આદુ ના ફાયદા | આદુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Aadu na Fayda

આદુ ના ફાયદા - આદુ નો ઉપયોગ - આદુ ખાવાના ફાયદા - aadu na fayda - Ginger Benefits in Gujarati - Aadu na Fayda in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર આપણે આદુ વિશે માહિતી મેળવીશું જેમાં આદુ ના ફાયદા, આદુ ખાવાના ફાયદા અને ૪૨ સમસ્યામાં ઘરેલું ઉપચારમા આદુ નો ઉપયોગ કરવાની રીત જણાવીશું, Aadu na Fayda in Gujarati, Ginger Benefits in Gujarati.

Table of contents

આદુ | Aadu

આદું પાણીવાળી અને રેતાળ જમીન માં થાય છે. ભારતભરમાં તેનું વાવેતર થાય છે. ગુજરાતના ખેડા જીલ્લામાં તેનું વાવેતર સારા પ્રમાણ માં થાય છે.

જમતા પહેલા શરૂઆતમાં આદુની કતરી ખાવાથી ભૂખ સારી ઉઘડે છે. રૂચી ઉત્ત્પન્ન થાય છે, ખોરાકનું પાચન થાય છે. કંઠ અને જીભ ની શુદ્ધિ થાય છે.

Advertisement

આયુર્વેદમાં આદુનું ખાસ મહત્વ છે. તેને ઘણી બધી આયુર્વેદિક દવાઓમાં વાપરવામાં આવે છે. આદુને સુકવણી કરવાથી સુંઠ મળે છે.

હૃદય અને કંઠ ના દર્દોમાં આદું ખુબ જ ગુણકારી છે. આતરડા માં જામેલા અમ કે મળને સાફ કરવામાં આદું નું સેવન કરાય છે. કફ નું શમન કરે છે.

આદુ ની અંદર એન્ટીઇન્ફ્લીમેન્ટરી, એન્ટીબેક્તેરીઅલ અને એન્ટીઓક્સીદ્ન્ત ગુણો ખુબજ પ્રમાણમાં હોય છે જે આપણી સામાન્ય સમસ્યા જેવી કેમાથાનો દુખાવો,સરદી ઉધરસ અને અપચા ની સમસ્યા માં આપણે ફાયદો કરે છે

તેમજ તેની અંદર વિટામીન એ, વિટામીન ઈ,આયર્ન, વિટામીન ડી અને કેલ્શિયમ ખુબજ પ્રમાણમાં હોય છે તો ચાલો જાણીએ આદુ ના ફાયદા ગુજરાતી માં, Ginger Benefits in Gujarati.

આમ આવા અનેક રોગો માદુનો ઉપયોગ પ્રાચીનકાળ થી થતો આવ્યો છે. એવા જ અનેક રોગોમાં ઉપયોગી એવ ઘરગથ્થું ઉપચારો આજના આ લેખ માં વાંચો

આદુ ના ફાયદા – Aadu na Fayda

આદુ ની અંદર એન્ટી બેક્તેરીઅલ અને એન્ટીઓક્સીદ્ન્ત ગુણ હોય છે જે ઘણીબધી બીમારીઓ થી બચવવા મા મદદ કરે છે તેમેજ વિટામિન્સ ભરપુર છે જે તમારા શરીર ને જરૂરી ઉર્જા પૂરી પાડે છે અને ઈમ્યુંની બુસ્ટર નું કામ કરે છે.

તમને જો ભૂખ નથી લાગતી તો આવા સમયે તમને ખુબજ ફાયદો કરે છે આદુ ને જીણું કાપી તેની અંદર થોડું ઉમેરી રોજ થોડું થોડું સેવન કરવાથી તમારું પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગશે.

જો તમને માઈગ્રેન ની સમસ્યા હોય તો તેમાં પણ આદુ નું સેવન કરવાથી ફાયદો થાય છે.( Aadu na Fayda in Gujarati )

જો તમને ડાયાબીટીસ ની સમસ્યા હોય તો આદુ નું સેવન કરવાથી ફાયદો રહે છે અને તમારી કીડની ને થતું નુકશાન ખુબજ ઓછુ થઇ જાય છે.

એક મીનેસ્તા યુનિવર્સીટી ના વિજ્ઞાનિક એ કરેલ શોધ મુજબ આદુ કોલેસ્ટ્રોલ કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.

આદુ ની અંદર રહેલ ગુણો તમને શરીર નો દુખાવો હોય તો તમે પણ રાહત આપે છે તે સાથે સાથે તમને સરદી ઉધારસ અને માથા ના દુખાવામાં માં પણ ફાયદો કરે છે.

જો તમને તમારી ત્વચા ને સારી કરવા ઈચ્છો છો તો રોજ સવારે ખાલી પેટે આદુ નો એક નાનકડો ટુકડો નવસેકા પાણી સાથે સેવન કરવું.

આદુ ના પાવડર નો ઉપયોગ ઓવેરિયન કેન્સર ના ઈલાજમાં કામ આવે છે તેની અંદર રહેલ તત્વો ઓવેરિયન કેન્સર ના સેલ ની સામે લડે છે.

જો તમને સ્થૂળતા થી છુટકારો મેળવવો છે તો તમને આદુ ની ચાય નું સેવન કરવું જોઈએ તે તેની અંદર ખુબજ સારો ફાયદો કરે છે તેની અંદર કૌરિટિસોલ નામનું તત્વ હોય છે જે પેટ ની ચરબી અને શરીર ની વધારી ચરબી ને ઓછુ કરવામાં મદદ કરે છે.

આદુ નું સેવન ક્ર્વારથી આપું હ્રદય સ્વસ્થ રહે છે તે આપણા શરીર ની અંદર કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે તેમજ બ્લડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આદુ ની અંદર જીંજરોલ નામનું તત્વ હોય છે જે માસપેસીઓ અને સાંધાના દુખાવા ઓછા કરે છે, જો સંધિવાની ની શરૂઆત જ હોય ત્યરે તે ખુબજ અસરકારક સાબિત થાય છે

જો શરીર પર સોજા હોય તો તમને તે વધુ સોજા હોય ત્યાં આદુ ના તેલ ની માલીશ કરવા થી ફાયદો થાય છે,Aadu na Fayda.

આદુ નો ઉપયોગ વિવિધ સમસ્યામાં ઘરેલું ઉપચાર તરીકે | Aadu na Fayda in Gujarat

એનીમિયા મા આદુ નો ઉપયોગ

લોહી ઓછું થવું, જેના કારણે ચહેરો ફિક્કો પડી જાય, આંખો લાલ થઇ જાય વગેરે જેવા લક્ષણો એનિમિયાના છે. એનીમીયામાં આદું નો ઉપચાર કરવો.

એક ચમચી આદુના રસમાં બે ચમચી ફાલસાનો રસ મિલાવી બે વાર સવાર સાંજ મહિના સુધી લેવાથી રોગ નિયંત્રણ માં આવી લોહી ની ખામી દૂર થાય છે.

ચાર ચમચી મૂળા ના રસ માં બે ચમચી દાડમ નો રસ અને એક ચમચી આદુનો રસ મિક્ષ કરી તેમાં માપસર મધ નાખીને સવાર સાંજ સેવન કરવાથી થોડાક જ અઠવાડિયામાં ફાયદો થાય છે.

ગાજર, પાલક અને ટામેટા આ ત્રણેય ની રસ અડધો અડધો કપ કાઢી તેમાં આદુનો રસ મિલાવી નિયમિત મહિનાઓ સુધી સેવન કરવાથી લોહીની કમી દૂર થઇ શરીરમાં હિમોગ્લોબીન વ્ધ્સેહે, ચહેરાની કાંતિ વધશે, અને ચહેરો ખીલી ઉઠશે.

કમળાના રોગમાં આદુ નો ઉપયોગ

આ લીવર્જ્ન્ય રોગ છે. તેમાં શરીર પીળું પડી જાય છે, અશક્ત બને છે, દુષિત હવા, પાણી અને મેલેરીયામાંથી, આ રોગ પ્રદીપ્ત થતો હોય છે એટલે સાવચેતીના પગલા રૂપે રોગની શરૂઆત પહેલા જ આદુનું સેવન નીચે જણાવ્યા પ્રમાણે કરવું હિતાવહ છે.

શેરડીના એક ગ્લાસ રસમાં બે ચમચી આદુનો રસ મેળવી દિવસમાં ત્રણ વાર એકવીસ દિવસ પીવો.

મૂળા નો રસ  અડધો કપ અને બે ચમચી આદુના રસ નું મિશ્રણ સાકર નાખીને પંદર દિવસ સુધી પીવાથી ફાયદો થશે. આ રસ સવાર સાંજ પીવો.

એલોરા, આદુનો રસ તથા મુડા ના પાન નો રસ સમાન ભાગે લઈને તેમાં સહેજ મીઠું નાખીને સવાર સાંજ પંદર દિવસ સુધી લેવાથી ફાયદો થાય છે.

એસીડીટીમાં આદુનો પ્રયોગ

આદુના રસમાં જેઠીમધ નું ચૂર્ણ મેળવીને સેવન કરવાથી કેટલાક દિવસના અંતે એસીડીટી મટે છે.

બે ચમચી આદુના રસમાં સફેદ જીરું, ધાણા પાંચ પાંચ ગ્રામની માત્રામાં મેળવી ખુબ વાટી તેની ચાર માત્રા તૈયાર કરો, સવાર સાંજ બે દિવસ લેવાથી ફાયદો થશે.

લીંડીપીપર નું ચૂર્ણ અડધી ચમચી લઇ તેમાં દસ ગ્રામ ખાંડ મેળવી બે ચમચી સુથનું ચૂર્ણ મીલાવવું, બરાબર પીસીને ગાળી લેવું. દરરોજ સવાર સાંજ ૩ ગ્રામ જેટલું લેવાથી અવશ્ય ફાયદો થશે.

આદુ ના ફાયદા પથરી મા

પથરીમાં એક ચમચી આદુનો રસ, ૨૫ ગ્રામ મૂળા ના પાન નો રસ અને ૧ ગ્રામ જવખાર મેળવી સવાર સાંજ આ મિશ્રણ નું સેવન કરવાથી થોડાક જ દિવસ માં પથરી તૂટીને પેશાબ માર્ગે બહાર નીકળી જાય છે.

એક ચમચી આદુના રસમાં ૨૦ ગ્રામ ડુંગળીનો રસ મેળવી તેમાં દળેલી ખાંડ મિલાવી આ રસ નું સેવન સવારે કરવું, જ્યાં સુધી પથરી બહાર નીકળી નાં જાય ત્યાં સુધી નિયમિત સેવન કરતા રહ્વું અવશ્ય ફાયદો થાય છે.

અતિસાર મા આદુ નો ઉપયોગ

મોસંબીના રસમાં સંચળ અને આદુનો રસ મેળવીને દર્દીને આપવાથી ફાયદો થાય છે, આદુના રસમાં ગંગાધર ચૂર્ણ મેળવીને આપવાથી પણ ફાયદો થાય છે.

આદુનો એક ગાઠીયો,એક રત્તી હિંગ, અડધી ચમચી ધાણા અને અડધી ચમચી સુંઠ આ બધાને પીસીને ચટણી જેવું બનાવવું. હવે આ ચટણી નું સેવન રોગીને કરાવવાથી ફાયદો થાય છે.

આદુ ખાવાના ફાયદા તે પેટના કૃમિ નો નાશ કરે છે

કપૂરી પાન નો રસ અડધી ચમચી અને આદુનો રસ અડધી ચમચી મેળવી બાળકને પીવડાવવો, મોટી ઉમર ના વ્યક્તિઓએ માત્ર ડબલ કરી ને લેવું.

એક ચમચી આદુના રસ માં કેરીની ગોટલીનું ચૂર્ણ મિલાવી ને આપવાથી પણ પેટના કૃમીઓ નાશ પામે છે.

નારંગીની સુકી છાલ ૧૦ ગ્રામ લઇ, તેમાં દસ ગ્રામ વાવડીંગ મેળવી ચૂર્ણ બનાવવું, એમાં બે ચમચી આદુનોરસ મેળવી તેમાંથી અડધી અડધી ચમચી સવાર સાંજ સેવન કરવાથી ફાયદો થાય છે તેને તમે તાજા દહીંમાં અથવા પાણી સાથે પણ લઇ શકો છો.

અર્શ-ગુદ્દા ના મસા મા આદુ નો ઉપયોગ

આદુનો ગાઠીયો, ચાર પાંચ કાળા મરી, અને બે ગ્રામ જીરું મેળવી, તેની ચટણી બનાવવી. એકાદ મહિનો સેવન કરવાથી લાભ થાય છે.

એક ગાથ આદું,એક ગાથ હળદર,બે અરીઠા ની છાલ આ બધા ને તવી પર ધીમા તાપે શેકીને પીસીને તે મિશ્રણને માખણ માં નાખીને મસા પર લગાવવાથી લાભ થાય છે.

આદુ ખાવાના ફાયદા સંગ્રહણી ની સમસ્યા મા

આંબળા ના બીજ કાઢી લઇ બે ત્રણ આંબળા ને પાણીમાં પલાળવા, નરમ પડે એટલે તેને પોસીને તેમાં બે ચમચી આદુનો રસ મિલાવી અડધી અડધી ચમચી રસ પાણી સાથે સવાર સાંજ લેવાથી ફાયદો થાય છે.

સુંઠ, મરી,પીપર પાંચ પાંચ ગ્રામ લઈને તેમાં ૧૦૦ ગ્રામ સંચાન અને ૫૦ ગ્રામ કલોજી જીરું મેળવીને ચૂર્ણ તૈયાર કરવું. આ અત્યંત લાભદાયી પાચન ચૂર્ણ છે. જમ્યા પછી તરત જ એક કપ જાડી છાશમાં નાખીને પીવું. આનાથી મદ બંધાઈને આવશે જેથી સંગ્રહણી દોષમાં લાભ થશે.

આદુ ના ફાયદા હેડકી, આફરો, ગેસ, વાયુ મા

આદુના રસમાં હિંગ મેળવી પેટ પર માલીશ કરવી તથા ડુંટી પર ભરવી.

એક ચમચી આદુના રસમાં અડધી ચમચી અજમો, એક ચપટી હિંગ, તથા અડધી ચમચી સાકર મેળવીને સેવન કરવાથી ફાયદો થાય છે.

નાની એલચીનું ચૂર્ણ ૪ ગ્રામ, ચપટી હિંગ, એક ચમચી આદુનો રસ, અને એક ચમચી લીંબુનો રસ મેળવી બધા ને ભેગું કરી પીસી પીવડાવવાથી ફાયદો થાય છે.

આદુના રસમાં હિંગ અને રાઈ વાટીને રોગીને પીવડાવવાથી તથા એરંડિયું ગરમ કરીને તેની પેટ પર માલીશ કરવાથી ફાયદો થાય છે.

લીવર વધવું

બે ગાઠીયા આદું, દાડમના પાન ૧૫ ગ્રામ, ચપટી નવસાર આ બધું મિક્ષ કરી ચટણી બનાવવી, આ ચટણી સવાર-સાંજ ખાવી, કેટલોક સમય આ રીતે કરવાથી લીવર નું વધવું અટકી જાય છે.

એક ચમચી આદુનો રસ તથા બે ચમચી કાચા પપૈયાનું દૂધ બન્ને ને મધમાં મિક્ષ કરીને નવશેકા પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.

આડું ના ફાયદા અરુચિ (ભૂખ ના લાગવી) ની સમસ્યા મા

એક ચમચી આદુના રસ માં અડધી ચમચી લીંબૂ નો રસ મેળવીને દરરોજ સવારે પીવાથી ફાયદો થાય છે.

અડધી ચમચી આદુનો રસ, ચપટી હિંગ, ત્રણ મરી, બે ચપટી પીપર નું ચૂર્ણ, આ બધું પીસીને ચટણી બનાવી સવાર-સાંજ ને સેવન કરવાથી લાભ થાય છે.

ઉલટી ની સમસ્યા મા આદુ નો ઉપયોગ

પાચન વિકાર ને કારણે ઉલટી થતી હોય તો એક ચમચી આદુના રસમાં એક ચમચી ઈનો મિલાવી પાણી સાથે આપવાથી ફાયદો થાય છે.

કફ ની ઉલ્ટીમાં એક ચમચી આદુના રસમાં એક ચમચી તુલસીનો રસ નાખી પીવાથી ફાયદો થાય છે.

કબજીયાત મા આદુ ના ફાયદા

એક ચમચી આદુના રસમાં એક ચમચી સંતરાનો રસ મેળવીને સેવન કરવાથી કબજીયાત માં લાભ થાય છે.

એક ચમચી આદુના રસમાં બે ચમચી અંજીરનો રસ અને ચપટી હિંગ મેળવીને પિવડાવો,

સવારમાં ઊઠીને દરરોજ બે પ્યાલા ઠંડું પાણી પીવાની ટેવ પાડો,

રાતે સૂતી વખતે આદુના રસમાં ચપટી હિમજી હરડેનું ચૂર્ણ મિલાવી ને તેનું સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

કાન પીડા

આદુની ગાંઠને બાળીને તલના તેલમાં મેળવોલ, કાનપટી ઉપર અને કાનના પાછળના ભાગમાં લગાવો.

આદુના રસને ગરમ કરી કાનમાં ટીપાં નાખવા, આદુ, તુલસીના રસનું મિશ્રણ કરી, કપૂર મેળવી કાનમાં ટીપાં નાખવાં, આદુનો રસ અને લીમડાના પાનનો રસ મેળવી સહેજ ગરમ કરી કાનાં ટીપાં નાખવાં.

કાનમાં તમરા બોલતાં હોય તો એક ચમચી સૂંઠમાં ગોળ મેળવીને ખાઓ.

આદુ નો ઉપયોગ નસકોરી ફૂટે ત્યારે

નસકોરી ફૂટે ત્યારે માથા ઉપર ભીનું કપડું રાખો, માથા પર ઠંડા પાણીની ધાર ધીમે ધીમે કરવી.

આદુ, લીમડાના પાન અને અજમો વાટીને નાકના નસકોરાં પર લેપ કરવો.

કાળી માટીમાં આદુનો રસ તથા પાણી નાખી તેની થેપલી માથા પર મૂકવી, નાકમાંથી લોહી પડતું બંધ થાય એટલે તેને કાઢી લઈ માથું ધોઈ નાખવુ.

ગળાના કાકડા ની સમસ્યા મા આદુ ના ફાયદા

એક ગ્લાસ પાણીમાં બે ચમચી અજમો તથા એક ગાંઠ આદુની પીસીને નાખવી. પાણીને ગરમ કરી ગાળી લઈ નવશેકા પાણીના કોગળા કરવાથી લાભ થાય છે.

અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી તુલસીનો રસ મધમાં મેળવી ચાટવાથી ફાયદો થાય છે.

ગળું સૂજી જાય તત્યારે આદુ નો ઉપયોગ

આદુના રસને પાણીમાં ગરમ કરી તે પાણીના કોગળા કરવા, ફુલાયેલી ફટકડી આદુના રસ અને મધમાં મેળવી ચાટવી. એક ચમચી આદુનો રસ, ચાર ટીપાં લીમડાના પાનનો રસ, ચાર ટીપાં લસણનો રસ, ત્રણેયને પાણીમાં મેળવી ઉકાળીને કોગળા કરવા.

મોઢાની દુર્ગંધ દુર કરવા

આદુની ગાંઠ અને સૂકા ધાણાને પાણીમાં ઉકાળી તે પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.

આદુના રસને ટામેટાના રસમાં મેળવી મોંમાં ચાંદા પર લગાવવો, વાટેલી સૂંઠને જીભ પર ભભરાવી લાળને વહી જવા દેવી ગરમી શાંત થઈ જશે.

દાંતનાં દર્દો અને પાયોરિયા મા આદુ નો ઉપયોગ

દાંતમાં કૃમિ થઈ ગયા હોય તો આદુના રસમાં ફટકડીનું ચૂર્ણ મેળવી પેઢા કે દાંત પર લગાવો.

દાંત કે દાઢમાં દર્દ થતું હોય તો આદુના રસમાં હિંગ મેળવીને રૂ વડે દર્દવાળા દાંત પર લગાવો.

આદુનો રસ, એરંડિયું અને કપૂર મેળવી પેઢા પર લગાવવાથી પાયોરિયા મટે છે.

આદુનો રસ, લવિંગ નું તેલ, જાયફળ નું તેલ આ ત્રણેય તેલ ને બરાબર મિક્ષ કરીને દાંત કે પેઠા પર લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.

આદુ ના ફાયદા ચામડી પરના ઢીમણા (નાના દાણા ) ની સમસ્યા મા

આદુના રસમાં મહેદીનાં પાન વાટીને ફોલ્લી કે ચકામા પર લગાવવાથી મટી જશે, આદુના રસમાં મુલતાની માટી ભેળવીને તેનો લેપ કરવો ખુબ જ ફાયદાકારક છે.

આદુના રસમાં પાણી અને સિંધવ મેળવીને લગાવવાથી પણ ફાયદો થાય છે.

નારંગીની છાલ સુકવીને તેનો ભુક્કો બનાવીને આદુના રસમાં મિલાવીને લગાવવો, આદુના રસમાં કારેલાનો રસ અને સિંધવ મેળવીને ચકામા પર લગાવવાથી ફાયદો થાય છે.

ખંજવાળ (ચળ, વલુર) મા આદુના ફાયદા અને ઉપયોગ

આદુના રસમાં લીંબુનો રસ બરાબર મેળવી, ચમેલીના તેલમાં ઘૂંટી ખુજલીવાળા ભાગ પર લગાવવાથી ખુજલી મટી જશે.

કોપરેલના તેલમાં સૂંઠને બરાબર વાટીને મેળવવી દિવસમાં ત્રણ-ચાર વાર ખુજલીવાળા ભાગમાં લગાવવી.

લીમડાના તેલમાં આદુનો રસ મેળવી વારંવાર લગાવવાથી અચૂક ફાયદો થાય છે.

લાલ ચકામા પડવા

દેશી ઘીમાં સૂંઠનું ચૂર્ણ મેળવીને ચકામા પર માલિસ કરવાથી લાભ થાય છે.

૧૦ ગ્રામ સરસીયું, ૧૦ ગ્રામ લીંબોડી નું તેલ અને સળગાવેલ આદું ની રાખ આ બધું બરાબર મિક્સ કરીને તેની માલીશ કરવાથી ફાયદો થાય છે.

કોપરેલમાં આદુનો રસ અને કપૂર મેળવીને માલિસ કરવાથી પણ ફાયદો મળે છે.

દાદર, ખરજવું, છાલા મા આદુ નો ઉપયોગ

એક ગાંઠ આદુની અને એક ગાંઠ હળદરની વાટીને પોટિસ બનાવી દર્દવાળા ભાગ પર લગાવવું ફાયદેમંદ છે.

આદુના અને કારેલાના રસનું બરાબર મિશ્રણ કરીને દર્દવાળા ભાગ પર લગાવવાથી ફાયદો થાય છે.

આદુના રસમાં કાચા પપૈયાનો રસ મેળવી બે સપ્તાહ માલિસ કરવાથી પણ રાહત મળે છે.

સ્નાયુની દુર્બળતા

પાંચ ગ્રામ પીપળાની છાલ, એક ગાંઠિયો આદુનો તથા બે પિસ્તા આ બધું ભેગું કરી વાટીને ચટણી બનાવી સવાર-સાંજ સેવન કરવાથી ફાયદો થાય છે.

મધમાં સૂંઠ અને જીરું મેળવીને ચાટણ તૈયાર કરી સવાર-સાંજ ચાટવું તથા એના પર સફરજનનો મુરબ્બો ખાવો.

એક ચમચી આદુનો રસ અને એક ચમચી ત્રિફળા ચૂર્ણ બંનેને મધમાં મેળવીને સેવન કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

ચક્કર આવવા

આદુનો રસ મધ સાથે સવાર-સાંજ લેવાણી આદત નાખી દેવી જોઈએ. કોપરેલમાં કપૂર મેળવી માથામાં લગાવવાથી રાહત મળે છે.

આદુની ગાંઠને અગ્નિ પર શેકી તેનું ચૂર્ણ તૈયાર કરવું. બે રતી ચૂર્ણ ઘી સાથે સેવન કરવું.

માથાનો દુઃખાવો

આદુના રસમાં લીંબુનાં પાનનો રસ મેળવી માથામાં લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

અડધી ચમચી આદુનો રસ, બે ગ્રામ પીપરનું ચૂર્ણ અને અધો ગ્રામ કપૂર બરાબર મિક્ષ કરીને સવાર સાંજ ચાટવાથી માથાના દુખાવામાં ઝડપ થી રાહત થાય છે.

પિત્તશૂળ

આદુનો રસ અને ઓલીવ ઓઈલ નો રસ દૂધમાં મિક્સ કરીને પીવાથી પિત્તશૂળ માં લાભ થાય છે. પાણીમાં માત્ર આદુનો રસ નાખીને વારંવાર પીવાથી પણ ફાયદો થાય છે.

એક ચમચી આદુનો રસ, અડધી ચમચી ખાવાનો સોડા, તથા બે ચમચી ગ્લીસરીન આ ત્રણેયને ગરમ પાણીમાં બરાબર મિક્ષ કરીને દર્દીને આપવાથી ફાયદો થાય છે.

બેચેની-ગભરામણ

અડધી ચમચી આદુના રસમાં એટલો જ દાડમનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી લાભ મળે છે..

આદુનો રસ અને ગુલાબજળને સરખા ભાગે મેળવી એકાદ ચમચી જેટલું આંગળી વડે ધીરે ધીરે ચાટવાથી રાહત મળે છે.

અડધી ચમચી આદુનો રસ, બે કાળા મરીનું ચૂર્ણ મધમાં મેળવી સેવન કરવાથી ફાયદો થાય છે.

અનિદ્રા

અડધી ચમચી આદુના રસમાં કાળા મરીનું ચૂર્ણ મેળવી સવારે અને સાંજે સૂતા પહેલાં સેવન કરવું. કાનની પટ્ટી પર આદુનો રસ ચોપડવો. સૂતા પહેલાં એક કલાક અગાઉ આ પ્રયોગ કરવો.

આદુના રસમાં કાળા મરીનું ચૂર્ણ મેળવી માથામાં માલિસ કરવી, થોડું ભાન આવે કે તરત જ આદુના રસમાં હિંગ અને મધ મેળવી દર્દીને આપવું.

આધાશીશી

અડધી ચમચી આદુના રસમાં લસણનો રસ દસ ટીપાં મેળવી માથાના જે ભાગમાં દર્દ હોય ત્યાં લગાવવાથી દર્દ શાંત થઈ જાય છે.

આદુના રસમાં બે કાળા મરી વાટીને દુઃખાવાથી વિરુદ્ધ ભાગમાં લેપ કરવાથી ફાયદો થાય છે.

કમરના દુઃખાવા મા આદુ નો ઉપયોગ

આદુનો અર્ક, ગુલાબ અને ચંદનનો ભૂકો મેળવીને ચાટણને સવાર સાંજ ચાટવું.

સરસિયાના તેલમાં આદુની ગાંઠના કકડા અને લસણની કળીઓ કકડાવીને તેલ ગાળી લેવું. તે તેલની માલિસ કમર ઉપર કરવાથી ખુબ જ રાહત મળે છે.

હેડકી આવવી

એકચમચી આદુના રસમાં લીંબુનો રસ પાણીમાં મેળવી પીવાથી હેડકી આવતી બંધ થઇ જાય છે.

બરફના પાણીમાં સૂંઠનું ચૂર્ણ મેળવીને પાવાથી હેડકી બંધ થઈ જશે.

આદુના રસમાં સોડા બાયકાર્બ અને સિંધવ મિલાવી તેનું સેવન કરવાથી પણ હેડકી બંધ થઇ જાય છે.

દમ રોગ

એક આદુની નાની ગાંઠ, એટલી જ હળદરની ગાંઠ, અજમો એક ચમચી, ચાર લવિંગ અને ૨૦ ગ્રામ આકડાની કૂંપળો લઈને બધું વાટીને ચટણી તૈયાર કરવી. તેમાં ૨૫ ગ્રામ જૂનો ગોળ મેળવવો. બરાબર મિક્ષ કરીને તૈયાર થયેલા માવાની ચણા જેવી ગોળીઓ બનાવવી.

આ ગોળીને સૂકવીને એક બોટલમાં ભરી રાખો. જરૂરિયાત પ્રમાણે દમના રોગીને ૨-૨ ગોળી નવશેકા પાણીમાં આપો.

અડધી ચમચી આદુનો રસ તથા દસ ટીપાં લસણનો રસ લઈ બંનેનું મિશ્રણ કરી મધમાં મેળવી થોડા દિવસ સેવન કરો.

એક ચમચી ડુંગળીનો રસ, અડધી ચમચી લસણનો રસ, થોડાંક તુલસીના પાન અને ગોળ નાખીને આ મિશ્રણની અડધો કપ ચા બનાવી લેવી, સવાર-સાંજ ભોજન પછી લેવી.

શરદી મા આડું ના ફાયદા અને ઘરેલું ઉપચાર

શરદીમાં નાક બંધ થઈ જાય ત્યારે આદુને કચડી તેમાં કપૂર મેળવી સુંધાડવાથી બંધ નાક ખૂલી જાય છે તેમજ નાકમાંથી પડતું શરદીનું પાણી બંધ થઇ જાય છે.

સાથે સાથે જાયફળને પાણીમાં ઘસીને કપાળ અને નાક પર લગાવવાથી રાહત થાય છે.

એક નાનો ટુકડો આદુનો, ચાર લવિંગ, પાંચ તુલસીના પાન, ત્રણ એલચી, બે કાળા મરી અને તજ આ બધું મિક્સ કરી પીસીને એક નાના ગ્લાસ પાણીમાં ઉકાળવું.જયારે પાણી અડધું બાકી રહે ત્યારે ગાળી ને આ પાણી પી જવુ શરદી માં આ ઉકાળો તરત જ અસર કરે છે.

પાંસળીઓમાં દુઃખાવો

સરસિયાના તેલમાં ટારપીનનું તેલ મેળવીને રાત્રે બે-બે પાંસળીઓ પર દુ:ખાવાવાળી જગા પર માલિસ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

પાંસળીઓ પર આદુનો રસ ગરમ કરી માલિસ કરવાથી રાહત મળે છે તથા આદુનો રસ, લવિંગનું ચૂર્ણ તથા જાયફળનું ચૂર્ણ બધું તૈયા અડધી ચમચી ચૂર્ણ સવાર- સાંજ લેવાથી પણ ફાયદો થાય છે.

સરસિયાના તેલમાં ત્રણ ટીપાં લસણના રસના અને સૂંઠનું ચૂર્ણ મેળવીને પાંસળીઓ પર લેપ કરવાથી ફાયદો થાય છે.

ઉધરસ પર આદું નો પ્રયોગ

એક ચમચી આદુનો રસ તથા બે ચમચી શુદ્ધ મધ મેળવીને ત્રણ સરખા ભાગ કરી સવાર-બપોર-સાંજ નિયમિત રીતે લેવાથી અચૂક ફાયદો કરે છે.

સૂંઠ, શતાવરી, સફેદ મૂસળી, અશ્વગંધા બધાને મિશ્રણ કરી ચૂર્ણ  તૈયાર કરવું. તેમાંથી અડધી ચમચી ચૂર્ણ મધ સાથે સેવન કરવું. વાટેલી સૂંઠ મધ સાથે દિવસમાં ચાર વાર ચાટો.

બી કાઢેલી કાળી દ્રાક્ષ ચાર નંગ, ચાર કાળા મરી તથા આદુંનો એક ઇંચ ટુકડો વાટી ચટણી કરવી, તેમાં મધ મેળવીને સેવન કરવાથી ઉધરસ મટી જાય છે.

અડધી ચમચી આદુનો રસ તથા કપૂરી પાનનો રસ લઈ તેમાં લવિંગ વાટીને બરાબર મેળવો અને પછી મધ સાથે સેવન કરવાથી ઉધરસ માં ઝલદી રાહત મળે છે.

સ્મરણશક્તિની ખામી

એક કપ ચુંકદરના(બીટ) રસમાં એક ચમચી આદુનો રસ મેળવી સેવન કરવાથી યાદશક્તિવધે છે.

એક કપ પાણીમાં આદુની ગાંઠ કચરીને થોડી અખરોટ મેળવો. ધીમા તાપે થોડીવાર પકવો, એક-બે ઊભરા આવ્યા પછી ઉતારી કપડાથી ગાળી આનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

અડધા લિટર દૂધમાં પાંચ પીપર નાખીને ઊકાળો, જ્યારે દૂધ સારી રીતે ઊકળીને ઠંડું થાય ત્યારે તેમાં એક ચમચી આદુનો રસ મેળવીને પીવાથી યાદશક્તિ તેજ બને છે.

એક ગાંઠ આદુ, પાંચ કાળા મરી, એક ચમચી દેશી ઘી, પાંચ ગ્રામ અખરોટનો ભૂકો અને બે બદામ બધાંને પાણીમાં પલાળી રાખો, કલાક પછી વાટીને ચટણી બનાવી એક કપ મીઠા દૂધમાં મેળવી પીવું,

આદુ અને કાળા મરીની ચટણી ખોરાક સાથે નિયમિત લેવાથી સ્મરણશક્તિ વધે છે.

લો બ્લડ પ્રેશર

આદુના રસમાં હિંગ મેળવી મધની સાથે સેવન કરો. આદુ, તુલસી અને લસણનો રસ અડધી ચમચી સમાન માત્રામાં લઈ મધમાં મેળવીને લેવાથી ફાયદાકારક છે.

સફરજનનો મુરબ્બો ખાઈને તેના ઉપર સૂંઠનું ચૂર્ણ મધ સાથે આપવાથી લો બ્લડ પ્રેશર માં ફાયદો થાય છે.

આદુ ના ફાયદા હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામા

એક ચમચી ડુંગળીનો રસ, એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધનું મિશ્રણ કરી સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર માં રાહત મળે છે.

તરબૂચના રસમાં આદુનો રસ મેળવી સેવન કરો.

આદુ, લસણ, ડુંગળીનો રસ સમાન માત્રામાં લઈ મધ મેળવીને લેવાથી સારો લાભ થાય છે.

પીઠના દુખાવામાં આદુનો ઉપયોગ

રાત્રે સુતા પહેલા આદુના રસમાં લસણ ના દસ ટીપાં મેળવીને મધ સાથે ચાટવાથી પીઠ નો દુખાવો હળવો થાય છે.

સરસીયા તેલમાં એક ગાંઠ હળદર, એક ગાંઠ આદું, અને એક કડી લસણ આં બધું કચરીને નાખો, પછી તેને ધીમા તાપે પકાવો, ઠંડુ થય એટલે બોટલ માં તેલ ને ભરી લો, આં તેલની માલીશ કરવાથી પીઠ ના દુખવામાં આરામ રહે છે.

જાયફળ ને આદુના રસમાં ચન્દન ની જેમ ઘસો અને તેને સરસિયાના તેલમાં મિલાવીને ગરમ કરીને માલીશ કરવાથી આરમ રહે છે.

વજન ઘટાડવામાં આદું

એક આદુની ગથમાં ચાર પાંચ પીપર મિલાવીને ચટણી જેવું તૈયાર કરો. અ ચટણી ને મધ લો. સતત બે મહિના સુધી નિયમિત આં ચટણી નું સેવન કરવાથી વજન ઘટાડવા માં મદદરૂપ થશે.

એક કપ ગરમ પાણીમાં એક ચપટી હિંગ, એક ચમચી લીંબૂ નો રસ, અને બે ચમચી આદુનો રસ મિલાવીને દરરોજ સુતા પહેલા સેવન કરવાથી ફાય્યદો થાય છે.

વજન ઘટાડવા એક ચમચી આદુનો રસ, દસ ટીપા તુલસીનો રસ અને એક ચમચી મધ મિલાવીને સવાર-સાંજ પીવાથી વજન ઉતરશે.

એક ચમચી ત્રિફળા ચૂર્ણ, બે મોટી એલચી તથા એક ગાઠીયો આદુની પેસ્ટ એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો, પાણી અડધું રહે ત્યારે ઉતારી ઠંડુ થયા બાદ ગાડીને પી જવું, વજન ઉતારવાનો આ ઉત્તમ પ્રયોગ છે.

ઘા (ઝખ્મ)

દેશી ઘીમાં હળદર અને સુંઠ નું ચૂર્ણ મેળવીને ઘા પર લગાવી પટ્ટો બાંધીને રાખવાથી ઘા રુઝાવામાં મદદ મળે છે.

આદુના પાંદ સાથે લીંબોળી પીસીને લેપ લગાવવાથી રાહત મળે છે.

એક ભાગ લીમડાના પાન નો રસ, બે ભાગ ડુંગળીનો રસ, ત્રણ ભાગ આદુનો રસ મિલાવીને રૂં વડે ઘા પર લગાવવાથી ઝડપી રાહત મળે છે.

આદુના રસ ના અમુક નુકસાનો

કુષ્ઠરોગી, રક્તપિત્ત, પાંડુરોગ અને ગરમ પ્રકૃતિ વારી વ્યક્તિએ આદુના રસ નું સેવન કરવું જોઈએ નહિ, કારણકે આવા સમયે સેવન કરવાથી પિત્ત વધે છે અને શરીર ને નુકસાન થઇ શકે છે.

આદુનો પાક બનાવવાની રીત

આદુને છોલી, સાફ કરીને ક્રશ કરી લો, પછી ગાયના ઘીમાં તેને શેકી લો પછી તેમાં આદું જેટલો જ ગોળ મિલાવી ધીમા તાપે પકાવો, પાક બરાબર થઇ જાય એટલે ઉતારી લો.

હવે તેમાં સુંઠ, જીરું, મરી, નાગકેસર,જાવીન્ત્રી, એલચી, તજ, પત્રજ, પીપર, કાળા જીરું, ઘાણા, પીપરીમૂળ અને વાવડીંગ નું ચૂર્ણ ૨૦-૨૦ ગ્રામ મિલાવીને સુખડીની જેમ જમાવી લો.

હવે તેમાંથી આશરે ૨૦-૨૦ ગ્રામ જેટલા કટકા કરી લો. દરરોજ સવારે એક ગ્રામ કટકો ખાવાથી શ્વાસ, કાંસ, યાદશક્તિ, નબળાઈ, ગળાના રોગ વગેરેમાં હિતકારી છે.

આદુનું શરબત બનાવવાની રીત

આદુના રસમાં તેના જેટલું જ પાણી અને સાકર પણ રસના વજન જેટલી જ મિલાવીને પકાવો, બધું જ પાણી બળી જાય અને સારી ચાસની તૈયાર થાય એટલે તેમાં કેસર, એલચી, જાયફળ, જાવીન્ત્રી, લવિંગ, વગેરેનું ચૂર્ણ ૫-૫ ગ્રામ મેળવીને બોટલમાં ભરી લો.

આ શરબત સવારે ૨૫ ગ્રામ પાણી સાથે અથવા એકલું લેવાથી પિત્ત, રક્તપિત્ત, શ્વાસ, મંદાગ્ની, અરુચિ અને ઉદરરોગોમાં લાભદાયી છે. આદુનું શરબત બાળકોને ઉધરસ થઇ હોય તો આપી શકાય છે. સારી અસર કરે છે. 

આદુની ચા બનાવવાની રીત

૧૦ ગ્રામ આદું લઇ તેના નાના નાના ટુકડા કરવા, એક કપ પાણીમાં તેને પકવવા, અડધો કપ પાણી રહે એટલે તેને ઉતારી ગાડીને તેમાં તેના જેટલું જ દૂધ, ચમચી ખાંડ અથવા ગોળ નાખીને હલાવીને ઠંડી થાય એટલે પી જવી. આ ચા કફ,ઉધરસ, શરદી, છાતીનો દુખાવો, કમરનો દુખાવો, માથાનો દુખાવો પણ મટાડે છે. તેના સેવન થી પરસેવો વળે છે. તેના સેવન થી શરીર ના સ્ત્રોતોને ખોલીને શરીર શુદ્ધિ અને રોગોને દૂર કરનારી આ ચા દીમેધીમે પીવાથી સ્વાદિષ્ટ લાગે છે.

આદુનું અથાણું બનાવવાની રીત

આદુને છોલી તેના નાના નાના ટુકડા કરો. તેમાં કીસમીસ,ધાણા, જીરું,એલચી, ફુદીનો, સીન્ડા નમક, અને મરી મિલાવીને પાણીમાં ડૂબી જાય તેટલું પાણી નાખીને માટીના વાસણમાં ભરી તેને લીંબુના રસમાં ડુબાડી દો. મતલબ કે બરણીમાં લીંબુનો રસ એટલો ભરો કે તે ડૂબી જાય. આ થયું આદુનું અથાણું.

આ અથાણું ખાવામાં સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે.તે પાચક, ભૂખ લગાડનાર, જઠરાગ્ની ને પ્રદીપ્ત કરનાર છે. ભોજન સાથે પ્રમાણસર તેનું નિત્ય સેવન કરવાથી અનેક રોગોમાંથી બચી શકાય છે.

આદુનો નાસ લેવાની રીત

આદુના સ્વરસમાં થોડોક સિંધા નમક અને ત્રિકુટ ચૂર્ણ મિલાવીને તેનો ધુમાડો લેવો, મોઢા અને નાક વાટે તેની વરાળ લેવી, આવું કરવાથી ગળા અને કંઠ નો કફ નીકળી જશે, વરાળ ને કારણે નાક, ફેફસાં, ગળું, વગેરેનો કફ ખેચાઈને નીકળી જશે. 

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર ના ફાયદા | Aamba Haldar na fayda in Gujarati

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત | dungri na ras no upyog | Onion juice benefits in Gujarati

જાંબુ ના ફાયદા | જાંબુ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત | Jambu na fayda | Jamun benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement