આંબા ના ફાયદા | આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | કેરીની ગોટલી ના ફાયદા

આંબા ના ફાયદા - આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - કેરીની ગોટલી ના ફાયદા - Mango benefits in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો આંબા ના ફાયદા ,આંબા ની માહિતી, આંબા નો ઉપયોગ ઘેલું ઉપચારમા, કેરીના ફાયદા, કેરીની ગોટલી ના ફાયદા, amba na fayda,aamba khava na fayda, mango na fayda, mango benefits in Gujarati.

આંબા ની માહિતી

આપણે વાત કરશું સઘળા ફળો માં ઉત્તમ, ફળો નો રાજા, પૃથ્વી પરનું અમૃતફળ એવા આંબા ની. અબાલ વૃદ્ધ સૌ કોઈનો પ્રિય ફળ છે આંબો.

કેરીના વૃક્ષ ને આંબો કહે છે. જંગલ માં પોતાની મેળે જે આંબો થાય છે તેને જંગલી આંબો કહે છે. ખેતર માં અને વાડી માં જે વાવવામાં આવે છે તેને દશી આંબો કહેવાય છે.

Advertisement

સારી જાતના આંબા પરથી કલમ કરીને જે આંબો તૈયાર કરાય છે તેને કલમી આંબો કહે છે.

કેરીની અઢળક જાતો છે. ઉત્તર ભારત ની લંગડો, બનારસી, દશહરી, દક્ષિણ ભારત ની નીલમ, તોતાપુરી, ગુજરાત માં હાફૂસ, પાયરી, લંગડો, સરદારી વગેરે જાતો પ્રસીધ્ધ છે.

Amba vishe mahiti

ભારત માં લગભગ સાતસો થી આઠસો જાતની કેરીઓ થાય છે.

આ બધામાથી ઉત્તમ કેરી કઈ તેના વિષે મતમતાંતર છે. પરંતુ કેસર કેરીને ઉત્તમ માનવામાં આવે છે. લખનૌ ની કેરીનો રંગ સફેદ હોય છે. જે માત્ર લખનૌ માં જ થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે પાકી કેરી માં પીળા રંગ ઉપરાંત ક્લોરોફીલ, મેલિક એસીડ, અને ગુંદ જેવો પદાર્થ મળી આવે છે સાથે સાથે કેરી માં વિટામીન સી અને વિટામીન એ બન્ને પુષ્કળ પ્રમાણ માં મળી આવે છે.

કાચી કેરીમાં પોટાશ, સાઇટ્રિક અને મેલિક એસીડ પણ હોય છે.

તો ચાલો જાણીએ કાચી કેરીના ફાયદા, આંબા ના ફાયદા અને નુકસાન અને ઘરેલું ઉપચારો.

આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

ભોજન માં કેરી ખાવાથી વજન વધે છે, હિમોગ્લોબીન વધે છે, અને કફ થતો નથી.

આતરડા માટે કેરી ઉત્તમ ટોનિક સમાન છે અને આમાશય ના રોગોમાં ઉત્તમ કાર્ય કરે છે. હોજરીમાં પાચન તંત્ર ના રોગો, ફેફસાના રોગો, લોહીની નબળાઈના રોગ વગેરે કેરી નું સેવન કરવાથી મટી જાય છે.

દૂધ તથા ઘી સાથે કેરીનો ઉપયોગ કરવાથી વાયુ તેમજ પિત્ત ઓછો થઇ જાય છે. મધ સાથે કેરી નો રસ પીવાથી કફ નો વિઅકાર થતો નથી.

કેરીને ચૂસી ને ખાવી વધારે ફાયદો કરે છે, કેરીનો ગાળેલો રસ વાયુ પર્કોપ તથા પિત્ત ને શાંત કરે છે.

આંબા ના ફાયદા ઘરેલું ઉપચાર મા

આંબા ના ફૂલ ઠંડા, રૂચી ઉત્તપન કરનાર, ઝાડા ને રોકનાર, લોહીનો બગાડ, અતિસાર, કફ, પિત્ત અને ડાયાબીટીશ દૂર કરનાર છે.

પાકી કેરીના રસ ને તડકામાં સુકવી તેના પર બીજું લેયર કરી એમ બે ત્રણ થી વધારે લેયર કરીને જે પત્ર કરવામાં આવે છે તેને આમ્રવર્ત કહે છે.

તે રૂચી ઉપજાવનાર, મળને ખસેડનાર, તરસ, ઉલટી, વાયુ, પિત્ત વગેરે ને મટાડનાર છે.

આંબા ના ફાયદા બેસી ગયેલ અવાજ માટે

આંબાનાં લીલા ફૂલ, લવિંગ, એલચી, કાથો, સાકર અને બાવળ નો ગુંદર આ બધું સરખા ભાગે લઇ ને તેમાં અજમા ના ફૂલ નાખીને ખાંડી અને નાની નાની ગોળીઓ બનાવી લઇ સુકાવીને બોટલમાં ભરીને રાખી દેવી.

આ ગોળી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ઉઘડી જાય છે,

આંબા ના પાન ના ઉકાળામાં મધ નાખીને પીવાથી પણ  બેસેલો અવાજ ઉઘાડી જાય છે.

આંબા ના ફાયદા ઘરગથ્થું ઉપચાર મા

પાકી કેરીના રસ માં મધ નાખીને પીવાથી બરોળ ની વૃદ્ધિ મટે છે. આંબા ની ગોટલીને પીસીને તેનો ભુક્કો કરીને મધ સાથે આપવાથી ઝાડા મટે છે.

આંબા અને જામ્બૂ ના પાન નો ઉકાળો બનાવી ઠંડો કરી તેમાં મધ નાખીને પીવાથી પિત ને કારણે થતી ઉલટી મટે છે.

આંબા ની ગોટલી ને દહીં વાટીને આપવાથી કાચા ઝાડા મટે છે.

Mango na fayda | Mango benefits in Gujarati

આંબો, જામ્બૂ, લીંબડો, પરવડ, તથા માલતી એ બધા ના કુમળા પાન નો ઉકાળો કરી તેના કોગળા કરવાથી મોઢા માં પડેલા છાલા માં ફાયદો થાય છે.

જે લોકો ને કબજીયાત રહેતી હોય તેમના માટે તો કેરી અમૃત સમાન છે. કેરીનું સેવન કરવાથી આમાશય સંબંધી વિકારો માં ફાયદો થાય છે,

તથા કેરી નો રસ પીવાથી શ્વાસ ની સમસ્યા, અરુચિ, એસીડીટી, આતરડા નો સોજો, આતરડા ના બીજા રોગો, અને લીવર ની સમસ્યા માં ફાયદો થાય છે.

Amba na fayda | Aamba khava na fayda

આંબા ના ફૂલ વાટી, તેને એરંડિયા તેલ માં ઉકાળીને ગાળીને તેના ટીપાં કાન માં નાખવાથી કાન માં થતો દુખાવો મટી જાય છે.

આંબા ના પાંદડા ને બાળી તેનો ધુમાડો લેવાથી ગળા ના કેટલાક દર્દો માં ફાયદો થાય છે.

જામ્બૂના ઠળિયા નો ગર્ભ,આંબા ની ગોટલીનો ગર્ભ, જાયફળ, સુંઠ, આ બધું સરખે ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ચોખાના ઓસામણ માં મધ નાખીને પીવાથી પિત્ત અતિસાર મટે છે.

કેરીની ગોટલી ના ફાયદા

આંબા ની ગોટલી ના રસ ની નાસ લેવાથી નાક માંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે.

આંબા ની ગોટલીને દહીં સાથે ખાવાથી કોલેરા માં ફાયદો થાય છે. આંબા ની ગોટલીનું ચૂર્ણ મધ માં નાખીને ચાટવાથી હરસ અને મસા મટે છે.

કેરીની ગોટલી પણ ફાયદા કારક છે. હરસ, મસા, ઝાડા, અતિસાર જેવા રોગો માં ફાયદો કરે છે. કેરીની ગોટલી નું તેલ સંધિવા અને શૂળ પર ફાયદા કારક છે.

કેરીની ગોટલી ખાવાથી ઉલટી, અતિસાર અને હૃદય માં થતી બળતરા મટી જાય છે. આંબા ના કુમળા પાન રૂચી ઉપજાવનાર અને કફ તથા પિત્ત નો નાશ કરનાર છે.

આંબા ના નુકશાન | કેરીના નુકશાન | Aamba na nukshan | Keri na nukshan

આમ તો આંબા ના ફાયદાઓ જોઈ ને જાણી ને તેના નુકસાન વિષે જાણવાની ઈચ્છા જ ના થાય. પરંતુ જો તેનો વધારે માત્રા માં સેવન થઇ જાય તો અમુક નુકસાન થઇ શકે છે. તો જાણો તેના અમુક નુકસાનો.

જેમકે આંબા માં કુદરતી શુગર નું પ્રમાણ વધારે હોય છે માટે ડાયાબીટીશ ના દર્દીઓએ આંબા નું સેવન વધારે કરવું નહિ તેનાથી શુગર લેવલ વધી શકે છે.

ફાઈબર ની માત્રા વધારે હોવાથી જો તેનું સેવન વધારે થઇ જાય છે તો ઝાડા થઇ શકે છે. પેટ ખરાબ થઇ શકે છે.

જો તમે ડાયટ પર છો તો અંબા નું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે આંબા માં કેલેરી નું પ્રમાણ વધારે હોય છે.

વધારે આંબા ખાવાથી શરીર માં ગરમી નું પ્રમાણ વધી શકે છે. એટલે બને ત્યાં સુધી પ્રમાણસર જ સેવન કરવું.

આંબા ને લગતા કેટલાક પ્રશ્નો

આંબા ની અંદર ક્યા વિટામિન્સ હોય છે

વિટામીન – એ, વિટામીન – સી, વિટામીન – કે, પોટેસીયમ, બેટા કારોટેન, ફોલેટ,મેગ્નેશિયમ જેવા વિટામિન્સ રહેલ છે

આંબા સાથે બીજા ફળો નું સેવન કરી શકાય ?

તમે આંબા અને કેળા નો શેક બનાવી શકો છો જે ખુબજ સ્વાદિષ્ટ બને છે સાથે સાથે તમે નારીયેલ ,સંતરા ,અનાનસ પણ લઇ શકો છો.

શું આંબા ની છાલ નું સેવન કરી શકાય છે ?

હા, દરેક ફ્રુટ ના અડધા વિટામિન્સ તો તેની છાલ મા હોય છે તેવીજ રીતે આંબા ની છાલ મા પણ ગુણો રહેલ છે

એક આંબા મા કેટલી કેલેરી હોય છે?

આશરે ૩૩૬ ગ્રામના એક આંબા ની અનાદર ૨૦૨ કેલેરી હોય છે જે ફેટ,સોડીયમ અને કોલેસ્ટ્રોલ રહિત છે તેમજ વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલ છે જે તેને સુપર ફૂડ બનાવે છે.

અમારા દ્વારા આપવામાં આવેલ આંબા ના ફાયદા, આંબા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, કેરીની ગોટલી ના ફાયદા, Mango benefits in Gujarati, પસંદ આવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર નું સેવન કરવાના ફાયદા | Aamba Haldar na fayda

દુધી ના ફાયદા | દુધી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | દુધી નો જ્યુસ બનાવવાની રીત

છાશ પીવાના ફાયદા | ઘરેલું ઉપચાર મા છાશ નો ઉપયોગ | Chhas na fayda

રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement