નાગરવેલના પાન ના ફાયદા | નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો | Nagarvel na pan

nagarvel na pan na fayda - nagarvel pan benefits in Gujarati - નાગરવેલ પાન ફાયદા

આ આર્ટીકલ ની અંદર અમારા દ્વારા નાગરવેલ ના પાન ના ફાયદા, નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો, નાગરવેલ પાન ફાયદા,Nagarvel Na Pan Na Fayda, Nagarvel pan benefits in Gujarati, વિશે વિસ્તૃતમા માહિતી જણાવવા નો પ્રયાસ કરેલ છે

નાગરવેલના પાન વિશે માહિતી

આજકાલ બધા હવે પોતાની હેલ્થ, ત્વચા, વાળ વગેરે ની માવજત કરવા બાબતે બહુજ સજાગ થઇ ગયા છે. ચહેરાને નીખાર આપવો હોય કે વાળ ને મજબૂત બનાવવા હોય આ બન્ને પાછળ આપણે ખુબ જ મોટા પ્રમાણ માં ખર્ચો કરી નાખતા હોઈએ છીએ.

પણ તમને શું ખબર છે કે આવું કર્યા સિવાય પણ તમે આપણા આયુર્વેદમાં એવી ઘણી ચીઝ વસ્તુઓ છે કે જેના ઉપયોગ દ્વારા આપણે ત્વચામાં નીખાર લાવી શકીએ છીએ. આજે એવીજ એક ઔષધિ ની વાત કરશું જે વાળ, ત્વચા, બધા માટે ફાયદાકારક છે.

નાગરવેલ નું પાન મુખવાસ તરીકે વપરાતા અને બહોળો ફેલાવો ધરાવતા નાગરવેલના પાન ખુબ જ પ્રસિદ્ધ છે.

નાગરવેલના પાન ની ઘણી જાતો છે, દરેકના સ્વાદ અને ગુણ માં થોડોઘણો ફેર પડે છે,

તેની મુખ્ય બે જાતો છે, એક કપૂરી અને બીજી છે મલબારી.

કપૂરી પાન નાના મૃદુ અને સોમ્ય હોય છે. મલબારી પાન મોટા કદ ના અને વધુ તીખા હોય છે. જે પાન પાકેલું, તીખાસ વગરનું, નાનું, પાતળું અને સફેદ પડતું હોય તે પાન ઉત્તમ ગણાય છે અને તેનો ખાવામાં ઉપયોગ કરાય છે.

નાગરવેલનું પાન જે આપણા ભારતની અંદર પૂજાની વિધિઓમાં પણ વપરાય છે અને આ પાન ઉપર કેટલાક ગીતો પણ લખાયા છે બનારસ નું પાન એ બાબતમાં સૌથી લોકપ્રિય છે 

નાગરવેલનાં પાનની અંદર ઘણા બધા રોગોને ઠીક કરવાના ગુણો અને જલદી રૂઝ અપાવવાના ગુણ રહેલા છે. એની અંદર વિટામીન સી , થાયમીન, નિયાસિન ,કેરોટીન જેવા વિટામિનો છે તેમજ તે કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત છે

Nagarvel pan benefits in Gujarati

નાગરવેલનું પાન ખાવાથી અન્ન્માર્ગ અને હોજરીના પાચકતત્વોનો સ્ત્રાવ વધે છે અને ખુબ જ ભારે ખોરાક ખાધો હોય તો તેને પચાવવામાં મદદ કરે છે.

નાગરવેલ નું પાન પાચક અને વાયુ હરનાર છે, તેથી પાન નો રસ મોઢામાં જતા જ વાયુ નીચે બેસી જાય છે અને તૃપ્તિનો ઓડકાર આવે છે અને પેટમાં શાંતિ થાય છે.

નાગરવેલ નું પાન સ્વચ્છ, રૂચી ઉપજાવનાર, ગરમ, ઝાડો કરનાર, મોઢાની દુર્ગંધ, મળ, વાયુ અને શ્રમ મટાળનાર છે.

નાગરવેલના પાન ના ઘરગથ્થું ઉપચારો 

પાન માં રહેલું એક પ્રકારનું સુગંધી તેલ શ્વાસનળી ના સોજાને મટાડનાર છે અને કફ ને પણ મટાડે છે.

નાગરવેલનાં પાન નાં મુળિયા બઝારમાં વહેચાય છે જે તીખા, સ્વરશોધક અને કફ ને ઉખેડીને શરીર માંથી બહાર કાઢનાર છે. જો તમારો અવાજ બેસી ગયો હોય તો અચૂક પાન ખાવું જોઈએ તેનાથી અવાજ ઉઘડી જાય છે.

નાગરવેલ ના બે થી ત્રણ પાન ખાઈ જવાથી શરદી, સળેખમ, અને શરદીથી થયેલી ઉધરસ મટી જાય છે.

નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો

નાગરવેલના પાકેલા પાન અને સરગવાની છાલને એકત્ર કરીને રસ કાઢીને લગાતાર ત્રણ દિવસ પીવાથી મોટા આતરડા માં ગેસ ભરાયો હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે.

નાગરવેલ ના પાન ના રસ માં મધ ભેળવીને ચાટવાથી અપાનવાયુ છૂટ થઇ નાના બાળકોનો આફરો તથા અપચો તરત જ મટી જાય છે.

નાગરવેલના પાન ને એરંડિયું તેલ ચોપડી સહેજ ગરમ કરી, નાના બાળકોની છાતીએ મુકીને સેક કરવાથી બાળક ની છાતીમાં ભરાયેલો કફ છૂટો પડી જાય છે.

પ્રસુતા સ્ત્રીને ક્યારેક ધાવણ નો વેગ ચડી જતા કોઈ વાર સ્તન નો સોજો આવે છે અને વેદના થાય છે તો તેના પર નાગરવેલ નું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છુટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે.

Nagarvel Na Pan Na Fayda

નાગરવેલના પાન ના સહેજ ગરમ રસના ટીપા કાન માં નાખવાથી ઠંડીને કારણે કાન માં થતો દુખાવો મટી જાય છે.

કાળી નાગરવેલના મૂળ અથવા પાન ના ડીટા નો રસ પીવાથી ઝેરી ઝંતુઓનું ચડેલું ઝેર ઉતરી જાય છે.

નાગરવેલનો, ભાંગરા, તથા તુલસીનો રસ અને બકરીનું દૂધ મિક્ષ કરીને આખા શરીરે લગાડવાથી અને પછી સ્નાન કરવાથી શરીરે પારો ફૂટી નીકળ્યો હોય તો તે મટે છે.

Nagarvel Na Pan Na Fayda Gharelu Upchar ma

જમ્યા પછી નાગરવેલ નું પાન ખાવું સારું માનવામાં આવે છે. જમ્યા પછી મોઢામાં ચીકાશ પેદા થઇ હોય, અનાજ ના કણો દાંત માં ભરાઈ રહ્યા હોય કે દાંત ના મૂળ માં કીટાણું  હોય તો પાન ખાવાથી તે નાશ પામે છે અને મોઢું ચોખ્ખું થઇ સુગંધિત બને છે.

પાન બનાવતી વખતે તેમાં ચૂનો-કાથો બન્ને લગાવાય છે. ઉપરાંત એલચી, ધાણાદાળ, વરિયાળી, સોપારી, લવિંગ વગેરે નખાય છે. ચૂનો વાત્ત અને કફ મટાડે છે જયારે કાથો કફ અને પિત્ત મટાડે છે. તેથી પાન સાથે ચૂનો અને કાથો ભળતા તે વાત્ત-પિત્ત-કફ ત્રણેય મટાડવાનો ગુણ ધરાવે છે. અને મન ને પ્રફુલ્લિત કરે છે.

પાન માં ચૂનો નડે નહિ એટલે કાથો ભેળવવામાં આવે છે. ચૂનો લોહીમાં એમને એમ ભળી શકતો નથી પણ પાન માં રહેલ ક્લોરોફીલ સાથે એકરસ થઈને જલ્દી પચી જાય છે. તેનાથી દાંત ને ફાયદો થાય છે અને પાચક રસોને ઉત્તેજન મળે છે.

Nagarvel Na Pan Na Fayda Ghargaththu Upchar ma

પાન ના અણીવાળા ભાગ માં આયુષ્ય, મૂળ માં યશ અને મધ્ય માં લક્ષ્મી રહેતી હોવાનું માનવામાં આવે છે માટે આ ત્રણેય ને કાઢી ને પાન નો ખાવામાં ઉપયોગ કરવો. પાન ની ઉપરની નસો ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે તેથી તેમનો પણ ત્યાગ કરવો.

પાન ખાવાની પણ એક રીત અને સમય છે. જો તે પ્રમાણે ખાવમાં આવે તો ખુબ જ ફાયદો થાય છે.

જો તમે પાન સવારે ખાઓ છો તો તેમાં સોપારી વધારે નાખવી. બપોરે ખાવું હોય તો કાથો વધારે નાખવો. અને સાંજે ખાવું હોય તો ચૂનો વધારે લગાડવો. આં આ રીતે પાન ખાવાથી સવારના કફ, બપોરના પિત્ત, અને સાંજ ના વાયુની ક્ષમતા જાળવી શકાય છે.

નાગરવેલના પાન ના ફાયદા વજન ઉતારવા માટે 

નાગરવેલ ના પાન ના ઉપયોગ દ્વારા જો વ્યક્તિ વજન ઓછું કરવું હોય તેમને ખૂબ જ ફાયદો કરે છે કારણકે કે શરીરની અંદર ચયાપચય ની ક્રિયા ની અંદર ખૂબ જ મદદરૂપ થાય છે અને ચરબી પણ ઓછી કરવામાં મદદરૂપ થાય છે

નાગરવેલના પાન ના ફાયદા ડાયાબિટીસ માટે

નાગરવેલ પાન ફાયદા મા એવું માનવામાં આવે છે કે નાગરવેલનાં પાનની અંદર પહેલા પોષક તત્વો લોહીની અંદર રહેલ શુગરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે આ રીતે તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે.

નાગરવેલના પાન ના ફાયદા માથાના દુખાવામા

ઘણી વ્યક્તિઓને વારંવાર માથું દુખાવાની સમસ્યા થતી હોય છે તે વ્યક્તિઓને આ સમસ્યાથી દૂર  રહેવામાં નાગરવેલ મદદરૂપ થાય છે નાગરવેલનાં પાનની અંદર ઠંડક આપે એવા ગુણ હોય છે જો તમે તેને માથા પર લગાવો છો તો તે માથાના દુખાવામાં પણ ફાયદો કરે છે.

નાગરવેલના પાન ના ફાયદા વાગેલી જગ્યા પર રૂઝ જડપી લાવવા

જો કોઈ વ્યક્તિને વાગ્યું હોય તો ત્યાં નાગરવેલના પાન ને બાંધી શકાય છે નાગરવેલ ના પાન તે લાગે જગ્યાને રૂઝ આપવાની પ્રક્રિયા ઝડપી કરવામાં મદદરૂપ થાય છે.

તેમજ ઘણી જગ્યાએ ગુમડા થાય ત્યાં પણ આ પાનનો ઉપયોગ કરવામાં આવે છે,Nagarvel pan benefits in gujarati.

નાગરવેલનાં પાનની અંદર રહેલા ઔષધિય ગુણ 

નાગરવેલનાં પાનની અંદર વિટામીન સી, આયરન, કેરોટીન, ફાઇબર, પોટેશિયમ, આયોડીન અને થાયમીન મળી આવે છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં ખુબ જ વધારે પ્રમાણમાં થાય છે

તેમજ આ પાંદડાનો ઉપયોગ/સેવન કરવાથી દાંત ખરાબ થતા નથી આ સિવાય અલ્સર અને ખીલની સમસ્યામાં પણ ઉપયોગ કરવામાં આવે છે ઘણી વ્યક્તિઓને ઉધરસની સમસ્યા હોય તેમાં પણ તેનો ઉપયોગ થાય છે.

નાગરવેલના પાન ખાવથી થતા નુકસાનો

જેમ સીકાની બે બાજુઓ હોય છે તેમ દરેક વસ્તુ ના ફાયદા અને નુકસાન પણ હોય જ છે. નાગરવેલ ના પાન નું સેવન કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. નહિતર અમુક નુકસાનો ભોગવવા પડે છે. જેમકે,

મુખવાસ તરીકે પાન ની ઉપયોગીતા છે, પરંતુ વધારે પાન ખાવથી દાંત લાલ થઇ જાય છે, દાંત ના મૂળ ઢીલા થઇ દાંત નો સડો લાગુ પડે છે, અને પરિણામે દાંત બગડી જાય છે. ઘણી વખત તો વધારે પડતા સેવન થી પાયોરિયા નામનો રોગ પણ થાય છે.

પાન ના વધારે પડતા સેવન થી કેન્સર થવાનો સંભવ રહે છે. કારણકે વધારે પાન ખાવાથી લોહીમાં એક પ્રકારનું ઝેરી તત્વ પ્રવેશે છે, જે પાચનક્રિયા ને નુકસાન પહોચાડે છે તેમજ કથા થી ફેફસામાં શુષ્કતા અને આતરડા માં વિકૃતિ આવે છે.

પાન માં સોપારી વધારે નાખવાથી આખા શરીર માં ખુજલી આવે છે.

જેણે રેચ લીધો હોય અથવા ઉપવાસ કર્યો હોય તો તેણે પાન ખાવું જોઈએ નહિ, સગર્ભા સ્ત્રીઓ અને બાળક ને પાન આપવું નહિ.

નબળા દાંતવાળા વ્યક્તિએ, આંખના રોગીએ, નશાથી પીડાતી વ્યક્તિએ, ક્ષયરોગીએ, અને કોઢ વાડી વ્યક્તિએ પણ ખાવું જોઈએ નહિ.

નાગવેલ ના પાન ને લગતા કેટલાક પ્રશ્નો

શું દરરોજ નાગરવેલ નું પાન ખાઈ શકાય?

હા, રોજ એક નાગરવેલ ના પણ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામા આવે છે

શું નાગરવેલ નું પાન આંખ માટે ફાયદાકારક છે?

હા, ઘણી બધી વ્યક્તિ ને નાગરવેલ ના પાન નું સેવન કરવાના ફાયદા સ્વરૂપે આંખો ના કારણે માથાના દુખાવા ની સમસ્યા મા રાહત થાય છે

નાગરવેલ ના પાન વાળ માટે ફાયદાકારક છે?

નાગરવેલના પાન ના તેલ મા એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે , જે તમારા વાળ ના મૂળ ને મજબુત બનાવે છે ઇન્ફેકશન થી બચાવે છે અને વાળ મા ખોળો થવા દેતા નથી.

અમારા દ્વારા આપવામાં આવેલ માહિત નાગરવેલ ના પણ ના ફાયદા, નાગરવેલ ના પણ ના ઘરેલું ઉપચાર,Nagarvel na Fayda,Nagarvel Na Pan Na Fayda,Nagarvel pan benefits in Gujarati. તમારો અભિપ્રાય આપવા વિનતી

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

પનીર ખાવાના ફાયદા | Paneer benefits in Gujarati

મગફળી ખાવાના ફાયદા | Peanuts Benefits in Gujarati

જવ ના ફાયદા | જવનું પાણી બનાવવાની રીત | જવ નો જુદી જુદી સમસ્યા મા ઉપયોગ | Jav na fayda

શિયાળા માં મૂળા નું સેવન કરવાના ફાયદા | મૂળા ના ફાયદા | Mula na fayda

પિસ્તા(Pista) નું રેગ્યુલર સેવન કરવાના કેટલાક ફાયદા | પિસ્તા ના ફાયદા | Pista na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે