પગના ચીરા | પગના વાઢીયા ને દુર કરવાના સરળ ઘરેલું ઉપાય

pag na chira pag na vadhiya dur krvana uppay in gujarati - પગના વાઢીયા - પગના ચીરા - પગ ફાટવા - Pag na chira dur karva na upay, Pag na vadhiya dur krvana uppay in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર આપ સર્વે ને ખુબજ હેરાન કરતા પ્રશ્નો જેવાકે, પગના ચીરા , પગ ફાટવા,પગના ચીરા મટાડવાના ઉપાય, પગના વાઢીયા માટે ની દવા,પગના વાઢીયા ને દુર કરવા શું કરવું?, Pag na chira dur karva na upay, Pag na vadhiya dur krvana uppay in Gujarati, ના જવાબ તમને અહી મળી રહેશે

આપને બધા આપણા ચહેરા ની સુંદરતા માટે બહુ જ સજાગ હોઈએ છીએ ચહેરા માટે જાત જાત ના ઈલાજ કરશું, ઘરેલું ઉપાયો કરશું. પણ ચહેરા તરફ ધ્યાન આપવામાં આપણે આપણા પગ ને નજર અંદાજ કરી નાખતા હોઈએ છીએ.

આપણી વ્યક્તિત્વ ને નિખાર આપવામાં પગ પણ એટલી જ મહત્વ ની ભૂમિકા ભજવે છે. માટે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.

Advertisement

લગભગ ઘણી મહિલાઓ પણ ના ચીરા થી પરેશાન હોય છે. એના માટે પણ વિવિધ પ્રકાર ના નુસખા અને દવાઈઓ લેતી હોય છે.

આજ ના આ લેખ માં અમે તમને અમુક કારગર સાબિત થાય એવા ઘરગથ્થું ઉપાયો બતાવશું.

પગના ચીરા થવાના કારણો 

પગમાં ચીરા કે પગ ફાટવા કે પગના વાઢીયા માટે ઋતુ માં ફેરફાર થવો, વધારે પડતું વજન હોવું, ચપ્પલ વગર ચાલવાની આદત હોવી, તેમજ તેનું મુખ્ય કારણ શરીર ની તાસીર પણ હોય છે.

Pag na chira dur karva na upay –  Pag na vadhiya dur krvana uppay in Gujarati

તો ચલો જણાવીએ કે પગ ની એડી માં પડતા ચીરા ને દૂર કરવાના ઘરેલું ઉપચારો, જે ખાલી સરળ જ નથી પરંતુ અસરદાર પણ સાબિત થશે.

લીંબૂ, મીઠું, ગ્લીસરીન અને ગુલાબજળ ના ઉપયોગ દ્વારા

ગરમ પાણી માં એક ચમચી મીઠું, એક ચમચી લીંબૂ નો રસ, એક ચમચી ગુલાબજળ મિલાવી ને પગ ને ૧૦-૧૫ મિનીટ સુધી ડુબાડી રાખો.

એડી થોડીક મુલાયમ થાય એટલે ફૂટ સ્ક્રબર થી સ્ક્રબ કરો. અને પછી પગ ધોઈ નાખો.

ત્યારબાદ વધેલા મિશ્રણ ને એડી માં લગાવી ને મોજા પહેરી લો.રાત્રે સુતા પહેલા આ પ્રયોગ કરવો, નિયમિત કરવાથી એડીઓ મુલાયમ થઇ જાય છે.

ગ્લીસરીન મોસચ્યુંરીઝર નું કામ કરે છે, ગુલાબજળ ત્વચા માં આવેલી સુજન ને દૂર કરવા ની સાથે સાથે  લીંબૂ ત્વચા ને નીખારવાનું કામ કરે છે, અને મીઠું એડી માં પડેલા ચીરા ની પીડા થી રાહત અપાવે છે.

પગના ચીરા મટાડવા એલોવેરા જેલ નો ઉપયોગ કરો

એક બાલદી માં ગરમ પાણી લઇ ને તેમાં ૩૦ મિનીટ સુધી પગ ડુબાડી રાખો.

ત્યારબાદ પગ ની એડી ને સાફ કરી પછી એડી માં અલોવેરા જેલ લગાવો અને આખી રાત મોજા પહેરી રાખો,સવારે ઉઠી ને પગ ધોઈ લો, ચાર થી પાચ જ દિવસ આ પ્રયોગ કરવાથી ફાયદો થઇ જાય છે.

મધ ના ઉપયોગ દ્વારા

એક કપ મધ ને ન્હાવાના ગરમ પાણી માં મિલાવી લો. હવે આ પાણી માં ૧૫ થી ૨૦ મિનીટ સુધી પગ ને ડુબાડી રાખો. વારાફર થી એક પગ માં સ્ક્રબ કરો. એડી મુલાયમ ના થઇ ત્યાં સુધી દરરોજ આ પ્રયોગ કરો.

ચોખા નો લોટ નો કરો ઉપયોગ.

એક ચમચી ચોખાનો લોટ, એક ચમચી લીંબૂ નો રસ, અને એક ચમચી મધ  મિક્ષ કરી ને પેસ્ટ બનાવો.

એડીઓ માં સ્ક્રબ કરતા પહેલા પગ ને ગરમ પાણી માં થોડીક વાર પલાળી રાખો. જ્યાં સુધી પગ ની એડી મુલાયમ ના થઇ જાય ત્યાં સુધી દરરોજ આ પ્રયોગ કરી શકો છો.

ગરમી ની ઋતુ માં થતા પગ ના ચીરા માં આ પ્રયોગ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

સોડીયમ અને વેસેલીન દ્વારા કરો પગ ની એડી ના ચીરા ને દૂર.

એક ચમચી વેસલીન, એક ચમચી સોડીયમ ને ગરમ પાણી માં મિલાવો. હવે આ પાણી માં થોડીક વાર માટે પગ ને પલાડી રાખો. ત્યારબાદ પાણી માંથી બહાર કાઢી ને પગ ની એડી  માં મોશ્યુંરાઈઝ યુક્ત ક્રિમ લગાવી નાખો.

દરરોજ આ પ્રક્રિયા કરવાથી જરૂર થી ફાયદો થાય છે. સોડીયમ ના ત્વચા ની મૃત કોશિકાઓ ને દૂર કરી ત્વચા ને પહેલા જેવી બનાવી દે છે.

વેજીટેબલ ઓઈલ (ડાલડા ઘી)

પગ ની એડીઓ ને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ડાલડા ઘી વડે પગ ની એડીઓ માં મસાજ કરો. અને મોજા પહેરી લો. સવારે નહાવા સમયે પગ ને ફરી પાછા સારી રીતે ધોઈ લેવા.

વેજીટેબલ ઓઈલ માં એમોલીએન્ટ  નામનું તત્વ હોય છે એડી ને નરમ અને પોચી બનાવે છે. અને ચીરા પાડવા દેતું નથી.

તલ નું તેલ પણ ઉપયોગી સાબિત થાય છે.

તલ નું તેલ લો. એડીઓ પર હળવા હાથે માલીશ કરો. નિયમિત  રીતે માલીશ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

પગના ચીરા માટે પેરાફીન વેક્સ

એક ચમચી પેરાફીન વેક્સ અને બે થી ત્રણ ટીપા નારિયેળ અથવા સરસીયા તેલ માં નાખી ને મિશ્રણ તૈયાર કરી લો. જ્યાં સુધી વેક્સ અને તેલ મિક્ષ ના થઇ જાય ત્યાં સુધી સારી રીતે મિલાવતા રહો.પછી થોડું ગરમ હોય ત્યાંરે એડી માં લગાવો.

લગાવેલું વેક્સ સુકાઈ જાય પછી મોજા પહેરી લો. રાત્રે સુતા પહેલા આમ કરવું. અઠવાડીયા માં એક યા  બે વાર આ પ્રયોગ કરવો.

કેળા અને એવોકાડો નો માસ્ક પણ ખુબ જ લાભકારી છે.

એક પાકેલું કેળું, અને અડધો એવોકડો લો, આ બન્ને ની પેસ્ટ બનાવી ને પગ ની એડી માં લગાવો.૧૫ થી ૨૦ મિનીટ આ પેસ્ટ ને એડીઓ પર રહેવા દો. પછી ગરમ પાણી વડે પગ ધોઈ લો. દરરોજ આ પ્રક્રિયા કરવાથી જરૂર થી ફાયદો થશે.

ત્વચા ને ચમકદાર બનવા માટે કેળા નો ઉપયોગ કરી શકાય છે. કેળા માં કુદરતી મોશ્યુરીઝેર હોય છે. અને સાથે એવોકડો માં હિલીંગ નો ગુણ હોય છે ફાટેલી એડી ને જલ્દી થી મુલાયમ બનાવી દે છે.

પગના ચીરા માટે વિટામીન-ઈ ના ઉપયોગ કરો.

પગના વાઢીયા ની સમસ્યામા ત્રણ થી ચાર વિટામીન-ઈ ની કેપ્સુલ માં કાણાં કરી ને તેલ કાઢી ને એડીઓ માં માલીશ કરો. દિવસ માં બે થી ત્રણ વાર આમ માલીશ કરતા રહો.  નિયમિત માલીશ કરવાથી ફાયદો થાય છે.

ઓટ્સ અને જોજોબા ઓઈલ દ્વારા દૂર કરો પગ ના ચીરા.

એક ચમચી ઓટ્સ નો પાવડર,અને એક ચમચી જોજોબા ઓઈલ લઇ ને એક ઘાટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને રાત્રે સુતા પહેલા ફાટેલી એડીઓ પર લગાવો. પછી નવસેકા પાણી થી ધોઈ ને સાફ કરી ને ફૂટ ક્રીમ લગાવી ને મોજા પહેરી લો.

દરરોજ આ પ્રયોગ કરવાથી ફાટેલી એડીઓ જલ્દી થી પહેલા જેવી મુલાયમ થઇ જશે.

ઓટ્સ માં સોજા દૂર કરવાનું તત્વ હોય છે, જયારે જોજોબા ઓઈલ ત્વચા ને મુલાયમ બનાવે છે.

ટી ટ્રી ઓઈલ ના ઉપયોગ દ્વારા.

ટી ટ્રી ઓઈલ ના ચાર થી પાંચ ટીપાં, એક ચમચી નારિયેળ તેલ, અને જૈતુન નું તેલ લઇ ને એડી માં રાત્રે સુતા પહેલા માલીશ કરો. પછી મોજા પહેરી લો. દરરોજ આ પ્રયોગ કરો.

આ ટી ટ્રી ઓઈલ માં બેક્ટેરિયા ને દૂર કરવાનો અને એન્ટી ફંગલ ગુણ હોય છે. તેથી તે ફાટેલી એડીઓ ને જલ્દી થી મુલાયમ બનાવે છે.

ઓલીવ ઓઈલ ની મદદ થી દૂર કરો પગ ના ચીરા.

હાથ માં અમુક ટીપા ઓલીવ ઓઈલ ના લઇ લો.  હવે આ તેલ વડે એડી માં માલીશ કરો. આખી રાત રહેવા દો. દિવસ માં બે વાર આ તેલ ની માલીશ કરવા થી જલ્દી થી ફાયદો થાય છે. ગરમી ની ઋતુ માં જેમને પગ ના ચીરા થતા હોય તેઓએ આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ.

પગના વાઢીયા ની સમસ્યા મા  ટી ટ્રી ઓઈલ ની જેમ જ ઓલીવ ઓઈલ માં પણ એન્ટી ફન્ગલ ગુણ હોય છે. જે એડી ને મુલાયમ બનાવે છે. અને જલ્દી થી ચીરા પડવા દેતી નથી.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

લાલ મરચા નું સેવન કરવાના 7 લાભો | લાલ મરચા ના ફાયદા | Lal marcha na fayda | Red Chilli benefits in Gujarati

ખાલી પેટે તુલસીનું સેવન કરવાના ફાયદા | તુલસી ના ફાયદા | Tulsi na fayda | Tulsi benefits in gujarati

માથા નો ખોડો દુર કરવાના ૧૩ ઘરેલું ઉપાય | ખોડો દૂર કરવાના ઉપાયો | how to remove dandruff in Gujarati

નાના બાળક ને કફ થવાના કારણ અને તે દુર કરવાના ૬ ઉપાય 

બીમારીઓ નો રામબાણ ઈલાજ હળદર | હળદર ના ફાયદા | Haldar na Fayda in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement