીંબૂના પાણી સાથે લેવાથી રાહત થાય છે.

એક ગ્રામ હિંગ અને બે ગ્રામ રાઈને ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટો પડી જાય છે અને આફરા માં રાહત મળે છે.

સુંઠ, વરિયાળી, સિંધા નમક અને નાની હરડે આ બધું દસ દસ ગ્રામ અને તેમાં ત્રણ ગ્રામ હિંગ નો ભુક્કો નાખી બરાબર મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ સવાર સાંજ ગરમ પાણી સાથે અડધી અડધી ચમચી લેવાથી ફાયદો થાય છે.

હિંગ ના નુકસાન

હિંગ એ સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરતી ઔષધી છે. પણ તમે ક્યારેય એમ વિચાર્યું છે કે તેનો ઉપયોગ વધારે કરવાથી તેની સાઈડ ઈફેક્ટ થઇ શકે છે.

સાચી અને અધુરી જાણકારી ને લીધે નુકસાન થઇ શકે છે. ચાલો જણાવીએ હિંગ ના અમુક નુકસાન વિષે.

હિંગ નું વધારે પડતું સેવન મોઢા માં સોજા થઇ શકવાનું કારણ બની શકે છે.

જો હિંગ નો ઉપયોગ વધારે પડતો થઇ ગયો હોય તો હોઠ પર સોજા આવી શકે છે.

હિંગ નું વધારે પડતું સેવન કરવાથી પેટ ની અથવા ઝાડા ની સમસ્યા વધી જાય છે.

ચહેરા પર હિંગ નો ઉપયોગ પુરેપુરી જાણકારી ના હોય તો કરવો નહિ. ચહેરા પર રેશીશ પડી શકે છે.

એવી જ રીતે જો તમે માથાના દુખાવા માટે કરતા હોવ તો પણ એજ ધ્યાન રાખવી જોઈએ કે વધારે ઉપયોગ ના થઇ જાય નહિતર મટવાને બદલે વધી જાય છે.

હાઈબ્લડ પ્રેશર અને લો બ્લડપ્રેશર વાળી વ્યક્તિઓએ પણ હિંગ ના વધારે સેવન થી દૂર રહેવું જોઈએ.

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ હિંગ ખાવાથી દૂર રહેવું જોઈએ, કારણકે લોહીના વિકાર સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

હિંગ ને સંબંધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

હિંગ ને અંગ્રેજી મા શું કહેવાય છે ? અથવા હિંગ in English

અંગ્રેજી મા હિંગ ને ASAFOETIDA કહેવામાં આવે છે

હિંગ નું સેવન કી રીતે કરવું જોઈએ ?

હિંગ ને ઉધરસ ના ઉપચાર માટે મુખ્ય માનવામાં આવે છે , મધ અને આડું ના રસ સાથે હિંગ મિલાવી ને ચાટવાથી ઉધરસ મા ફાયદો થાય છે વિવિધ સમસ્યા માટે અલગ અલગ રીત છે જે અમે તમને આ આર્ટીકલ ની અંદર જણાવેલ છે

હિંગ ના પાણી ના શું ફાયદા છે ?

ગરમ પાણી મા ચપટી એક હિંગ ઉમેરી તેનું સેવન કરવાથી સ્થૂળતા ,માથાનો દુખાવો જેવી વિવિધ સમસ્યા મા ફાયદો થાય છે.

હિંગ કેવી રીતે બને | હિંગ શેમાંથી બને | હિંગ બનાવવાની રીત

ઈરાન અને અફઘાનિસ્તાનમા હિંગ ના ઝાડ ઉગાડવામાં આવે છે ત્યાં હિંગ ના ઝાડ પર ચીરા પાડી જે રસ નીકળે છે તેની સુકવી ને હિંગ બનાવવામા આવે છે.

શું ઉધરસ માં બાળકને હિંગ આપી શકાય?

હા, આપી શકાય. એક ચપટી હિંગ ને ગરમ પાણીમાં નાખીને પીવડાવવાથી ઉધરસ માં ફાયદો થાય છે.

બાળકને ગેસ થયો હોય ત્યારે શું કરવું?

બાળકને ગેસ ની સમસ્યા થઇ હોય ત્યારે હિંગ ને થોડાક પાણીમાં મિલાવીને બાળકની ડુંટી માં ભરવાથી ગેસ છૂટો થઇ જાય છે.

ન્યુમોનિયામાં હિંગ નું સેવન કઈ રીતે કરવું?

હિંગ, મરી, તુલસીના પાન અને પીપળા ના પાન ને પીસીને મધ સાથે સેવન કરી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

આદુ ના ફાયદા | આદુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Aadu na Fayda in Gujarati | Ginger benefits in Gujarati

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na fayda | Ghee benefits in Gujarati

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપચાર | Ges Thavana karan | Ges na gharelu upay | Ges thay to su krvu | Ges na ilaj

ઉધરસ મટાડવા માટેના ઘરઘથ્થુ ઉપાય | Cough treatment in Gujarati | Cough home remedy in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement