પપૈયાના પાનનો રસ ડેન્ગ્યું સિવાય 7 સમસ્યા મા કરે છે ફાયદો

papaiya na pan juice fayda in Gujarati - papaiya na pan juice - પપૈયા ના પાન નું જ્યુસ ના ફાયદા - પપૈયાના પાનનો રસ
Advertisement

આજે અમે તમને પપૈયા ના પાંદડા નું જ્યુશ નું સેવન કરવાના કેટલાક ફાયદા જણાવીશું આ પપૈયા ના પાંદડા નો જ્યુસ ઘણી બધી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ચાલો જાણીએ વિસ્તૃતમાં માહિતી, પપૈયા ના પાન નું જ્યુસ ના ફાયદા, papaiya na pan juice na fayda, પપૈયાના પાનનો રસ.

papaiya na pan juice na fayda

આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રકારના જ્યુસ પીએ છીએ જે આપણે ઘણા બધા ફાયદા કરે છે જેમાં આપણે અનાનસનું જ્યુસ, તુલસી નું જ્યુસ, લીમડાના પાંદડા નું જ્યુસ, ફુદીનાની પાંદડાઓનો જ્યુસ ને લઈ શકીએ છીએ જ્યારે કેટલાક juice  કોઈપણ પ્રકારનો ફાયદા કરતા નથી જેમાં આપણે આજકાલ ખૂબ જ ટ્રેન્ડી થયેલા કોકટેલ જ્યુસનો પણ સમાવેશ થઈ જાય છે જે આપણને ફાયદા કરતું નથી જે ઘણીબધી વસ્તુ ઓ ઉમેરી ને બનાવાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે જો પપૈયાનું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે તેમાં મુખ્યત્વે આપણે ગણી શકીએ કે જે લોકોને કબજીયાતની સમસ્યા રહે છે તેઓ માટે તે ઉત્તમ સાબિત થાય છે તેવી જ રીતે તેના પાંદડા પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ આર્ટીકલ ના અંતમાં અમે તમને પપૈયાના પાંદડા નું જ્યુસ કઈ રીતે બનાવવું તે પણ જણાવીશું પરંતુ તે પહેલા તેના ફાયદા જાણી લઈએ

Advertisement

પપૈયા ના પાંદડા ની અંદર રહેલ પોષક તત્વો ની માહિતી

આપણે સૌ જાણીએ છીએ કે પપૈયુ એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેવી જ રીતે તેનાં પાંદડાં પણ ફાયદાકારક છે તેના પાંદડા ની અંદર વિટામીન બી, વિટામિન સી અને વિટામિન એ હોય છે તેમજ તેની અંદર રહેલ ગુણોની વાત કરીએ તો તેની અંદર સારા પ્રમાણમાં આયર્ન ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ હોય છે તેમજ તેના પાંદડા ની અંદર સારા પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે આપણા શરીરની અંદર રક્ત શુદ્ધિકરણ કરવામાં મદદરૂપ થાય છે

પપૈયા ના પાન નું જ્યુસ ના ફાયદા

લીવર માટે ફાયદાકારક

પપૈયા ના પાંદડા ની અંદર રહેલા ગુણધર્મો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને છે તેમજ તે તમારું વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે તેમજ તે આપણા લીવર માટે હાનીકારક એવા ફ્રી રેડિકલ્સ ટીપણ બચાવે છે માટે જો તમે તમારા લિવરને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ ઓછું કરવા માંગો છો તો પપૈયાના પાનનો જ્યૂસ પીવું જોઈએ

ડેન્ગ્યુમાં ફાયદાકારક

આપણે સૌ જાણે છે કે ડેન્ગ્યુના અકસીર ઇલાજ તરીકે પપૈયા ના પાંદડા નું સેવન કરવામાં આવે છે આ પપૈયા ના પાંદડા નો જ્યુસ બનાવી તો સેવન કરવામાં આવે તો તે ડેન્ગ્યુ અને મેલેરિયા ના લક્ષણો ઓછા કરે છે તેમજ આ તાવને કારણે આવતી આપણા શરીરની અંદર કમજોરી ને પણ દૂર રાખવામાં મદદરૂપ થાય છે –  papaiya na pan juice fayda

સ્કીન માટે ફાયદાકારક

જો તમે સુંદર skin મેળવવા ઈચ્છો છો તો તમારે પપૈયા ના પાન ના રસ નો સેવન કરવું જોઈએ તેની પાછળનું મુખ્ય કારણ તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ છે જે તમારી ત્વચા માટે જરૂરી એવું પોષણ પૂરું પાડે છે તેમજ તેની અંદર રહેલ વિટામિન એ અને વિટામિન સી પણ તમારી સ્કિન માટે ફાયદાકારક છે તે તમારી સ્કિન પર કરચલીઓ આવવા દેતા નથી તેમ જ સ્કિનમાં ગ્લો લાવવામાં મદદરૂપ થાય છે

ખોડો ઓછો કરવામાં મદદરૂપ થાય છે

જેવું કે પહેલા ઉપર જણાવ્યું તે આપણી સ્કિન માટે ફાયદાકારક છે જો તમે પપૈયા ના પાંદડા નો રસ નો ઉપયોગ કરો છો તો તે તમને ખોડાની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થશે તેમજ તે તમારા મસ્તિષ્કમાં આવતી ખંજવાળ અને તેને લગતી સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદરૂપ થશે અને તમારા મસ્તિષ્કને સ્કિનને moisturize રાખવામાં અને બીજા સંક્રમણ થી પણ બચાવશે

ડાયાબીટીસ માટે ફાયદાકારક

પપૈયાના પાનનો રસ ની અંદર પહેલા ગુણોને કારણે તે આપણા શરીર માટે એક શક્તિશાળી એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોવાનું કાર્ય કરે છે તેમજ તે સંધિવા અને ડાયાબિટીસ ટાઇપ-૨, અલ્સર જેવી સમસ્યામાં પણ ફાયદાકારક છે – papaiya na pan juice na fayda.

પાચનતંત્ર સારું કરે છે

જો તમને પાચનને સંબંધિત સમસ્યા છે તો તમે આ પપૈયા ના પાંદડા નો જ્યુસ નું સેવન કરી શકો છો તેની અંદર રહેલા સારા પોષક તત્વો છે જે અપચા ની સમસ્યા દુર કરે છે પેટ નો દુખાવો જેવી સમસ્યામાં ફાયદો કરશે કારણ કે તેને જ્યુસ ની અંદર એન્ટિઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે તેમજ તેની અંદર રહેલું ફાઇબર પાચનક્રિયા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારી ભૂખ વધારવામાં પણ મદદ કરશે

સારી ઇમ્યુનિટી માટે

જેવું કે પહેલા જણાવેલું કે પપૈયાના પાંદડાના જ્યુસના અંદર રહેલા સારા ગૂણો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થી બચવામાં પણ મદદરૂપ થાય છે

તાવની સમસ્યા માં ફાયદાકારક

કેવું કે આપણે જાણીએ છીએ કે ડેન્ગ્યુ તાવ એ મચ્છરના કરડવાથી થાય છે અને તમને તાવ આવે છે જો સમયસર ડેન્ગ્યુના તાવ નો ઈલાજ કરવામાં ન આવે તો તે ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે છે ત્યારે તમે પપૈયાના પાનનો જ્યૂસનું સેવન કરી શકો છો તેની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો ડેન્ગ્યુના વાયરસ અને બીજા તાવ સામે લડવામાં કારગર સાબિત થાય છે તેમજ માથાનો દુખાવો માંસપેશીઓમાં દુખાવો સાંધાનો દુખાવા સમસ્યા હોય તો પણ આ જ્યુસ તમને ફાયદાકારક સાબિત થશે

આ રીતે બનાવો પપૈયાનાં પાનનો જ્યુસ – papaiya na pan juice 

પપૈયાના પાનનો જૂસ બનાવવા માટે સૌપ્રથમ ૮ થી ૧૦ કુમળા પપૈયાના પાન ભેગા કરી તેના નાના નાના ટુકડા કરી બ્લેન્ડર ની અંદર તેને પીસી ત્યારબાદ ગરણી કે કાપડ વળે તેને ગાળી લો ત્યાર પછી તેનું સેવન કરો અથવા તો તમારી સ્કિન પર કે મસ્તિષ્ક ઉપર લગાવી ખોડાની સમસ્યાથી રાહત મેળવો

પપૈયા ના પાન નો જ્યુસ પીવાના નુકસાન

સામાન્ય રીતે પપૈયાના પાનનો રસ એ ઉપર જણાવેલા રોગોમાં અકસીર રામબાણ તરીકે કાર્ય કરે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેનું સેવન કરવું હાનિકારક સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ તે વિશે માહિતી

ઘણી બધી વ્યક્તિઓને પપૈયાના પાનનો રસ ની એલર્જી હોઈ શકે છે માટે તેના જ્યૂસ નું અતિશય સેવન કરવું નહીં તે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે

જો તમે કોઇ વિશેષ સમસ્યા માટે દવાઈ કરો છો તો તે ડોક્ટરની થરા લીધા પછી જ પપૈયાના પાનનો જ્યૂસનું સેવન કરવું જોઈએ

ઘણા વ્યક્તિની skin એ પપૈયાના પાનનો રસ ને કારણે બળતરા અનુભવ કરાવે છે માટે પ્રથમ ચકાસણી કર્યા બાદ જ પપૈયાના જ્યુસ નો ઉપયોગ કરવો

ગર્ભવતી મહિલાઓએ અથવા તો ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓ એ તેનું સેવન કરવું જોઇએ નહીં

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

 કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા – Kacha Papaiya

નાગરવેલ ના પાન નું સેવન કરવાના કેટલાક ફાયદા – Nagarvel na pan

 મીઠા લીમડા નું જ્યુસ ના ફાયદા(kadi patta benefits)

 સરગવાનાં પાંદડાનું સેવન કરવાના ફાયદા – Sargava na pan Fayda

 બાજરા વિશે કેટલી જાણવા જેવી માહિતી – Bajra ni Mahiti

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement