દમવેલ ના ફાયદા અને દમવેલ નો ઉપયોગ | damvel na fayda | damvel no upyog

દમવેલ નો ઉપયોગ - દમવેલ ના ફાયદા - damvel na fayda - damvel no upyog in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ દમવેલ વિશે જેમાં દમવેલ ના ફાયદા એ દમવેલ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કરવાની રીત જણાવીશું તો ચાલો જાણીએ દમવેલ વિશે માહિતી, damvel na fayda, damvel no upyog in gujarati, tylophora indica details in gujarati

 દમવેલ | Damvel | tylophora indica

પોતાના ઔષધીય ગુણોને કારણે ઘણા દશકાઓથી અનેક ઉપચારો માટે વાપરવામાં આવતી ઔષધી છે દમવેલ. તે એક એવું છોડ છે જેનું અંગ્રેજી નામ ટાઈલોફોરા ઈન્ડીકા છે. મુખ્ય રીતે દમવેલ નો ઉપયોગ કફ, અસ્થમા, શરદી, ઉધરસ વગેરેમાં કરવામાં આવે છે. દમવેલ માં એવા અનેક પોષકતત્વો છે જે આપના સ્વાસ્થ્યને સુધારવા દવા તરીકે કામ આવે છે.

આ એક સદાબહાર ચડતી વેલ છે. તેની વેળા ૧.૫ મીટર ઊંચા હોય છે. તેના પાંદડા ઈંડા આકારના હોય છે. જે ૩-૧૦ સેમી લાંબા અને ૧.૫-૭ સેમી પહોળા હોય છે. તેનું થડ અતિશય ચીકણું હોય છે. જે લાંબા સમય સુધી ટકે છે. તેના ફૂલ છત્રી જેવા અને નાના નાના હોય છે. તેમાં લગતા ફળ ૭ સેમી જેટલા લાંબા થાય છે.

Advertisement

ચાલો જાણીએ આવા અદભૂત ઔષધીય છોડ ના લાભાલાભ વિષે.

દમવેલ નો ઉપયોગ અલગ અલગ પ્રકારની બીમારીઓ દુર કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને તેના નામ પ્રમાણે જ શ્વાસ ના રોગોમાં કરવામાં આવે છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે, તેને સાફ રાખવા માટે દમવેલનો ઉપયોગ થાય છે.

દમવેલ નો ઉપયોગ અસ્થમા ના ઈલાઝ્માં | Damvel no upyog asthma ma:-

આજના પ્રદુષણભર્યા વાતાવરણમાં શ્વાસ ના દર્દીઓની સમસ્યાઓ વધતી જ જાય છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. એવામાં દમ્વેલનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. નીચે પ્રમાણેના ઉપાયો કરીને શ્વાસ ની બીમારીમાંથી કાયમ માટે છુત્કારોમેડવી શકો છો.

દમવેલ ના પાંદડાને એક અઠવાડિયા સુધી ચાવવાથી અસ્થમામાં રાહત મળે છે.

દમવેલ ના ૨-૩ પાંદડા લઈને તેને કાળા મરી સાથે મિક્સ કરીને નાની નાની ગોળીઓ નવી લઈને દરરોજ સવાર-સાંજ નવશેકા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

સુકી ઉધરસ માં દમવેલ નો ઉપયોગ | Damvel  no upyog suki udharas ma :-

સુકી ઉધરસ કે જે જીવાણુઓના સંક્રમણ ને લીધે થતી હોય છે, સુકી ઉધરસ ઘણા દિવસો સુધી મટતી નથી. દમ્વેલ નો ઉપયોગ કરીને તેમાંથી છુટકારો મેળવી શકાય છે.

દમવેલ ના થડનું ૨૫૦મિગ્રા ચૂર્ણ ને ૧ ગ્રામ મુલેઠીના ચૂર્ણ સાથે મિલાવીને તેને મધ સાથે ચાટવાથી અમુક જ દિવસોમાં આરામ મળી રહે છે.

આમ તો ઉધરસ થયાના શરૂઆત ના તબ્બકામાં જ દમવેલ નો ઉપયોગ શરુ કરી દેવામાં આવે તો ઉધાર્સ્વ્ધતિ નથી ઉધરસ થયાના શરૂઆત ના તબ્બકામાં દમવેલ ના થડ/મુળિયા નું ચૂર્ણ નું સેવન કરવાનું ચાલુ કરી દેવું.

દમવેલના ૧ગ્રામ પંચાંગના ચૂર્ણને ૨૫૦ગ્રામ કાળા મરી સાથે મિલાવીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને મધ સાથે લેવાથી ખુબ જ રાહત મળે છે.

દમવેલ ના ફાયદા તે શ્વાસનળી નો સોજો દુર કરવામાં મદદરૂપ છે | Damvel na fayda te swasnadi no sojo dur kre che :-

જે શ્વાસનળી માં સોજો આવી ગયો છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો દમવેલ તેના ઇલાઝ માટે એક અકસીર ઔષધી છે.

દમવેલ ના પાંદડા અને તેના મુળિયા નો ઉકાળો બનાવીને તેને ૧૦-૧૫ એમએલ ની માત્રામાં પીવાથી ફાયદો થાય છે. પરંતુ ધય્ન રાખવું કે જો સમસ્યા ખુબ જ વધી ગઈ છે તો આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લઈને પછી જ ઉપયોગ કરવો હિતાવહ રહેશે.

માથાના દુખાવામાં દમવેલ નો ઉપયોગ | Mathana dukhavama Damvel no upyog :-

ભાગદોડ ભરેલી જીવનશૈલી માં અને ઓફીસ ના તણાવ ભર્યા કામ કાજ થી ઘણીવાર માથું દુખી આવતું હોય છે. તેવામાં કોઈ એલોપેથી દવા લેવા કરતા આયુર્વેદિક દવાઈ કરવી ખુબ જ ફાયદેમંદ રહે છે, દમવેલ તેમાંથી એક છે.

દમવેલ ના મુળિયા ને પીસીને તેને કપાળમાં લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

દમવેલ ના ફાયદા તે ઝાડા રોકવામાં મદદરૂપ છે | Damvel na fayda te zada rokvama mddrup che:-

દમવેલના પાંદડા અને તેના ઝડનો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે. ઉકાળો ના બનાવવો હોય તો તેના ૨-૩ પાંદડાનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.

દમવેલ ના ફાયદા તે પાચનતંત્ર મજબુત બનાવે છે | Damvel na fayda te pachantantra:-

પાચનતંત્ર સારું રાખવા માટે દમવેલના પાંદડા નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. દમવેલના સુકા પાંદડાનો ઉપયોગ એટલેકે સેવન કરવાથી પેટમાં રહેલા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. દમવેલ ના મૂળ ને ખાવાથી પણ પાચનતંત્રને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે દમવેલ :-

Damvel – દમવેલ એનર્જી વધારવા માટેનું એક ઉત્તમ ઔષધ છે. instant એનર્જી મેળવવા માટે દમવેલ ને એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેના પાંદડા નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. સવારે તેના પાંદડાની ચાય બનાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

દમવેલ નું સેવન કરવાના અમુક નુકસાનો :-

દમવેલ સ્વાદમાં હૂબ જ કડવું હોય છે જેથી તેનું સેવન કરવાથી ઉલટી થઇ શકે છે.

જો દમવેલ ની વધારે જાણકારી નથી તો ઉપયોગ કરવો નહિ.

વધારે પડતો ઉપયોગ સ્કીન ની એલર્જી ની સમસ્યા પેદા કરી શકે છે.

દમવેલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

દમવેલ ને અંગ્રેજી માં શું કહેવાય ?

દમવેલને અંગ્રેજીમાં emetic swallow wort કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ tylophora indica છે.

અસ્થમા માં દમવેલ નો ઉપયોગ કેવી રીતે કરવો?

દમવેલના પાંદડા અને કાળા મરી લઈને તેની નાની નાની ગોળી બનાવીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

દમવેલ નો ઉપયોગ કેવી રીતે કરવો ?

દમવેલનો ઉકાળો ૧૦-૧૫ મિલી ની માત્રામાં અને તેના મુળિયા ના ચૂર્ણને ૨૦૦-૨૫૦ મિગ્રા ની માત્રામાં ઉપયોગ કરી શકાય છે.

દમવેલ કયા વિસ્તાર માં મળી રહે છે?

દમવેલ સમગ્ર ભારત માં અને ખાસ કરીને આસામ, બંગાળ,ઓડીસા અને દક્ષિણ ભારતમાં મળી રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

સીતોપલાદી ચૂર્ણ ના ફાયદા | સીતોપલાદી ચૂર્ણ નો ઉપયોગ | sitopaladi churna na fayda | upyog gujarati ma

સુંઠ નું સેવન કરવાના ફાયદાઓ | સુંઠ ના ફાયદા | Sunth na Fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement