દૂધીના ઢોસા બનાવવાની રીત સાથે ચટણી | dudhi na dosa banavani rit

દૂધીના ઢોસા બનાવવાની રીત - dudhi na dosa banavani rit
Image credit – Youtube/Ray Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ray Kitchen YouTube channel on YouTube આજે આપણે દૂધીના ઢોસા બનાવવાની રીત સાથે લાલ ચટણી બનાવવાની રીત શીખીશું. આજ કાલ સવાર ના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં હેલ્થી શું નાસ્તો બનાવવો એવી ચિંતા દરેક રસોઈ કરતા વ્યક્તિ ને થતી હોય છે તો આજ આપણે એવોજ એક હેલ્થી નાસ્તો dudhi na dosa banavani rit અને ચટણી બનાવવાની રીત શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

દૂધીના ઢોસા બનાવવાની સામગ્રી | dudhi na dhosa banava jaruri samgri

  • ચોખાનો લોટ 1 કપ
  • સોજી ½ કપ
  • પીસેલી દૂધી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી 3 ⅓ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • ચટણી બનાવવા માટેની સામગ્રી
  • સૂકા લાલ મરચા 3-4
  • ડુંગરી 1 નાની
  • ટમેટો 1
  • લસણ ની કણીઓ 6-7
  • લીલું નારિયેળ છીણેલું 1 કપ
  • સૂકા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • મીઠા લીમડાના પાન 5-6
  • મીઠું સ્વાદ મુજબ
  • ચટણી ના વઘાર માટેની સામગ્રી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-6

લાલ ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ધાણા નાખી શેકો હવે એમાં લસણની કણી ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો

હવે એમાં સૂકા લાલ મરચા ને છીણેલું નારિયળ નાખી ત્રણ ચાર મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી ને ટમેટા નાખી ચાર પાંચ મિનિટ ચડાવો ને સ્વાદ મુજબ મીઠું નાખો ને ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો

Advertisement

મિકસર જાર માં તૈયાર મિશ્રણ નાખો ને પીસો જરૂર લાગે તો પા કપ જેટલું પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લો

ચટણી ના વઘાર માટેની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી તતડાવો ને એમાં હિંગ ને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘાર ને ચટણી પર નાખો ને મિક્સ કરો તૈયાર છે ચટણી.

દૂધીના ઢોસા બનાવવાની રીત | dudhi na dosa banavani rit

દૂધીના ઢોસા બનાવવા સૌપ્રથમ દ્દુધી ને છોલી ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લેવી

હવે એક મોટા વાસણમાં ચોખાનો લોટ ચારી ને લ્યો એમાં સોજી નાખો ત્યાર બાદ એમાં પીસેલી દુધી ની પેસ્ટ નાખો

ત્યારબાદ એમાં સુધારેલા લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, જીરું, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જાઓ ને હલાવતા જાઓ એ વાત નું ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે આશરે સાડા ત્રણ થી પોણા ચાર કપ પાણી નાખી પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ ઢાંકી ને મૂકો

પંદર મિનિટ પછી મિશ્રણ ને ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરો તવી બરોબર ગરમ થાય એટલે તેલ થી ગ્રીસ કરો ને એના પર તૈયાર મિશ્રણ ને કડછી વડે પાતળું રેડો

હવે ગેસ ને મિડીયમ તાપ કરી ઢોસા ને નીચે ની બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ઉપર ની બાજુ તેલ થી ગ્રીસ કરો ને બીજી બાજુ પણ એક મિનિટ ચડાવો આમ બધા ઢોસા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચટણી સાથે પીરસો તો તૈયાર છે દૂધીના ઢોસા અને ચટણી

દુધી ના ઢોસા બનાવવાની રીત | dudhi na dhosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit| ginger garlic past recipe in gujarati

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati

ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

 

Advertisement