ચાલવાના ફાયદા | સવારે ચાલવાના ફાયદા | savare chalva na fayda

ચાલવાના ફાયદા - સવારે ચાલવાના ફાયદા - chalva na fayda - savare chalva na fayda
Advertisement

સવારે ચાલવાના ફાયદાઓ અનેક છે, કારણકે સવારે પ્રદુષણનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. સવારે ઓક્સીજન પણ ખુબ સારું હોય છે. આખા દિવસનું શુધ્ધ ઓક્સીજન સવારના સમયે મળી રહે છે માટે જ મોર્નિંગ વોક સેહત માટે ખુબ જ ફાયદાકારક છે. અને હવે તો શિયાળો આવી ગયો એટલે સવાર સવારમાં ચાલવા જવું દરેક વ્યક્તિ પસંદ આવે છે.તો ચાલો આજે જાણીએ સવારે ચાલવાના ફાયદા – savare chalva na fayda વિશે.

સવારે ચાલવાના અનેક ફાયદાઓ છે જેમકે, હૃદય સ્વસ્થ રહે છે, ફેફસાં મજબુત બને છે, બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રહે છે, શરીર માં સારા કોલેસ્ટ્રોલ ની માત્રા વધે છે, ઘુટણ ના દુખાવામાં રાહત મળે છે, વજન ઘટે છે, યાદશક્તિ વધે છે, જેવા અનેકાનેક ફાયદાઓ થાય છે.

તો ચાલો જાણીએ કઈ કઈ બીમારીમાં ચાલવું ફાયદાકારક સાબિત થાય છે.  

Advertisement

સવારે ચાલવાના ફાયદા હૃદયનો હુમલો આવવાવની શક્યતા ઘટે છે | savare chalva na fayda haraday no humlo avani sakyata ghate che :-

નિયમિત રીતે સવારે ચાલવાથી હૃદય ને લગતી સમસ્યાઓ ઓછી થઇ જાય છે. કહેવાય છે કે હૃદયરોગીઓએ દરરોજ વહેલી સવારે ચાલવાથી ખુબ જ ફાયદો થાય છે. હૃદય રોગ નો હુમલો આવવો, હાર્ટ એટેક આવી સમસ્યાઓ ને ઘટાડવા માટે ડોક્ટર્સ ચાલવાની સલાહ આપતા હોય છે.

સવારે ચાલવાના ફાયદા ફેફસાને અને હૃદય ને મજબુત બને છે | savare chalva na fayda hraday majbut bane che :-

જો તમે નિયમિત રીતે ચાલવાની ટેવ છે તો તમારૂ હૃદય અને ફેફસાં ખુબ જ મજબુત બની જાય છે અને તેની પ્રતિરોધક શક્તિ વધી જાય છે અને તમે જયારે એકસરસાઈઝ કે વ્યાયામ કરો છો ત્યારે તે થાકતા નથી.

સવારે ચાલવાના ફાયદા બ્લડ પ્રેશર કન્ટ્રોલ માં રહે છે | savare chalva na fayda blood presser control ma rhe che :-

આજના જમાના માં નાની ઉમર ના વ્યક્તિઓને પણ બ્લડ પ્રેશર ની બીમારી થઇ જતી હોય છે. આવી વ્યક્તિઓ માટે વહેલી સવાર ની વોક સંજીવની બુટી સમાન કા કરે છે. કોઈ પણ પ્રકારનું બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા માટે મોર્નિંગ વોક ખુબ જ સહાયક સાબિત થાય છે. નિયમિત રીતે ચાલવાથી બ્લડ પ્રેશર ક્યારેય વધતું જ નથી.

ચાલવાના ફાયદા વજન ઘટાડી શકાય છે | chalva na fayda vajan ghatadi shakay che :-

વધી ગયેલા વજન ને ઓછું કરવામાં ચાલવાથી મોટી દવા કઈ હોઈ શકે. નિયમિત રીતે અમુક કિલોમીટર ચાલવાથી જીમ ના રૂપિયા બચાવી શકાય છે તમને જીમ જવાની જરૂર પડતી નથી. જે લોકો high intensity workout નથી કરી શકતા અને જે લોકો ડાયટ ફોલોવ નથી કરી શકતા તેમના માટે મોર્નિંગ વોકથી બહેતર બીજું કઈ જ નથી. અને જો તમે ડાયટ પર છો તો તમારે દરરોજ નિયમિત ૪૦ મિનીટ મોર્નિંગ વોક કરવાથી ઝડપ થી વજન ઓછું કરી શકશો.

સવારે ચાલવાના ફાયદા આંખો માટે ફાયદેમંદ | savare chalva na fayda aankho mate :-

વહેલી સવારે ચાલવાથી આંખોની રોશનીમાં વૃદ્ધિ થાય છે. અને કહેવાય છે કે વહેલી સવારે લીલા ઘાસ પર ચાલવાથી આંખો ને લગતી દરેક સમસ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે. જો તમને ચશ્માં ના નંબર છે તો સવારે લીલા ઘાસ પર ઝાકળ ના ટીપા પડેલા હોય છે તેના પર ચાલવાથી ઘણો ફાયદો થાય છે.

ચાલવાના ફાયદા યાદશક્તિ વધે છે | chalva na fayda yad shakti vadhe che :-

જો આપણું શરીર સ્વસ્થ છે તો તેમાં આપણી યાદશક્તિ નું પણ યોગદાન છે. સવારે ચાલવાથી આપણી યાદશક્તિ પર ઘણી જ અસર થાય છે.

ચાલવાના ફાયદા હાડકા મજબુત બને છે | chalva na fayda hadka majbut bane che:-

નિયમિત રીતે સવારે ચાલવાથી આપણા હાડકા પણ મજબુત બને છે. તેના માટે નાં તો તમને કોઈ ટ્રેનર ની જરૂર પડે કે નાં તો કોઈ વ્યાયામ ના સાધનોની. ફક્ત ચાલવાથી જ તમને ઘણો ફાયદો મળી જાય છે.

ચાલવું એ ગર્ભવતી મહિલાઓ માટે સૌથી સારી કસરત :-

ગર્ભવતી સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત વ્યાયામ હોય તો તે છે ચાલવું, અને તે પણ જો વહેલી સવારે હોય તો ખુબ જ માતા અને બાળક બન્ને માટે ખુબ જ સારું માનવામાં આવે છે. કારણકે તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું અને કોઈપણ પરેહ્સની નો સમાનો નથી કરવો પડતો.

ડીપ્રેશન નો ઉત્તમ ઇલાઝ મોર્નિંગ વોક :-

દરરોજ નિયમિત રીતે વહેલી સવારે ૪૫ મિનીટ ચાલવાથી ડીપ્રેશન જેવી ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. વધતી ઉમર સાથે યાદશક્તિ પણ ઓછી થતી જાય છે, પણ જે વ્યક્તિઓ નિયમિત રીતે વહેલી સવારે ચાલવા જાય છે તેમને યાદશક્તિ ઓછી થવાની સમભાવના ઘટી જાય છે.

ચાલવાના ફાયદા પગની માંસપેશીઓ ને આરામ મળે છે :-

વધેલા વજન ને કરને અથવા તો અન્ય કારણોસર પગની નસો ખેચાતી હોય છે કે દુખતી હોય છે જેના કારણે તમે કસરત કે વ્યાયામ નથી કરી શકતા તો તેમના માટે મોર્નિંગ વોક એક ઉત્તમ વ્યાયામ છે. ચાલવાથી પગની નસો ની માંસપેશીઓને આરામ મળે છે.

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર ની સંભાવના ઓછી થઇ જાય છે :-

જે મહિલાઓ નિયમિત દરરોજ સવારે ૪૦-૪૫ મિનીટ ચાલવા અજય છે તેમણે બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના લગભગ ૫૦% ઓછી થાય છે.

સવારે ચાલવાના ફાયદા રોગપ્રતિકારક શક્તિ વધે છે :-

આજકાલ રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાની શિકાયત ઘણા બધા ને સતાવે છે, જે લોકો નિયમિત રીતે મોર્નિંગ વોક પર જતા હોય છે તેઓની રોગપ્રતિકારક શક્તિ અન્ય વ્યક્તિઓ કરતા વધારે હોય છે. માટે જો તમારે ઈમ્યુન સિસ્ટમ તેજ કરવી છે તો મોર્નિંગ વોક કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. નિયમિત ૪૦ મિનીટ તો અચૂક ચાલવું જ જોઈએ. મોર્નિંગ વોકથી ઈમ્યુન સિસ્ટમ તો તેજ બને જ છે સાથે સાથે અનેક બીમારીઓ થી પણ છુટકારો મળી જાય છે.

બ્રેઈન સ્ટ્રોક ની સંભાવના ઘટી જાય છે :-

દરરોજ વહેલી સવારે ચાલવાથી બ્રેઈન સ્ટ્રોક ની સંભાવનાને મહદઅંશે ઘટાડી શકાય છે. કહેવાય છે કે જો તમે અઠવાડિયા દરમિયાન ૪ થી ૫ કલાક પણ ચાલો છો તો પણ આ બીમારી થી લડવાની ક્ષમતા વધી જાય છે.

કઈ ઉમર ના વ્યક્તિઓએ કેટલું ચાલવું જોઈએ :-

મોર્નિંગ વોક નો વધારેમાં વધારે ફાયદો ત્યારે મળે છે જયારે આપણે આપણી ઉમર ના હિસાબ થી પગલા ચાલીયે. એટલેકે દરેક ઉમરની વ્યક્તિઓ માટે મોર્નિંગ વોક ના પગલા અલગ અલગ નિર્ધારિત કરેલા છે.

૫ થી ૭ વર્ષ ના બાળકોએ ૧૨૦૦-૧૫૦૦૦ પગલા ચાલવા જોઈએ. તેનાથી તેમણે ખુબજ ફાયદો થશે.

જેની ઉમર ૧૮ વર્ષથી વધારે અને ૨૦ વર્ષથી ઓછી છે તેઓએ દરરોજ ૧૨૦૦૦ પગલા ચાલવા જોઈએ.

૪૦ વર્ષથી વધારે જે લોકોની ઉમર છે તેઓએ ૧૧૦૦૦ પગલા ચાલવા જોઈએ.

૫૦ વર્ષની ઉપરના જે વ્યક્તિઓ છે તેઓએ વધારેમાં વધારે ૧૦૦૦૦ પગલા ચાલવા જોઈએ. તેનાથી વધારે ચાલવું સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

જે વ્યક્તિઓ ૬૦ વર્ષની ઉમર પાર કરી ચુક્યા છે તેઓએ ૮૦૦૦ પગલા જ ચાલવા જોઈએ. તેનાથી વધારે ચાલવું નહિ નહીતર માંસપેશીઓમાં ખેચાવ થઇ શકે છે.

ચાલવા સંબંધિત લોકોને મુજ્વતા પ્રશ્નો

મોર્નિંગ વોક કેટલા કિલોમીટર કરવી જોઈએ ?

સામાન્યતઃ ઠંડીની સિઝનમાં ઓછામાં ઓછું ૩ કિલોમીટર ચાલવું જોઈએ. પછી ઉમર આધારે ચાલવાનું રાખવું.

મોર્નિંગ વોક કરવાથી શું થાય છે?

 મોર્નિંગ વોક કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ડાયાબીટીશ કન્ટ્રોલમાં રહે છે, હૃદય સ્વસ્થ રહે છે, ફેફસાં મજબુત બને છે, અનિદ્રાની સમસ્યા દુર થાય છે.

શુગર ના દર્દીઓએ કેટલા પગલા ચાલવા જોઈએ?

ડાયાબીટીશ ના દર્દીઓ માટે પગે ચાલવું એ એક ઉત્તમ વ્યાયામ છે. બ્લડ શુગર ના દર્દીઓએ શરૂઆત ૩ થી ૫ મિનીટ ધીમે ધીમે ચાલવાનું શરુ અર્વું અને પછી ૫-૧૦ મિનીટ મધયમ ગતિએ ચાલવાનું શરુ કરવું.

બ્રીસ્ક વોક શું છે ?

બ્રીસ્ક વોક એક સરળ અને સામાન્ય એકસરસાઈઝ છે જેને દરેક ઉમરના વ્યક્તિઓ કરી શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો દોડવું અને પગે ચાલવાની વચ્ચે ની મુદ્રાને બ્રીસ્ક વોક કહેવાય છે. તેમાં વ્યક્તિને નાં તો ધીમે ચાલવાનું હોય છે કે નાં તો દોડવાનું.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

દમવેલ ના ફાયદા | દમવેલ નો ઉપયોગ | damvel na fayda | damvel no upyog in gujarati

જવ ના ફાયદા | જવ નો ઉપયોગ | જવનું પાણી બનાવવાની રીત | jav na fayda | jav no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement