બાજરી ના ચમચમીયા બનાવવાની રીત | bajri na chamchamiya recipe in gujarati

bajri na chamchamiya Recipe in Gujarati - બાજરી ના ચમચમીયા રેસીપી - recipe of ChamChamiya
image - Youtube - Food se Fitness Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું શિયાળા મા ઘણાબધા વ્યક્તિઓ ને ખુબજ પસંદ આવતી સ્પેશિયલ હેલ્ધી બાજરી ના ચમચમીયા, Bajri na chamchamiya Recipe in Gujarati, recipe of ChamChamiya.

Bajri na chamchamiya

બાજરી ના ચમચમીયા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૧ કપ બાજરીનો લોટ
  • અડધો કપ મેથી સુધારેલી અડધો કપ લીલા ધાણા સુધારેલા
  • પા ચમચી હળદર
  • ૧-૨ ચમચી તલ
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચ આદુ મરચાં ની પેસ્ટ
  • અડધો કપ ખાટી છાશ
  • પા ચમચી બેકિંગ સોડા
  • જરૂર પ્રમાણે નવશેકુ પાણી જરૂર પ્રમાણે તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

chamchamiya Recipe in Gujarati

બાજરી ના ચમચમીયા ( Recipe of ChamChamiya ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ લ્યો તેને ચારી લ્યો ત્યાર બાદ તેમાં સુધારેલા મેથી, ધાણા , આદુ મરચાની પેસ્ટ, હિંગ, ૧ ચમચી તલ, પા ચમચી હળદર, જીરું નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં ખાટી છાશ નાખી ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નવશેકું પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું ને છેલ્લે તેમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખી મિક્સ કરી તૈયાર કરી લ્યો

Advertisement

બાજરી ના ચમચમીયા ( Bajri na chamchamiya ) બનાવવા એક નોન સ્ટીક તવી પર તેલ લગાવો ત્યાર બાદ તેમાં તલ નખી તેમાં  તૈયાર મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.

ત્યાર બાદ તેને ઉથલવતા પહેલા તેના પર ફરીથી થોડું તેલ ને છાંટી તવિથા વડે ઉથલાવી નાખી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવા આમ બધા બાજરીના ચમચમીયા ( Bajri na chamchamiya ) બનાવી લઈ ગરમ ગરમ લીલી ચટણી ને સોસ સાથે પીરસો ( Recipe of ChamChamiya )

રેસીપી વિડીયો | recipe Video

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા પાવ સાથે પાવભાજી બનાવવાની રીત | Pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

વડપાવ ક્વેસાડીલા બનાવવાની રીત | Vada pav Quesadilla recipe in gujarati

પલક પનીર બનાવવાની રીત રેસીપી | Palak paneer banavani rit | palak paneer recipe in gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત રેસીપી | Veg Kolhapuri banavani rit | Veg Kolhapuri Recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement