ફુદીના ના ફાયદા | ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | ફુદીના ના તેલ ના ફાયદાઓ

ફુદીના ના ફાયદા - ફુદીના ની ચાય ના ફાયદા - ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારો મા - ફુદીના ના તેલ ના ફાયદાઓ - fudina na fayda - pudina na fayda in Gujarati
Advertisement

મિત્રો આજે અમે તમને ફુદીના વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ ફૂદીનો કે જે તેના ખૂબ જ સારા સ્વાદ માટે પ્રચલિત છે તો ચાલો આપને જાણીએ ફુદીના વિશે માહિતી જેમા ફુદીના ના ફાયદા , ફુદીના ના નુકશાન, ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારો મા, ફુદીના ના તેલ ના ફાયદાઓ,  fudina na fayda,Pudina na fayda in Gujarati, health benefits of pudina in Gujarati, 

ફુદીના વિશે માહિતી

પોતાના અલગ સ્વાદ માટે જાણીતો ફુદીનો એક અલગ જ ઔષધી છે. ચટણી માં નાખવામાં આવતા મસાલા રૂપે ફુદીનો વાતહર ઔષધી તરીકે ખુબ જ જાણીતો છે.

સામાન્ય રીતે ફુદીના નો ઉપયોગ દાંત મંજન, ટૂથપેસ્ટ, માઉથફ્રેશનર, કેન્ડી, વગેરે બનાવવા માટે કરવામાં આવતો હોય છે.

Advertisement

તેના સિવાય આયુર્વેદમાં ફુદીના નો ઉપયોગ બીજા અનેક રોગો મા ઉપચાર તરીકે કરવામાં આવે છે.

વિટામીન ની દ્રષ્ટિએ ફુદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી છે. ફુદીના માં વિટામીન એ વધારે પ્રમાણ માં મળી આવે છે અને થાયમોલ પણ મળી રહે છે.

તો ચાલો જાણો ફુદીના ના ઘરેલું ઉપચારો, ફુદીના ની ચટણી ના ફાયદા, ફુદીના ના નુકસાનો અને ફુદીના ના તેલ ના ફાયદાઓ પણ.

Pudina na fayda in Gujarati

સામાન્ય રીતે ફુદીનાનો ઉપયોગ આપણા સર્વેના ઘરની અંદર થાય છે અને સૌથી વધારે પસંદ આવતી ફુદીના ની વસ્તુ હોય તો તે છે પાણીપુરી. પાણીપુરી નું પાણી ફુદીના વગર એટલું  સ્વાદિષ્ટ બનતું જ નથી અથવા તો ફુદીનાની ચટણી જે આપણા ભોજનની અંદર સ્વાદ ઉમેરવા ની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ ઘણા બધા ફાયદા કરે છે

આજકાલ તો ફુદીનાની ચ્વીન્ગમ, માઉથ ફ્રેશનર, ટુથપેસ્ટ, મોકટેલ અને તેના જેવી ઘણી બધી તૈયાર પ્રોડક્ટ પણ બજારમાં મળી રહે અને ફુદીના ના સ્વાદના કારણે લોકો ની પ્રિય બની છે -pudina na fayda in gujarati.

આપણા આયુર્વેદ ની અંદર ફુદીના ને કફ, વાત જેવી સમસ્યા દૂર કરનાર, ભૂખ વધારનાર,તાવ, પેટ ની સમસ્યાઓ  તેમજ ઘણી બધી સમસ્યાઓ દૂર કરનાર ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે

જે વ્યક્તિઓને વાળ ખરવાની સમસ્યા હોય તેઓએ તેમજ જે વ્યક્તિને વાળની અંદર દ્રાયનેસ ની સમસ્યા હોય તેઓ જો ફૂદીનાને વાળમાં લગાવે છે તો તે સમસ્યા દૂર થાય છે

ઘણી બધી વ્યક્તિઓને પેટ ખરાબ હોવાને કારણે માથું દુખાવાની સમસ્યા થતી હોય છે

આ સમસ્યામાં છુટકારો મેળવવા માટે તમે ફુદીનાની ચા બનાવી તેનું સેવન કરી શકો છો જે તમારા પાચનતંત્રની પાચનક્રિયામાં મદદ કરે છે જે તમારું પેટ સારું કરે છે અને તમારા પાચનતંત્રને મજબૂત કરે છે

health benefits of pudina in Gujarati

જે વ્યક્તિને મોઢામાં વારંવાર છાલા પડવાની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિએ ફુદીનાના પાન નો કાળો બનાવીને સેવન કરી શકે છે અથવા તો તેનાથી કોગળા કરવાથી છાલા ની સમસ્યા ઠીક થાય છે

જ્યારે કોઈ વ્યક્તિને પેટ ની અંદર ગરબડ હોય અથવા અપચાની સમસ્યા હોય ત્યારે ફુદીનો, લીંબુ અને આદું નો ૧૦૦ ૧૦૦ ગ્રામ રસ ભેગો કરી અને તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ ઉમેરી ચાંદી ના વાસણ તેને ઉકાળી લો ત્યાર પછી 20 મિ.લિ તેનું સેવન કરવાથી અપચાની સમસ્યામાં રાહત રહે છે

જે વ્યક્તિને એસિડિટીને કારણે અથવા તો બીજા કોઈ કારણોસર વારંવાર ઉલટી થતી હોય તે વ્યક્તિએ ફુદીનાના પાનનો ઉકાળો બનાવી તેનો ૧૦-૨૦ મિલી ઉલટી થયા પછી સેવન કરવાથી ઊલટી બંધ થાય છે

વારંવાર ઉબકા આવવાની સમસ્યા હોય ત્યારે ફુદીનાનું સેવન કરવાથી તમને ઉબકા આવવાનું બંધ થઇ જશે – health benefits of pudina. 

ઘણીવાર બહારનું ભોજન કર્યા પછી પેટ ની અંદર ગરબડ ની સમસ્યા ઉદભવે છે ત્યારે 10 થી 15 મીલી ફુદીનાનો રસ નું સેવન કરવાથી પેટ દર્દમાં રાહત મળે છે,

જો તમે ઈચ્છો તો ફુદીના નો કાળો કે ફુદીનાની ચા પણ સેવન કરી શકો છો, તેમજ હવે તો બજાર માં ફુદીના ની ગોળી બનાવેલી તૈયાર મળે છે જેનું પણ સેવન કરી સકાય છે

ફુદીના ના ફાયદા – pudina na fayda

જો કોઈ વ્યક્તિને ઝાળા ની સમસ્યા ઉદભવે ત્યારે ૧૦ થી ૨૦ મી લી ફુદીનાનું જ્યુસનું સેવન કરવામાં આવે તો ઝાળા રાહત મળે છે

જો કોઈ જગ્યાએ વાગ્યું હોય ત્યારે જો તમે ત્યાં ફુદીનાની પેસ્ટ લગાવો છો તો તે વાગેલી જગ્યા જલદી રૂઝાય છે

ખીલ અને રેસીસ ને કારણે થયેલા ડાઘા દૂર કરવા માટે તમે ફુદીનાનો રસ કાઢી તે ખીલ ના ડાઘાની જગ્યાએ લગાવવાથી તે ડાઘ દૂર થાય છે

ઋતુ બદલાવને કારણે ઘણી બધી વ્યક્તિઓને તાવ શરદી ઉધરસ ની સમસ્યા થાય છે આ સમયે જો તમે ફુદીનાના પાન ના ઉકાળો બનાવી તેનું સેવન કરો છો તો તાવ, શરદી ઉધરસ મા રાહત રહે છે

તેમજ ફુદીનાની ચટણી બનાવી તેનું સેવન કરવાથી તાવને કારણે લગતી ભૂખ પણ શાંત થાય છે.

જો કોઈ વ્યક્તિને શરીર પર સોજા ઓછા થતાં ના હોય ત્યારે ફુદીનાના પાન ને વિનેગર મા ઉમેરી પીસી તે લેપ લગાવવાથી સોજા ઓછા થાય છે

શિયાળા માં જો તમને શરદી ઉધરસની સમસ્યા હોય તો ફુદીનાની આ ચાય નું સેવન કરવાથી તેમાં રાહત મળે છે – ફુદીના ના ફાયદા,pudina na fayda

ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારો મા કરવાની રીત | fudina no upyog gharelu upcharma

તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધા નમક, હિંગ, કાળી દ્રાક્ષ, અને જીરું આ બધાની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નાખીને સેવન કરવાથી ગેસ ની સમસ્યા દૂર થઇ જાય છે, પાચનશક્તિ વધે છે અને શરીર ની ફિકાશ મટે છે.

ફુદીનો, તુલસી, મરી આદું વગેરેનો ઉકાળો પીવાથી ગેસ દૂર થાય છે ભૂખ સારી લાગે છે. ફુદીના નો તાજો રસ અથવા અર્ક શરદી માં અત્યંત ફાયદાકારક છે.

ફુદીનો અને આદુના રસ નો ઉકાળો પીવાથી પરસેવો વળી કોઈપણ પ્રકાર નો તાવ હોય તે મટી જાય છે.

ન્યુમોનિયા માં ફુદીના નો તાજો રસ મધ સાથે મિક્ષ કરી દર બે કલાકે પીવાથી ફાયદો થાય છે.

ફુદીના ના ફાયદાુ અને ફૂદીના ના ઘરેલું ઉપચાર

આતરડા ની ખરાબી અને પેટના દર્દ દૂર કરવામાટે ફુદીના ના તાજા રસ ને મધ સાથે ચાટવાથી ખુબ જ ઝડપ થી ફાયદો થાય છે. લાંબા સમય થી આતરડા ની ફરિયાદ વાળા દર્દીઓ માટે ફુદીનો અમૃત સમાન ગણાય છે.

ફુદીના ના રસ માં આદુનો રસ અને સિંધા નમક મિક્ષ કરીને પીવાથી પેટનું શૂળ મટે છે.

ફુદીના ના રસ ના ટીપાં નાક માં નાખવાથી સળેખમમાં ફાયદો થાય છે.

ઉધરસ, ઉલટી, અતિસાર, કોલેરા, વગેરેમાં ફુદીના નો રસ પીવાથી ફાયદો થાય છે. અને પેટના કૃમીઓનો નાશ થાય છે.

ફુદીના માં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે. જે શરીર ની માસપેશીઓ માં થતા દર્દ ને દૂર કરવામાં સહાય કરે છે.

દાદર પર વારંવાર ફુદીના નો રસ લગાવવાથી ફાયદો થાય છે.

ફુદીના ના રસ ના ફાયદા ખીલ ની સમસ્યા મા | fudina no upyog khil ma

fudina na fayda – ખીલ ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે ફુદીના ના રસ નો ઉપયોગ કરવો જોઈએ.

ફુદીના ના તાજા નીકળેલા રસ ને ચહેરા પર થોડી વાર માટે મસાજ કરવો,

અને પછી ૧૫ થી ૨૦ મિનીટ સુધી રાખી દેવું અને ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ લેવું. નિયમિત ઉપયોગ કરવાથી ખીલ ની સમસ્યા માં રાહત મળશે.

ફુદીનાનો ઉપયોગ અસ્થમા ની સમસ્યા મા | fudina no upyog asthma ma

અસ્થમા ના દર્દીઓ માટે ફુદીનો ખુબ જ લાભકારી નીવડે છે. અસ્થમા ના દર્દીઓએ દરરોજ એક કપ ફુદીના ની ચાય બનાવીને પીવી જોઈએ.

ફુદીના ના તેલ માં નારિયેળ નું તેલ મિક્ષ કરીને છાતી, નાક અને ગળા પર લાગવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.

આ જ પ્રક્રિયા સાયનસ ના રોગીઓ પણ કરી શકે છે.

ફુદીના ના ફાયદા – Fudina na fayda

ફુદીના નું સેવન કરવાથી લીવર ની સમસ્યા માંથી પણ છુટકારો મેળવી શકો છો,

fudina na fayda – ફુદીના ના અર્ક ને પીવાથી લોહી જામતું નથી. જ્યારે પણ તમે બહાર તડકા માંથી આવો છો તો ફુદીના ને પીસીને પાણી માં મિક્ષ કરીને એક ગ્લાસ જેટલું ફુદીના નું પાણી પીવાથી શરીર ને ઠંડક મળશે.

ફુદીના ની પેસ્ટ ને આંખોની આજુ બાજુ લગાવીને લગભગ ૧૫ મિનીટ સુધી રાખો. તેનાથી આંખ ની આસપાસ થયેલા ડાર્ક સર્કલ માં ફાયદો થાય છે. ધ્યાન રહે કે ફુદીનો આંખ માં જાય નહી.

ગરમીની ઋતુમાં નાક માંથી લોહી પડવા લાગે છે, એટલે કે નસકોરી ફૂટે છે તો ફુદીના ના રસ ના બે ટીપાં નાકમાં નાખવાથી નાક માંથી વહેતું લોહી બંધ થઇ જાય છે.

આ ઉકાળો પીવાથી જે સ્ત્રીઓને માસિક છૂટ થી આવતું નથી તે છૂટ થી આવી જાય છે અને ફુદીના ના સુકવેલા પાંદડા ની ચાય પીવાથી અનિયમિત માસિક પણ નિયમિત આવવા લાગે છે.

ફુદીના ના ફાયદા દુર્ગંધ માટે

fudina na fayda પેટ ના ખરાબ થવાથી મોઢામાંથી દુર્ગંધ આવે છે? તો ત્યારે ફુદીના ની ચટણી ત્રણ ચમચી એક ગ્લાસ પાણી માં નાખીને ઉકાળો.

ફૂલ આંચ પર ખુબ ઉકાળવું, જયારે પાણી નવસેકું રહે ત્યારે તેને ગાળી લો. હવે આ પાણી નો કોગળો મોઢામાં ૩-૪ મિનીટ સુધી ભરી રાખો. પછી થૂકી દ્યો.

આમ કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જાશે.

ખરતા વાળ અટકાવવામાં મદદરૂપ છે ફુદીનો :-

ફૂદીનામાં વાત્ત શામક ગુણ હોય છે, જે રુક્ષ વાળ, ખરતા વાળ વગેરે માટે ખુબ જ ઉઓયોગી નીવડે છે. વાળ માં રહેલો ખોળો દુર કરવામાં પણ ફુદીનો વાપરી શકાય છે.

કાનના રોગોમાં ફુદીના નો ઉપયોગ :-

કાન સબંધિત સમસ્યાઓ જેવી કે કાનમાંથી અવાજ આવવો, કાનમાં દુઃખાવો થવો, વગેરે જેવી સમસ્યાઓના નિવારણ માટે ફુદીનાનો ઉપયોગ કરી શકાય છે. કાનમાં પાણી ગયું હોય  અને તેના કારણે કાનમાં દુઃખાવો થતો હોય તો ફુદીનાનો રસ કાઢીને તેને કાનમાં નાખવાથી ફાયદો થાય છે.(રસ ના ૧-૨ ટીપાં કાનમાં નાખવા)

મોઢાના ચાંદા મટાડવા માં ફુદીનો ઉપયોગી છે :-

મોઢામાં ચાંદા પડી ગયા હોય છાલા પડ્યા હોય ત્યારે ફુદીનાના પાંદડાનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી આરામ મળે છે.

દાંતના દુખાવામાં ફુદીના નો ઉપયોગ :-

દાંતના દુખાવામાં ફુદીનાનો ઉપયોગ કરવાથી સારો ફાયદો થાય છે. ફુદીના ના પાંદડાને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેનું મંજન કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

શ્વાસનળી નો સોજો મટાડવામાં ફુદીનો :-

ઘણી વખત શીયાળા ની સિઝનમાં શ્વાસનળી માં સોજો આવી જતો હોય છે, ગળું ફૂલી જાય છે, અવાજ બેસી જાય છે. આ સમસ્યાઓના નિવારણ માં ફુદીનો ઉપયોગી સાબિત થઇ શકે છે. ફુદીનાના પાંદડાનો ઉકાળો બનાવીને તેમાંથી ૧૦-૧૫ મિલી જેટલો ઉકાળો પીવાથી રાહત મળે છે.

અપચાની સમસ્યાના નિવારણ માટે ફુદીનો :-

ફાસ્ટ ફૂડ ખાવાથી કે ભૂખ થી વધારે ખાવાથી પેટ ખરાબ થઇ જાય છે. ગેસ થઇ જાય છે. અપચો થઇ જાય છે. તેવામાં ફુદીનો, આદું ને લીંબુ નો શરબત બનાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

વારંવાર ઉલટી થતી રોકવામાં ફુદીના નો ઉપયોગ  :-

એસીડીટી થઇ જવાને કરને ઘણી વખત વારંવાર ઉલટી થતી હોય છે. અથવા તો કોઈપણ બીજા સાઈડ ઈફેક્ટ ને કારણે ઉલટી થઇ જતી હોય છે, ફુદીનો લઈને તેનો ઉકાળો બનાવી લો, અથવા તો તેના સુકવેલા પાંદડા નો ઉકાળો બનાવીને તેંથી ૧૦-૨૦ મિલી ની માત્રામાં પીવાથી તરત જ રાહત મળી જાય છે.

ફુદીના ના ફાયદા પેશાબ સબંધિત સમસ્યાઓમાં | fudina na fayda pesab sambandhit samsya ma:-

પેશાબ કરતી વખતે બળતરા થતી હોય, દુખાવો થતો હોય, ત્યારે ફુદીના નો રસ પીવાથી ખુબ જ રાહત થાય છે. ૫૦૦મિગ્રા ફુદીના ના પાંદડાના રસમાં ૫૦૦મિગ્રા કાળા મરી પીસીને રાખી લો. પછી તેમાં સહકાર નાખીને ફુદીનાની ચાય ની જેમ પીવાનું. આ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

ત્વચા સબંધિત રોગોમાં ફુદીના નો ઉપયોગ  :-

ત્વચા સબંધિત રોગોમાં ફુદીનો ખુબ જ ફાયદેમંદ અને ઉપયોગી છે. ખીલના ડાઘ ધબ્બા દુર કરવા માટે ફુદીનાનો ઉપયોગ કરવાથી દુર થાય છે. ફુદીનાના પાંદડાને પીસીને ખીલ પર લગાવી લો. થોડી વાર રાખી મુકીને ચહેરો સાફ કરી લો. અમુક મહિનાઓ સુધી લગાતાર આ પ્રયોગ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

ફુદીના ના અન્ય નાના નાના ઘરગથ્થું ઉપચારો :-

એક ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી લીંબુનો રસ લઈને તેમાં મધ નાખીને ચાટવાથી પેટના કીડા મરી જાય છે અને પાચનશક્તિ ચઢે છે.

માથામાં થતો દુખાવો ઓછો કરવા માટે ફુદીના ના પાંદડા પીસીને કાપડ પર લગાવવાથી તરત જ રાહત થાય છે.

નવશેકા પાણીમાં ફુદીનાના પાંદડા અને મીઠું નાખીને તે પાણીના કોગળા કરવાથી ગળાની ખરાશ દુર થાય છે.

એક ગ્રામ ફુદીનાના પાંદડા નું ચૂર્ણ લઈને તેમાં સાકર નાખીને ખાવાથી પેટનો દુખાવો મટી જાય છે.

ફુદીનો, તુલસી, કાળા મરી અને આદું માંથી બનાવેલો ઉકાળો પીવાથી પેટના ગેસની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ફુદીનો અને તુલસી નો ઉકાળો બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે.

મોઢામાંથી આવતી વાસ દુર કરવા માટે ફુદીના ના લીલા પાંદડા ચાવવાથી તે દુર્ગંધ આવતી નથી.

ફુદીના માં રહેલા એન્ટીસેપ્ટીક તત્વોને કારણે તે એક નેચરલ ક્લીન્ઝર જેવું કામ કરે છે. માટે જો તમારી ત્વચા ઓઈલી હોય તો દરરોજ ફુદીનો ખાવાથી સ્કીન સરસ થઇ જાય છે.

pudina na fayda in gujarati ફુદીના ના પાંદડા સાથે કાળામરી, સિંધા નમક, હિંગ અને જીરું આ બધું નાખીને ચટણી બનાવીને ખાવાથી પેટની ગડબડ દુર થાય છે. પાચનશક્તિ વધે છે.   

ફુદીનાનું પાણી પીવાથી હેડકી આવતી બંધ થઇ જાય છે.

ખંજવાળ આવતી હોય કે દાદર થઇ હોય તો ફુદીના ના પાંદડા ને પીસીને દિવસ ૨ વાર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

ફુદીના ના તેલ ના ફાયદા

ફુદીના ના તેલ ને ઓલીવ ઓઈલ અથવા નારિયેળ ના તેલ સાથે મિક્ષ કરીને વાળ માં મસાજ કરો અને ૪૫ મિનીટ સુધી રાખીને તેને શેમ્પૂ વડે ધોઈ લો,

અઠવાડિયા માં એક વાર આ તેલ લગાવવાથી વાળના ગ્રોથ માં ખુબ જ ફાયદો થાય છે, વાળ ચમકદાર બને છે અને ખરતા અટકી જાય છે.

ઓલીવ ઓઈલ અને બદામ ના તેલ માં ફુદીના નું તેલ મિક્ષ કરીને માલીશ કરવાથી લાભ થાય છે.

ફુદીના ની ચટણી ના ફાયદા

ફુદીના ની ચટણી નું સેવન કરવાથી આપણી યાદશક્તિ માં વધારો થાય છે, ફુદીના માં રહેલા તત્વો આપણા મગજ ને મજબૂત બનવાનું કામ કરે છે.

ત્રણ ચમચી ફુદીના ની ચટણી અને ટેસ્ટ પ્રમાણે ગોળ અને હિંગ નાખીને ઉકાળો બનવો.

ફુદીના ની ચા બનાવવાની રીત

fudina Tea – ફુદીનાની ચા બનાવવા માટે બે કપ પાણી લઈ તેની અંદર આઠથી દસ ફુદીનાનાં પાંદડાં ઉમેરો અને પા ભાગ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળો પછી તેને ગારી તેનું સેવન કરો

ફુદીનાનું સેવન કરવાના નુકસાન

આમ તો ફુદીનો સેહત માટે અને પેટ માટે ખુબ જ સારો માનવામાં આવે છે. પણ જો વધારે પડતો ઉપયોગ થઇ જાય તો તેનું નુકસાન પણ થઇ શકે છે.

જો કોઈ વ્યક્તિ દ્વારા વધુ પ્રમાણમાં ફુદીનાનું સેવન કરવામાં આવે તો તેને કિડનીની સમસ્યા આંતરડાઓમાં સમસ્યા થઈ શકે છે,

જે લોકોને પિત્ત અને પથરી ની સમસ્યા છે તેઓએ ફુદીના નું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

ફુદીના ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો

ફુદીના નું સેવન કરવાથી ક્યાં ક્યાં નુકશાન થઇ શકે?

વધારે પડતો ફુદીનાનું સેવન કરથી કીડની ની સમસ્યા થઇ શકે છે, આતરડા મા વિકાર ની સમસ્યા થી શકે છે.

શું શરદી મા ફુદીના ની ચાય પી શકાય છે?

શિયાળા મા જો તમે શરદી ઉધારાશ ની સમસ્યા થી પરેશાન છો તો ફુદીના ની ચાય પીવાથી આરામ મળી શકે છે.

શું ફુદીના નું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા મા ફાયદો થાય છે?

ફુદીના ની સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા મા અવશ્ય ફાયદો થાય છે, પાચનતંત્ર મજબુત બને છે, પેટ ના નાના મોટા રોગ મા ફુદીનો ખુબજ કરગર સાબિત નીવડે છે.

ફુદીનો in english | ફુદીનો english meaning

ફુદીના ને અંગ્રેજી મા Mint તરીકે ઓળખવામાં આવે છે

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી pudina na fayda in Gujarati,ફુદીના ના ફાયદા,ફુદીના ની ચાય ના ફાયદા, ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચારો મા, ફુદીના ના તેલ ના ફાયદાઓ, fudina na fayda, પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

આંબા ના ફાયદા | આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | કેરીની ગોટલી ના ફાયદા

સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી| Saragva ni sing fayda

વાળ ખરવાના કારણો અને ખરતા વાળ રોકવાના ઉપાયો | val kharva na karan

ખાંડની જગ્યાએ વાપરો 5 હેલ્થી વસ્તુ , સ્થૂળતા અને ડાયાબિટીસ રહેશે દૂર અને આ ૫ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement