ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati

ફરાળી ફરસી પુરી બનાવવાની રીત - farali farsi puri banavani rit gujarati ma - farali farsi puri recipe in gujarati
Image credit – Youtube/Hetu's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hetu’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે ફરાળી ફરસી પુરી બનાવવાની રીત – farali farsi puri banavani rit gujarati ma શીખીશું જે વ્રત ઉપવાસમાં માં બનાવી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે દૂધ, ચા, દહી કે લીલી ચટણી સાથે ખાઈ શકાય છે તો ચાલો જાણીએ farali farsi puri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફરાળી ફરસી પુરી બનાવવા જરુઈ સામગ્રી | farali farsi puri recipe ingredients

  • ફરાળી લોટ 2 કપ
  • દર્દરા પીસેલા જીરું 1 ચમચી
  • દર્દરા પીસેલા મરી 1 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • લીલા મરચા આદુ ની પેસ્ટ ½ ચમચી
  • તરવા માટે તેલ

ફરાળી ફરસી પુરી બનાવવાની રીત | farali farsi puri banavani rit | farali farsi puri recipe in gujarati

ફરાળી ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ફરાળી લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચા ની પેસ્ટ, દર્દરા પીસેલા જીરું, દર્દરા પીસેલા મરી  અને ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

( મિક્સ કરતી વખતે ધ્યાન રાખવુ કે તેલ ગરમ છે તો હાથ ના બરી જાય નહિ એટલે પહેલા ચમચા થી મિક્સ કરવું ત્યાર બાદ તેલ થોડુ ઠંડુ થાય પછી હાથ વડે મિક્સ કરવું)

Advertisement

હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ ઢાંકી ને રાખી દયો દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

હવે એક એક લુવો લઈ મીડીયમ જાડી પુરી વની લ્યો ને વણેલી પુરી માં કાટા ચમચી થી કાણા કરી લ્યો ને એક બાજુ મૂકતા જાઓ આમ બધી  જ પુરી વણી એમાં કાણા કરી તૈયાર કરી લ્યો

ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એક વખત માં જેટલી સમાય એટલી પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો

પૂરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી પુરી તરવા માટે નાખો આમ બ્ધિનપુરી ને ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી ને ઠંડી કરો એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો ફરાળી ફરસી પૂરી.

farali farsi puri banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hetu’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement