ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai banavani rit | dhaba style chai recipe In gujarati

ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત - dhaba style chai banavani rit - dhaba style chai recipe
Image credit – Youtube/Bhargain ka Chef
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube આજે આપણે સ્પેશિયલ ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત – dhaba style chai banavani rit  શીખીશું ચોમાસા માં કે શિયાળા માં ચા પીવાની કઈક અલગ જ મજા હોય છે ને ચા ના શોખીન તો ઉનાળા માં પણ ચા ને ના નથી પડતાં અને જો આ રીતથી બનાવેલ ચા એક વાર પીસો તો વારંવાર બનાવવી ને પીવા નું મન થશે અને હમેશા આ જ રીતે બનાવશો તો ચાલો જાણીએ dhaba style chai recipe In gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ઢાબા સ્ટાઈલ ચા બનાવવા જરૂરી સામગ્રી | dhaba style chai ingredients  

  • દૂધ 3 કપ
  • પાણી 1 કપ
  • ખાંડ 2 ચમચી
  • ચા ભૂકી 3 ચમચી
  • કાચી વરિયાળી ¼ ચમચી
  • એલચી 3-4 નંગ
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • તજ નો ટુકડો ½ ઇંચ

ઢાબા સ્ટાઈલ ચાય બનાવવાની રીત | dhaba style chai recipe In gujarati

સ્પેશિયલ ચા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક તપેલી મૂકી એમાં ત્રણ કપ દૂધ અને એક કપ પાણી નાખી ગરમ કરવા મૂકવું દૂધ ઉકળે ત્યાં સુધીમાં ખંડણી માં કાચી વરિયાળી અને એલચી નાખી ધાસ્તાથી ફૂટી લેવા અને ત્યારબાદ એમાં આદુ નો ટુકડો નાખી આદુ એલચી અને વરિયાળી ત્રણે ને એક સાથે ધસ્તાથી ફૂટી લ્યો

દૂધ ઊકળવા લાગે એટલે એમાં ફૂટી રાખેલ વરિયાળી, એલચી અને આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં ખાંડ નાખીને ફરી થી ઉકાળો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ચા ભુકી નાખી બરોબર મિક્સ કરી ને એક ઉભરો આવવા દયો

Advertisement

એક ઉભરો આવે એટલે ગેસ ને મિડીયમ ધીમો કરી નાખો ( દૂધ માં નાખેલ ભુકી થોડી ઉપર નીચે થાય એ રીત નો ગેસ ધીમો રાખવો) ને થોડી થોડી વારે હલાવતા રહો ચા ને ઉકાળો ચા છ સાત મિનિટ સુધી ઉકળે એ પછી એમાં તજ નો ટુકડો નાખી દેવો ને ફરી ચા ને ઉકળવા દયો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો

 ચા ને બરોબર ઉકાળી લેવી ને વચ્ચે વચ્ચે ચમચા થી હલાવી ને ચારે બાજુ ચોંટી ગયેલ ચા ભુકી ને ઉખાડી ને પછી ચા માં નાખી દેવી ચા દસ બાર મિનિટ સુધી ઉકડાઈ લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો સ્પેશિયલ ચા.

dhaba style chai banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati

લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત | dungri lasan vagar ni pav bhaji banavani rit

ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit

ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાની રીત | cheese chilli toast banavani rit | cheese chilli toast recipe in gujarati

મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement