મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત | Mula dungri nu kachumber banavani rit

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત - Mula dungri nu kachumber banavani rit
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત – Mula dungri nu kachumber banavani rit શીખીશું. કચુંબર તો બધા ખાતા હોય છે, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe,  અલગ અલગ શાકભાજી કે અલગ અલગ ફ્રુટ માંથી આપણે કચુંબર બનાવી ખાતા હોઈએ છીએ પણ આજ આપણે શિયાળા માં મળતા મૂળા માંથી અને એના પાંદડા સાથે ડુંગળી ને મિક્સ કરી એક કચુંબર બનાવશું જે ખાવા માં એક નવો સ્વાદ લઈ આવે છે પણ બને ત્યાં સુધી મૂળા ને સવાર ના અથવા બપોર ના ભોજન માં જ ખાવો રાત્રિ ના ભોજન સાથે ના ખાવો એટલે આ કચુંબર બપોર ના ભોજન સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ મૂળા ડુંગળી નું કચુંબર બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી ડુંગળી / ડુંગળી 1
  • મૂળા 1-2
  • સંચળ સ્વાદ મુજબ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવા સૌપ્રથમ મૂળા ને પાંદડા અલગ અલગ કરી ધોઇ લ્યો અને મૂળા ને છોલી લ્યો અને કાચા કાચા પાંદડા અલગ કરી લ્યો,

જો લીલી ડુંગળી લીધી હોય તો એને પણ છોલી સાફ કરી એના પણ પાંદડા અલગ કરી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને સુધારી લ્યો

Advertisement

હવે મૂળા ને છીણી વડે છીણી લ્યો અને પાંદડા ને ચાકુ થી સુધારી લ્યો અને ડુંગળી ને છોલી ને અને એના બે ભાગ કરી લાંબી લાંબી સુધારો લ્યો,

 ( જો લીલી ડુંગળી લીધી હોય તો એનો સફેદ ભાગ અલગ કરી એના બે ભાગ કરી લાંબી લાંબી સુધારી લ્યો ને એક બે કાચા કાચા પાંદડા ને પણ સુધારી લ્યો) અને લીલા મરચા સુધારી નાખો

હવે એક વાસણમાં છીણેલા મૂળા, સુધારેલ મૂળા ના પાંદડા, લાંબી સુધારેલ ડુંગળી (પાંદડા હોય તો એ ) નાખો સાથે લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, સ્વાદ મુજબ સંચળ, ચાર્ટ મસાલો, લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બપોરના ભોજન સાથે સર્વ કરો મૂળા ડુંગળી નું કચુંબર

Mula dungri nu kachumber banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધીના ઢોસા બનાવવાની રીત સાથે ચટણી | dudhi na dosa banavani rit | dudhi dosa recipe in gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

બીટ નો હલવો બનાવવાની રીત | Beet no halvo banavani rit |Beet no halvo banavani recipe | Beet no halvo recipe in gujarati

પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad banavani rit | pan kobi salad recipe in gujarati

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement