ડાયાબિટીસના દર્દીએ કરે આ 6 શાકભાજીનું સેવન સુગર રહેશે કંટ્રોલમાં

vegetables to eat in diabetes Details In Gujarati - ડાયાબીટીસ મા શું ખાવું

આજકાલ ડાયાબિટીસની સમસ્યા એ દરેક વ્યક્તિઓ માટે કોમન સમસ્યા થઈ ગઈ છે દરેક ઘરની અંદર એક વ્યક્તિ તો એવુ હોય છે જેને ડાયાબિટીસની સમસ્યા હોય છે આજે અમે તમને  એવા ૫ શાકભાજીઓ વિશે માહિતી આપીશું જેનું સેવન કરવાથી સુગર લેવલ વધતું નથી,ડાયાબીટીસ મા ક્યાં શાકભાજી ખાવા,ડાયાબીટીસ મા શું ખાવું,

આપણા શરીરની અંદર સુગર લેવલ વધવા પાછળનું મુખ્ય કારણ શાકભાજી ની અંદર રહેલ સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ હોય છે આ બન્ને વસ્તુઓ આપણા શરીરની અંદર ઉર્જાનું વધારો કરે છે એની સાથે સાથે આપણા લોહી ની અંદર સુગરનું પ્રમાણ વધારે છે, તો ચાલો જાણીએ ડાયાબીટીસ મા શું ખાવું

ડાયાબીટીસ મા શું ખાવું – ડાયાબીટીસ મા ક્યાં શાકભાજી ખાવા 

ડાયાબિટીસના દર્દીઓએ પાન કોબીનો સેવન કરવું જોઈએ

પાન કોબી ની વાત કરીએ તો પાન કોબી ની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે

 પાન કોબી ની વાત આવે તો આપણા ભોજનની અંદર કોબી નો ઉપયોગ રેગ્યુલર અને ઘણા બધા પ્રકારના ભોજન બનાવવામાં થાય છે ઘણી જગ્યાએ તો તેનું સલાડ બનાવીને પણ સેવન કરવામાં આવે છે અને પાન કોબી એક એવી શાકભાજી છે કે જે તમને દરેક જગ્યાએ ખુબ જ સરળતાથી મળી શકશે પાન કોબી ની અંદર સ્ટાર્ચ હોતું નથી.

સ્ટાર્ચ ન હોવાની સાથે-સાથે પાન કોબી ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ઘણી બધી જગ્યાએ ભોજનમાં ગાર્નીશિંગ તરીકે પણ પાન કોબી નો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માટે ડાયાબીટીસ ના દર્દીઓ એ પાન કોબી નું સેવન કરવું જોઈએ

ડાયાબીટીસ મા શું ખાવું ? ->  ડાયાબિટીસના દર્દીઓએ ગાજરનું સેવન કરવું

હાલ શિયાળાની અંદર આપણા સૌ જાણીએ છીએ કે ગાજર ખૂબ જ સારા મળી આવે છે અને આ ગાજર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજર ની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન A અને આપણા શરીરને ફાયદાકારક એવા મિનરલ્સ હોય છે તેમજ ગાજરને પણ ફાઇબર મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે

 જે આપણા શરીરની અંદર લોહીમાં ધીમે ધીમે સુગરને ભેળવે છે તેમજ જો તમે ઈચ્છો તો કાચા ગાજર નું પણ સેવન કરી શકો, ગાજર ના જ્યુસ નું પણ સેવન કરી શકો છો તેમજ ગાજર નો સંભારો બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. ,ડાયાબીટીસ મા શું ખાવું.

ડાયાબિટીસના દર્દીઓએ બ્રોકલી નું  સેવન કરવું જોઈએ

બ્રોકલી આજકાલ ભારત દેશની અંદર ખૂબ જ પ્રચલિત બનતી શાકભાજી છે જે થોડી મોંઘી છે પરંતુ તે સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ પોષક તત્વોથી ભરપુર હોય છે બ્રોકોલી ની અંદર વિટામીન A, વિટામિન E, વિટામિન K, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, લોહતત્વ જેવા અનેક ગુણો ભરપૂર પ્રમાણમાં રહેલા છે,

જે આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક છે આ સિવાય લોકોની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આપણને સ્કીન ને લગતી ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક થાય છે

ડાયાબિટીસના દર્દીઓ એ ભીંડા સેવન કરવું જોઈએ

ઘણી બધી વ્યક્તિ ભીંડાને તેની ચીકાશને કારણે પસંદ કરતા નથી પરંતુ જો તમે સારી રીતે ભીંડા નું શાક બનાવો છો તો તેમાં જ જરાપણ ચીકાશનો અનુભવ થતો નથી, ઘણી વ્યક્તિ કાચા ભીંડા નું સીધુજ સેવન પણ કરે છે તેમજ તમને જણાવી દઈએ કે ભીંડા ની અંદર સ્ટાર્ચ હોતું નથી જે એના કારણે ડાયાબિટીસના દર્દીઓ એ તેનું સેવન કરવું જોઈએ

આ સિવાય તેની અંદર રહેલ પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદરૂપ થાય છે તેમજ ભીંડા ની અંદર રહેલ એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સને કારણે થતી સમસ્યાઓથી દૂર રહેવામાં મદદરૂપ થાય છે

ડાયાબિટીસના દર્દીઓએ ખીરા કાકડી નું સેવન કરવું

ખીર કાકડી ની વાત કરીએ તો ઉનાળા ની અંદર ખીરા કાકડી સારી મળે છે તેમજ જો ઉનાળામાં ખીરા કાકડી નું સેવન કરવામાં આવે તો ખીરા કાકડી ની અંદર રહેલ વિપુલ પાણી આપણા શરીરની અંદર પાણીની ઉણપ દૂર કરે છે તેમજ તેની અંદર સ્ટાર્ચ હોતું નથી અને તેની અંદર વિપુલ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે

આ ફાઈબર આપણે સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે તેમજ ખીરા કાકડી ના વજન ના 90% વજન પાણીનું હોય છે જેને કારણે આપણું પેટ જલ્દી ભરાઇ જાય છે અને વધુ ભોજન કરવાની જરૂર રહેતી નથી જેથી તે તમને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે

ડાયાબીટીસ મા શું ખાવું ? – ડાયાબિટીસના દર્દીઓએ ટમેટાનું સેવન કરવું

ટામેટા ની વાત કરીએ તો તે દરેક શાકની અંદર લગભગ સુધી વઘાર ની અંદર તો ઉપયોગમાં લેવાય છે તેમજ ઘણા બધા વ્યક્તિ ભોજન સાથે સલાડ મા પણ ઉમેરી સેવન કરે છે અથવા તો તેને કાપી મીરી મીઠું છાંટી ને પણ તેનું સીધું સેવન કરે છે જે ગેસ જેવી સમસ્યા મા ફાયદો કરે છે

તેમજ તેની અંદર કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણા હાડકા ને મજબુત કરવામાં મદદરૂપ થાય છે આ સિવાય વિટામિન A પણ હોય છે તેમજ ટામેટા ઓછી વસા અને સુગર વગર ની શાકભાજી છે ડાયાબીટીસ મા શું ખાવું.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શિયાળામાં ગુંદ નું સેવન કરવાના ફાયદા

ખાંડની જગ્યાએ વાપરો 5 હેલ્થી વસ્તુ , સ્થૂળતા અને ડાયાબિટીસ રહેશે દૂર અને આ ૫ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

કમરખ નું ફળ કે જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ ઘણા તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખે છે તે આપણા હ્રદય ની સાથે સાથે આ બીજી 7 સમસ્યા મા ફાયદા કારક છે

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે