ખુબજ સરળતા થી ઘરે બનાવો વેજ પફ સીટ – Veg Puff Sheet

veg puff sheet recipe in Gujarati - વેજ પફ સીટ
Image - Youtube - Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું વેજ પફ સીટ. વેજ પફ સીટ બનાવવા નો આ એક ખુબજ સરળ રસ્તો છે – veg puff sheet recipe in Gujarati, puff sheet recipe in Gujarati. 

veg puff sheet recipe

વેજ પફ સીટ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે – veg puff sheet Ingredients

  • 5 કપ મેંદો
  • 2 કપ માખણ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ ઠંડુ  પાણી

વેજ પફ સીટ – veg puff sheet recipe

વેજ પફ સીટ – veg puff sheet બનાવવા સૌપ્રથમ એક વાસણ માં કપ એક માખણ લઈ તેમાં ૧-૨ ચમચી મેંદો નાખી બરોબર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકી દયો ત્યાર બાદ

એક વાસણમાં ૩ કપ મેંદા ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ને ૨ ચમચી માખણ નાખી બધું બરોબર મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ ઠંડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એર ટાઈટ ડબ્બામાં અથવા પ્લાસ્ટિક માં પેક કરી ઓછો માં ઓછો ૨-૩ કલાક ફ્રીઝ માં મૂકી દયો .

Advertisement

૨-૩ કલાક પછી બાંધેલા લોટ ને ફ્રિઝ માંથી કાઢી તેને પ્લેટફોર્મ પર વણી લેવા માટે બાકી રહેલ કોરો મેંદા નો લોટ ને જરૂર પ્રમાણે છાંટો (જેમ આપણે રોટલી ઘડવા અટામણ લઈ એ તેમ) ને રોટલી જેમ વણી લ્યો ત્યાર બાદ તેના પર પહેલા તૈયાર કરેલ માખણ મેંદા નું મિશ્રણ ને આખી રોટલી માં હાથ વડે અથવા ચમચી વડે લગાડો ને ત્યાર બાદ રોટલી ની એક બાજુ ને અડધી વાળો ને ત્યાર બાદ તેની બીજી બાજુ ને તેના પર વારી ને ફોલ્ડ કરી લ્યો તૈયાર ફોલ્ડ ને ફરી એર ટાઈટ ડબ્બા કે પ્લાસ્ટિક માં મૂકી ૨૦-૩૦ મિનિટ ફ્રિજમાં મુકી દો.

20થી 30 મિનિટ બાદ ફરી ફોલ્ડ ને કાઢી કોરો છાંટી વેલણ વડે લંબચોરસ આકારમાં રોટલી જેટલી પાતળી વની લ્યો વની લીધા પછી ફરી માખણ મેંદા નું મિશ્રણ આખા માં લગાડી ને ફરી તને ચારે બાજુ થી વારી ને ફોલ્ડ કરી નાખો ને ફોલ્ડ ને એર ટાઇટ ડબ્બા માં કે પ્લાસ્ટિક માં મૂકી ફ્રીજમાં 20 થી 30 મિનિટ મૂકી દો. – veg puff sheet recipe in Gujarati.

ફરી 20થી 30 મિનિટ માં લોટને કાઢી કોરો છાંટી લંબચોરસ રોટલી જેટલું પાતળું વણી લો વણાઈ જાય એટલે તેના પર ફરીથી માખણ ને મેંદા વાળું મિશ્રણ લગાડી ફરીથી બુક  ફોલ્ડ કરી એર ટાઈટ ડબ્બામાં કે પ્લાસ્ટિકમાં પેક કરી ફરી ૨૦-૩૦ મિનિટ ફ્રિજમાં મુકી દો. (આ રીતે ત્રણ વખત માખણ મેંદા નું મિશ્રણ લગાડી ફોલ્ડ  કરવા નું રેસે) – puff sheet recipe in Gujarati.

૨૦-૩૦ મિનિટ પછી ફોલ્ડ ને ફ્રિજમાંથી કાઢીને ફરી કોરો લોટ છાંટી ને લંબચોરસ રોટલી જેટલો પાતળો વણી લેવું વણાઈ જાય એટલે તેના પરથી વધારાનો કોરો લોટ ખંખેરી લઈ ફરી તેને ફોલ્ડ કરો  ને ફરી થી એર ટાઇટ ડબ્બામાં કે પ્લાસ્ટિક માં વીટી ૧૫-૨૦ મિનિટ ફ્રિજમાં મુકી દો પંદર-વીસ મિનિટ બાદ ફરી કોરો છાંટી લંબચોરસ રોટલી જેટલો વણી લો ફરી કોરો લોટ ખંખેરી તેને ફોલ્ડરો ને ફરીથી એર ટાઈટ ડબ્બામાં અથવા પ્લાસ્ટિક માં મૂકી ૧૫-૨૦ મીની ફ્રીજ માં મૂકી દો

આ રીતે ૩-૪ વખત કરવા નું રહેશે અને આ તૈયાર સીટ ને તમે ૧૦થી ૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો અને જરૂર પડ્યે તેમાંથી પફ તૈયાર કરી શકો છો, (ટોટલ આવા ફોલ્ડ તમારે ૩ વખત માખણ સાથે અને ૩ વખત લોટ છાંટી ટોટલ 6 વખત કરવા ના રહે છે) ત્યાર બાદ તૈયાર પફ કરવા સીટ ને ફરીથી રોટલી જેટલું  મીડીયમ પાતળું વણી લો ત્યારબાદ તેના ચારે બાજુની કિનારીઓને કટર વળે ઝીણી ઝીણી કટ કરી લો ત્યારબાદ મનગમતી સાઈઝના લંબચોરસ કટકા કરી લો ને ડબ્બા માં ભરી ફ્રિજમાં મુકી દો – veg puff sheet recipe in Gujarati.

કટકા કરેલ સીટ ને તમે માખણ લાગેલ પ્લેટ પર મૂકી તેના પર દૂધ લગાવી ઓવેન/કુકર કે એરફ્રાયર મા ૧૦ થી ૧૫ મિનીટ મૂકી તેની ખારી પણ બનાવી શકો છો

રેસીપી વિડીયો:

 

આ સીટ બની જાય પછી પફ બનાવવા ની રીત જોવા અહી ક્લિક કરો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો આ રીતે બનાવો નવા શેપ મા ખસ્તા ખારા શક્કરપારા, બાળકો ને મજા પડી જશે

ફરાળી શક્કરિયા નો હલવો

ઘરે સરળતા થી મળી રહેતી સામગ્રી ની મદદથી બનાવો હેલ્ધી વેજ લેમન કોરિયાંડર સૂપ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

 

 

Advertisement