નમસ્કાર મિત્રો આજે અમે તમને દરેક ઘરની અંદર એક અથવા બીજી વ્યક્તિને ખૂબ જ પસંદ આવતા બટેકા વિશે વાત કરવાના છીએ સામાન્ય રીતે દરેક ઘરની અંદર આ બટેકા નો ઉપયોગ થાય છે તેમજ એક કે બીજી રીતે રસોઈ ની અંદર વાપરવામાં આવે છે ઘણા ઘરની અંદર તો બંને ટાઈમ રસોઈ ની અંદર બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે આજે અમે તે બટેકા ના વિવિધ ફાયદાઓ વિશે જણાવીશું, Bataka na ras na fayda in Gujarati, Potato juice Health Benefits in Gujarati, Bataka na Fayda.
Bataka na ras na fayda in Gujarati – Bataka na Fayda
સામાન્ય રીતે દરેક વ્યક્તિ બટેકા નું નામ સાંભળે એટલે કહે છે કે બટેકા સેવન કરવાથી ગેસ થાય છે અને માથું દુખાવાની સમસ્યા ચાલુ થાય છે આજે અમે એ જ બટાકા ના સેવન વિશે કેટલીક મહત્વ ની માહિતી આપીશું,
જો તમે કાચા બટાકા ના રસનું સેવન કરો છો તો તે તમારા શરીર માટે કેટલું ફાયદાકારક છે અને બટેકા નો રસ કેવીરીતે બનાવો તે વિશે જણાવીશું
બટાકા ની અંદર રહેલા પોષક તત્વ વિશે માહિતી
બટાકા ની અંદર રહેલ પોષક તત્વોની વાત કરીએ તો તેની અંદર વિટામિન સી, વિટામિન બી, વિટામીન એ, કેલ્શિયમ, પોટેશિયમ, લોહતત્વ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો છે અને આ તમામ પોષક તત્વ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
તેમજ કાચા બટાકા ની અંદર કાર્બોહાઈડ્રેટ અને વસા હોય છે તેમજ આ બટેકા ની અંદર લુતીન, ઝેન્થાઇન ( Xanthine ) કેરોટિનોઇડ્સ ( Carotenoids ) હોય છે જે આપણા હૃદયની કાર્યપ્રણાલી ની અંદર સુધારો કરે છે,
તેમજ તે આપણા લોહીની અંદર રહેલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું કરે છે
કાચા બટાકા નો રસ પીવાથી થતા ફાયદામાં – Potato juice Health Benefits in Gujarati
વિટામિન B નો ઉત્તમ સ્ત્રોત
વિટામીન બી ની વાત કરીએ તો ૧ કપ બટેકા ના જ્યુસ ની અંદર આપણા રોજીંદા જીવન માટે જરૂરી વિટામીન b1 અને વિટામિન b3 નો 40% ભાગ આપણે બટાકાની અંદરથી મળે છે તેમજ બટાકાની અંદર વિટામિન b-12 અને વિટામિન b6 પણ હોય છે
આ વિટામિન B આપણા શરીરની અંદર રહેલ કાર્બોહાઇડ્રેટને ગ્લુકોઝ ની અંદર પરિવર્તિત કરી અને શરીર માટે જરૂરી ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે – Bataka na ras na fayda in Gujarati.
માઈગ્રેન ની સમસ્યામાં ફાયદા કારક
એવું માનવામાં આવે છે કે જો તમને સ્ટ્રેસ અને માઈગ્રેન ની સમસ્યા હોય તો બટાકા ના ટુકડા ને મસ્તિસ્ક પર ઘસી ને અથવા તો બટાકા નો રસ નો જો તમે ઉપયોગ કરો છો આ સમસ્યામાં ખુબજ સારો ફાયદો મળે છે
આપણા શરીરની અંદર થતી રક્ત પરિભ્રમણની ક્રિયામાં મદદરૂપ થાય છે
કાચા બટાકાના રસની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ અને નિયાસિન નામના ઘટક હોય છે જે આપણા શરીરની અંદર ઉર્જાનું સ્તર વધારવાનું કાર્ય કરે છે પરંતુ આપણા શરીરની અંદર રહેલ અંગોને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પહોંચાડવાનું કાર્ય કરે છે,
તેમજ બટાકામાં શરીરની અંદર રક્તસંચાર ની ક્રિયા માં પણ મદદરૂપ થાય છે.
સ્કીન માટે ફાયદાકારક
જેવું કે પહેલાં જણાવ્યું કાચા બટાકાના દિવસની અંદર વિટામીન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને આ વિટામિન સી આપણી સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
જો તમે કાચા બટાકાનો રસ અને દહીંને મિક્સ કરી સ્કિન પર લગાવી 15 મીનીટ રહેવા દો છો તો તમારી સ્કિનમાં ગ્લો આવશે અને સ્કિન હાઇડ્રેટેડ રહેશે
જો તમે કાચા બટાકા નું જ્યુસ બનાવી ફેસ પર લગાવી પછી ફેસ વોસ કરો છો તો ફેસ પર રહેલા ડાઘા દુર થાય છે અને સ્કિન મા ચમક લાવવાની સાથે સાથે સાફ કરવાનો ઉત્તમ રસ્તો છે,
તેમજ જો તમે આંખોની આસપાસ કાચા બટાકાનો રસ ને લગાવો છો તો આંખોની આસપાસ રહેલ ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે
કાચા બટાકાનો રસ ને દહીં સાથે મિક્સ કરી રેગ્યુલર ફેસ પર લગાવવાથી ફેસ પરની કરચલીઓ જલ્દી આવતી નથી અને ફેસ માં ચમક આવે છે
વાળ માટે ફાયદાકારક – Bataka na Fayda
જો તમે તમારા વાળને ઘાટા અને સ્વસ્થ કરવા માંગો છો તો તમારે કાચા બટાકાના જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ બે કાચા બટાકાના રસની અંદર એક ચમચી મધ અને ઇંડા ની જરદી( ના ઉમેરો તો પણ ચાલે) તેમાં ઉમેરી આ મિશ્રણને વાળ પર એક કલાક સુધી લગાવી રાખો અને પછી શેમ્પૂ વડે ધોઈ નાખો થોડા જ દિવસ ની અંદર તમને વાળમાં થતો ફાયદો દેખાશે.
કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક
બટાટાનાં જ્યુસને અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે અને ફાઈબર ના કારણે આપણા પાચનતંત્રને સાફ કરવાની કામગીરીમાં ખૂબ જ ઉપયોગી થાય છે નિયમિત પણે અડધો ગ્લાસ કાચા બટાકા નું જ્યુસ પીવાથી આ કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે – Bataka na Fayda.
આપણા હૃદય માટે ફાયદાકારક – Potato juice Health Benefits in Gujarati
બટેકા ની અંદર રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ આપણા હૃદય અને ધમનની ને ખૂબ જ ફાયદો કરે છે તેથી આપણું હૃદય સ્વસ્થ રહે છે – Bataka na ras na fayda in Gujarati.
આપણા શરીરને જરૂરી વિટામીન C પૂરું પાડે છે
તેમજ આ વિટામીન સી આપણા શરીર ની ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને આપણી ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને તે આપણા શરીરની અંદર માંસપેશીઓ હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે – Potato juice Health Benefits in Gujarati.
આ રીતે બનાવો બટાકા નું જ્યુસ
સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈ અને તેની અંદર રહેલ એક્સ્ટ્રા અંકુર અને ડાઘાઓ સાફ કરી લો,
સાફ કરી તેની છાલ ઉતારી છીણી લો હવે આ છીણેલા બટાકાને કાપડ ની અંદર નાખી તેનો રસ નીચોડી લો અથવા તો તમે ઈચ્છો તો જ્યુસર વળે પણ તેનો રસ નિકાળી શકો છો હવે આ રસને ફ્રીજની અંદર થોડો સમય ઠંડો થવા દઈ પછી તેનો ઉપયોગ કરો.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
બાજરા વિશે કેટલી જાણવા જેવી માહિતી – Bajra ni Mahiti
અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અને મેળવો ચશ્મા ના નંબર થી છુટકારો
શિયાળામાં નીલગીરી નું તેલ શર્દી સિવાય 9 સમસ્યા મા કરે છે ફાયદો – Nilgiri tel fayda
સરગવાનાં પાંદડાનું સેવન કરવાના ફાયદા – Sargava na pan Fayda
નાગરવેલ ના પાન નું સેવન કરવાના કેટલાક ફાયદા – Nagarvel na pan
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે