બાજરા – બાજરી ના ફાયદા | બાજરો – બાજરી ખાવાના ફાયદા | bajri na fayda

Bajra ni mahiti - Bajra na fayda in Gujarati - બાજરા ના ફાયદા - બાજરી ના ફાયદા - bajri na fayda - બાજરી ખાવાના ફાયદા - bajri khavana fayda
Advertisement

શિયાળો આવી ગયો છે અને દરેક ઘરની અંદર હવે બાજરા ની આઈટમો બનવા લાગશે બાજરાના રોટલા બાજરાની રાબ તેમજ વિવિધ બાજરા થી બનતી વાનગીઓ નું સેવન કરીએ છીએ આજે આ બાજરા વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવીશું, બાજરા ના ફાયદા, Bajra ni mahiti, Bajra na fayda in gujarati,બાજરી ના ફાયદા , bajri na fayda,બાજરી ખાવાના ફાયદા, bajri khavana fayda.

આપણા ભારતમાં જેટલો ઉપયોગ ઘઉંના લોટ નો થાય છે તેટલો જ ઉપયોગ બાજરા ના લોટનો તેની બનાવટો નો પણ થાય છે. એક સમયે બાજરા ને ગરીબો નું અનાજ કહેવામાં આવતું હતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બાજરા નું મહત્વ વધતું ગયું. હેલ્ધી ડાયેટ ફૂડમાં બાજરાનો સમાવેશ થતો ગયો.

બાજરી વિશે માહિતી | બાજરા વિશે માહિતી | Bajra ni mahiti

આપણે જે બાજરાનું સેવન કરીએ છીએ બાજરો એ દરેક વર્ગના વ્યક્તિ સેવન કરી શકે તેવું ખાદ્ય પદાર્થ છે માટે આપણે આજે બાજરા વિશે કેટલીક માહિતી મેળવશું . બાજરા ના સ્વાસ્થ્ય સંબંધી ફાયદા વિશે વાત કરીએ તો તે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે અસ્થમા જેવી સમસ્યા રોકવામાં મદદરૂપ થાય છે ડાયાબિટીસમાં ફાયદાકારક છે અને કેન્સર જેવા ખૂબ જ ખતરનાક રોગો સામે પણ રક્ષણ આપે છે આથી વિશેષ આપણે બાજરો સેવન કરીએ છીએ તે બાજરો એ ગ્લુટેન ફ્રી છે

Advertisement

બાજરો એક પ્રકારનું અનાજ છે જેનો સદીયો થી ઉપયોગ થતો આવ્યો છે. જુના જમાનામાં આપના બુજુર્ગો અલગ અલગ પ્રકારના અનાજ ને મિક્સ કરીને તે ખાતા હતા જેમકે જુવાર, મકાઈ, બાજરો. અને આ જ કારણ હતું કે તેઓ વર્ષો સુધી ફીટ રહેતા હતા અને તેમને કોઈ બીમારી અસર જ કરતી નહિ. ચાલો તો આજે જાણીએ કે બાજરો ખાવાથી કયા કયા ફાયદા થાય છે?અને બાજરાની રોટલી/રોટલો ખાવાથી કયા કયા ફાયદા થાય છે?

બાજરા બે પ્રકારના આવે છે. એક દેશી બાજરો અને બીજો પરદેશી/સંકર બાજરો. પરંતુ હમેશા આપને દેશી બાજરો જ ખાવો જોઈએ. પરંતુ દેશી બાજરાની ખેતી હવે બહુ ઓછી થાય છે કારણકે તેની ઉપજ ઓછી થાય છે. ઔષધીય ગુણો ના મામલામાં દેશી બાજરો વધી જાય છે માટે બને ત્યાં સુધી આપને દેશી બાજરો જ ખાવો જોઈએ.

બાજરામાં કયા કયા પોષક તત્વો હોય છે?

બાજરી ની અંદર રહેલા પોષક તત્વની વાત કરીએ તો તેની અંદર વિટામિન્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, ત્રીપ્ટોફેન, ફાઈબર, વિટામીન-બી, પ્રોટીન આયર્ન, કોપર, કેલ્શિયમ મેગેનીઝ, પોટેશિયમ, તેમજ વિટામિન બી-૬, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે અને વોલેટ, ફોલિક એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો ભરપુર માત્રામાં મળી રહે છે.

બાજરા ના ફાયદા | Bajra na fayda in gujarati

બાજરા ના ફાયદા તે ડાયાબિટીસમાં | Bajra na fayda dayabites ma

ડાયાબીટીસ ની વાત કરીએ તો તે આજકાલ દરેક વ્યક્તિઓમાં સામાન્ય સમસ્યા છે અને આ ડાયાબિટીસ અથવા તો શુગર લેવલને કંટ્રોલ કરવા માટે જરૂરી એવું ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર જ્યારે ઓછું થાય છે ત્યારે ડાયાબિટીસ ને લગતી સમસ્યા ઉદ્ભવે છે આ બાજરા ની અંદર મેગ્નેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર આ ઇન્સ્યુલિન નો સારી રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે

બાજરા ના ફાયદા હાડકા માટે | Bajra na fayda hadka mate

આપણા શરીરની અંદર કેલ્શિયમ એક ખૂબ જ મહત્વનું છે જો આપણે કેલ્શિયમની ઉણપ થાય તો હાડકા ફેક્ચર થવાની કે થવાની સમસ્યાઓ થાય છે અને આપણા શરીરમાં કોઈપણ પ્રકારે કેલ્શિયમનું ઉત્પાદન થતું નથી જેને આપણે ભોજનના માધ્યમથી જ લેવું પડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધ એ કેલ્શિયમ મેળવવાનો ઉત્તમ સ્ત્રોત છે પરંતુ દૂધ કરતાં પણ બાજરા ની અંદર વધુ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે તેમજ બાજરા ની અંદર મેગ્નેશિયમ પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે કે આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણાં હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે

બાજરા ના ફાયદા Skin માટે | Bajra na fayda skin mate

બાજરી ની અંદર antimicrobial અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને finolex ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે આ તમામ તત્વો આપણી સ્કિન માં કરચલીઓ પડવા દેતા નથી સ્કીન ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે તેમજ આ પોષક તત્વો આપણા પાચનતંત્રને પણ સારું કરવામાં મદદરૂપ થાય છે

બાજરા ના ફાયદા તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે | Bajra na fayda te blood presser control kre che

બાજરી ની અંદર મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર રહેલ મસલ્સ ને આરામ આપવામાં મદદરૂપ થાય છે જેને કારણે આપણું હાઈ બીપી  ઓછું કરવામાં મદદરૂપ થાય છે તેમજ બાજરો એ અસ્થમા અને માઈગ્રેન જેવી સમસ્યાઓ મા પણ ફાયદાકારક છે

બાજરા ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે | Bajra na fayda te colestrol ochu kre che

જેવું કે પહેલા તમને જણાવ્યું બાજરો એ ફાઇબરનું ઉત્તમ સ્ત્રોત છે અને ફાઈબર એ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળે છે અને આપણા શરીરને વિવિધ બીમારીઓથી બચાવવા માં પણ મદદરૂપ થાય છે – Bajra ni mahiti.

બાજરા ના ફાયદા તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

 આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે બાજરાનો રોટલો કે બાજરાની રાબ નું સેવન કરવામાં આવે તો આપણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી એની પાછળનું મુખ્ય કારણ તેની અંદર રહેલ ફાઈબર છે તેમજ બાજરા માંથી તમને ખૂબ જ સારા પ્રમાણમાં શરીરને જરૂરી એવી ઊર્જા મળી રહે છે જેથી તમને વારંવાર ભોજન કરવાની જરૂર રહેતી નથી જે તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

બાજરો ખાવાના ફાયદા | Bajro khava na fayda | બાજરી ખાવાના ફાયદા | bajri khavana fayda

બાજરી ના ફાયદા તે માથાનો દુખાવો મટાડે છે | Bajri na fayda te mathano dukhavo matade che

માથામાં સતત દુખાવો રહેતો હોય અથવા બીજા કોઈ કારણોસર માથમાં દુખે છે તો બાજરા ના લોટની ગીલીસુકી પોટલી બનાવીને અથવા તેની અડધી કાચી રોટલી બનાવીને તે રોટલીને માથામાં સેક કરવાથી માથાનો દુખાવો મટી જાય છે.

બાજરા ના ફાયદા પેટના દુખાવામાં | bajri na fayda pet na dukhavama

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પેટ દુખવું સામાન્ય થઇ ગયું છે. પેટમાં દુખાવો ખાવા પીવામાં અસંતુલન ને કારણે, મસાલેદાર ભોજન ખાઈ લેવાથી વગેરે થી થઇ શકે છે. જયારે આવી સમસ્યાઓ થાય છે ત્યારે બાજરા નો ઉપયોગ કરવાથી રાહત મળી જાય છે. બાજરાના લોટની પોટલી બનાવીને તેને પેટ પર રાખી મુકવાથી પેટનો દુખાવો મટી જાય છે.

બાજરી ખાવાના ફાયદા ઝાડા/અતિસાર | bajri khavana fayda zada ni samsya ma

ઝાડા થઇ ગયા છે ત્યારે બાજરાના લોટ ખાવાથી અથવા તેનો ફાકડો ભરી જવાથી ઝાડા બંધ થઇ જાય છે. અજીર્ણ અથવા તો અપચાની સમસ્યા હોય તો તે પણ દુર થઇ જાય છે.

મીર્ગી/અપસ્માર માં બાજરી નો ઉપયોગ | bajri no upyog marghi ni samsya ma :-

અપસ્માર કે મીર્ગીના દોરા માં બાજરા નો ઉપયોગ કરી શકાય છે. અઆશ્રે ૨૦૦ ગ્રામ દહીં લઈને તેમાં ૩૫ ગ્રામ ખાંડ નાખીને તેને બાજરાની રોટલી કે રોટલા સાથે ખાવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત ૧ મહિનો ચાલુ રાખવો.

બાજરી ના ફાયદા સ્નાયુઓના રોગોમાં | bajri na fayda snayu na dukhavama

આજકાલ સ્નાયુઓ નબળા પડી જવા, સ્નાયુમાં દુખાવો થવો, સ્નાયુઓ ઢીલા પડી જવા, વગેરે સ્નાયુઓને લગતી બીમારી થઇ જતી હોય છે તેવામાં બાજરો ખાવાથી ખુબ જ લાભ થઇ શકે છે.

૫ ગ્રામ બાજરાના લોટમાં ૧૮ ગ્રામ ગોળ મિલાવીને તેની પેસ્ટ બનાવીને તેની નાની નાની ગોળીઓ બનાવીને તેમાંથી ૧-૧ ગોળી દરરોજ ખાવાથી સ્નાયુઓના રોગો માં ધીમે ધીમે રાહત મળે છે.

બાજરી ના ફાયદા તે એનર્જી લેવલ ને વધારે છે | bajri na fayda te energy vadhare che

બાજરા માં ખુબ જ ઘણી માત્રામાં સ્ટાર્ચ હોય છે. જે એક હાઈ એનર્જી ફૂડ છે. જેમ આપણે જાણીએ જ છીએ કે સ્ટાર્ચ ના વિઘટન માં ખુબ જ સમય લાગે છે અને બાજરા માં સ્ટાર્ચ ભરપુર માત્રામાં હોય છે તો બાજરાનું સેવન કર્યા પછી આપણા શરીર ને લાંબા સમય સુધી એનર્જી મળી રહે છે.

બાજરી ખાવાના ફાયદા તે હૃદય માટે ગુણકારી છે | bajri khavana fayda te hraday mate gunkari che:-

બાજરાની કોઈપણ વાનગી ખાવાથી અથવાતો એમ કહીએ કે બાજરા નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે કા તો લેવલ માં રહે છે. જે હાર્ટ અટેકની શકયતાઓ ને ઘટાડી દે છે. બાજરામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડપ્રેશર ઓછું કરે છે. સાથે સાથે બાજરામાં રહેલું લીગનીન નામનું ફાઈટોકેમિકલ્સ કાર્ડિયાક અરેસ્ટ ના ખતરાને ઓછું કરે છે.

બાજરી ના ફાયદા તે લોહીની ઉણપને દુર કરે છે | Bajri na fayda te lohi ni unap dur kre che

બાજરો એ આયરન નો બહોળો સ્ત્રોત માનવામાં આવે છે. લોહીની ઉણપ કે એનીમિયા રોગને મટાડવા માટે બાજરા ને ખાવામાં ઉપયોગ વધારી દેવો જોઈએ.

બાજરી ખાવાના ફાયદા તે ડીપ્રેશન થી બચાવે છે | bajri kahavana fayda te dipresion thi bachave che

બાજરાનું સેવન કરવાથી તમને માનસિક શાંતિ મળે છે. કારણકે બાજરામાં મેગ્નેશિયમ મળી રહે છેજે માથાનો દુખાવો, માઈગ્રેન જેવી સમસ્યામાંથી રાહત અપાવે છે.

પ્રોટીન અને એમીનો એસીડ માટે બાજરો ખાઓ | bajri khavana fayda protin ane emono acid male che:-

આપણી બોડીનું સરખી રીતે પ્રોસેસ માટે અને બોડી સેલ્સ ને રીપેર કરવા માટે પ્રોટીન અને એમીનો એસીડ ની જરૂર પડે છે. બાજરો ખાવાથી આ બન્ને તત્વો આપણને મળી રહે છે. બાજરો આપણા શરીર માં નાઈટ્રોજન ને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.

બાજરી ના ફાયદા અસ્થમા, દમ અને ગઠીયા વા ની બીમારીમાં | bajri na fayda vividh samsya ma :-

બાજરા ની તાસીર ગરમ હોય છે એટલે જ તેને ખાવાથી દમ, ગઠીયો વા, સંધિવા, અસ્થમા વગેરે બીમારીઓ માં ખુબ જ લાભ મળે છે અને રાહત થાય છે.

બાજરી ખાવાના ફાયદા ગર્ભવતી સ્ત્રીઓ માટે | bajri khavana fayda

ગર્ભવતી સ્ત્રીઓને બાજરા ની ખીચડી કે તેની રોટલી ખવડાવવાથી તેઓમાં જો કેલ્શિયમ ની ઉણપ હોય તો તે દુર કરી શકાય છે. એટલું જ નહિ ડીલીવરી સમયે જે દર્દ થાય છે તેપણ ઓછું થઇ જાય છે. ગર્ભવતી મહિલાઓને કેલ્શિયમ ની ગોળીઓ ખવડાવવાની જગ્યા એ બાજરો અને તેની બનાવટો ખવડાવવી જોઈએ.

બાજરી ના નુકશાન | bajri na nukshan

બાજરો કે જે ઘણાબધા ગુણધર્મોથી ભરપૂર છે જો તેનું અતિશય સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્યને કેટલાક નુકસાન પણ પહોંચાડી શકે છે તો ચાલો જાણીએ તેની માહિતી

બાજરા ની અંદર ગોઇટ્રોજન( goitrogen ) નામનું તત્વ હોય છે જે થાઇરોડ માટે જવાબદાર હોર્મોન્સ મા વધારો કરે છે માટે તેનું અતિસય સેવન કરવું નહિ

બાજરા નું જો વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે ઓ તમારી સ્કીન ડ્રાય થવાની સમસ્યા ઉદ્ભવે છે.

બાજરી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

બાજરાની તાસીર ગરમ હોય છે ?

હા, બાજરાની તાસીર ગરમ હોય છે માટે જ તેને શીયાળા માં ખાવાનું ખાસ કહેવામાં આવે છે.

બાજરામાં કયા કયા વિટામિન્સ હોય છે?

બાજરામાં વિટામીન-બી  અને ઘણા બધા ખનીજ તત્વો હોય છે.

બાજરાને અંગ્રેજીમાં શું કહેવાય ?

બાજરે અંગ્રેજીમાં pearl millet કહેવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

લસણ ખાવાના ફાયદા | લસણ ના ફાયદા | લસણ ના ઘરેલું ઉપચાર | lasan na fayda

ઠંડીમાં પલાળેલી અખરોટનું સેવન કરવાના ફાયદા – Paladela Akhrot

બંધ નાક ખોલવા ના ઘરગથ્થુ ઉપાય | Bandh Naak kholvana upay

શિયાળામાં નીલગીરી નું તેલ શર્દી સિવાય 9 સમસ્યા મા કરે છે ફાયદો – Nilgiri tel fayda

ગેસ થવાના કારણો | ગેસ નો ઉપચાર | ges tahava na karan | Ges Na Gharelu Upay

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement