જન્માષ્ટમી સ્પેશ્યલ પંજરી બનાવવાની રીત | Panjiri recipe in Gujarati

જન્માષ્ટમી સ્પેશ્યલ પંજરી - Panjari Prasad - panjiri recipe in Gujarati - પંજરી બનાવવાની રીત
Image - youtube - FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો જન્માષ્ટમી આવી રહી છે તો આજે આપણે બનાવીશું Yummy જન્માષ્ટમી સ્પેશ્યલ પંજરી ,પંજરી બનાવવાની રીત જે ખુબજ સરળ છે અને દરેક ને પસંદ આવશે , Panjiri recipe in Gujarati.

Panjiri recipe in Gujarati

પંજરી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ૧૦૦ ગ્રામ આખા ધાણા
  • ૨૦૦ ગ્રામ સાકર નો ભૂકો
  • ૫૦ ગ્રામ અખરોટ
  • ૫૦ ગ્રામ કાજુ
  • ૫૦ ગ્રામ બદામ
  • ૧૫ ગ્રામ પિસ્તા
  • ૨ ચમચી ઘી
  • ૧૦ ગ્રામ મગતરી ના બીજ
  • ૧૦ ગ્રામ ચારવડી
  • ૫૦ ગ્રામ સુકેલ નારિયેળ
  • ૧ ચમચી એલચી નો ભૂકો

પંજરી બનાવવાની રીત

જન્માષ્ટમી સ્પેશ્યલ પંજરી બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આખા ધાણા નાખો ત્યારબાદ થોડા કાજુ બદામ ને પિસ્તા ને ગાર્નિશ માટે કાઢી બીજા કાળજુ ,બદામ, પિસ્તા, ચાર્વડી, મગજતરી ના બીજ નાખી ધીમા તાપે શેકો બધું મિશ્રણ  શેકાવા આવે એટલે તેમાં  સૂકા નાળિયેરનો ભૂકો નાખી બેથી ત્રણ મિનિટ શેકી આ મિશ્રણને ઠંડુ કરવા એક અલગ વાસણમાં કાઢી સાઇટ પર મૂકી દેવું.

જન્માષ્ટમી સ્પેશ્યલ પંજરી
youtube – FOOD COUTURE by Chetna Patel

હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં ઝીણું પીસી લઈ વાસણમાં કાઢી તેમાં સાકરનો ભૂકો એલચીનો ભૂકો નાખી હાથ વડે બરાબર મિક્સ કરી પંજરી તૈયાર કરી લો ,

Advertisement

તૈયાર પંજરી થોડા કાજુ, બદામ, પિસ્તા ના કટકા છાંટી ગાર્નિશ કરી જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરી પંજરી ની પ્રસાદીનો આનંદ માણો, Panjiri recipe in Gujarati. 

Panjiri recipe – પંજરી રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફક્ત ૨૦ મીનીટમાં બની જશે આ એકદમ સોફ્ટ ફરાળી ઢોકરા

વ્રતમાં, પ્રસાદી સ્વરૂપે ઘરે બનાવો સ્વાદિષ્ટ ફરાળી નારીયલ ના લાડવા

વ્રત માં ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણા ની ખીર

ફરાળી શક્કરિયા નો હલવો

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement