ગુગળ ના ફાયદા | ગુગળ ના પ્રકાર | ગુગળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

ગુગળ ના ફાયદા - ગુગળ ના પ્રકાર - ગુગળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - guggal na fayda in gujarati - guggal no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે ગુગળ વિશે માહિતી લાવ્યા છીએ જેમાં અમે જણાવશું ગુગળ ના પ્રકાર, ગુગળ ના ફાયદા અને ગુગળ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા ઉપયોગ કરવાની રીત, guggal no upyog, guggal na fayda in gujarati

ગુગળ | Guggal

મારવાડ, સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર તથા સિંગાપુરમાં ગુગળના ઘણા ઝાડ થાય છે. ગરમીની ઋતુમાં ઝાડમાંથી ઝરતો ગુંદર ગુગળના નામે ઓળખાય છે. ગુગળના ધૂપથી હવાના જંતુઓ મરી જઈ હવા શુધ્ધ થાય છે. ગુગળના વૃક્ષો ૪ થી ૧૨ ફૂટ જેટલા ઉચા હોય છે. આ વૃક્ષો બારેમાસ જીવિત રહે છે. તેની ડાળખીઓ પરથી હમેશા ભૂરા રંગના છિલકા ઉતરતા જ હોય છે. આ ઝાડની નાની-મોટી અનેક ડાળખીઓ ઉગતી જ હોય  છે. તેના પાંદડા ધારદાર અને નાના હોય છે. તેના નાના લાલ રંગના ફૂલ આવે છે. તેનું ફળ ચીકણું અને ચમકીલું હોય છે. સામાન્ય જનતા તેનો ધુપ, અગરબતી વગેરેમાં ઉપયોગ કરી હવા શુધ્ધ કરે છે. ગુગળ ગુંદ જેવું જ અને ગરમ તાસીર નું હોય છે.

નવું ગુગળ ચીકણું, સોના જેવું નિર્મળ, સુગંધિત, પીળા રંગનું તથા દેખાવમાં જાંબુ જેવુ હોય છે. સાથે સાથે તે હાથમાં પકડવાથી સરકી જાય તેવું હોય છે. તે વાત્ત, પિત્ત, અને કફને દૂર કરનારું, અને શક્તિવર્ધક હોય છે.

Advertisement

જુનું ગુગળ કડવું, તીખું, સુકું, દુર્ગંધ મારતું અને રંગ વગરનું હોય છે. તે ચાંદા, કબજિયાત, અશ્મ્રી-પથરી, સફેદ ડાઘ, ખીલ હરસ-મસા, ગોઇટર, ઉધરસ, વગેરે જેવી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે.  

ગુગળ ના પ્રકાર :-

મહાનીલ, મહિષાક્ષ, કુમુદ, પદ્મ અને હિરણ્ય ભેદથી પાંચ જાતનો ગુગળ હોય છે.

મહિષાક્ષ ગુગળ :-  ભૂરા રંગનો અને કાળા રંગ જેવો હોય છે.

મહાનીલ ગુગળ :- એકદમ લીલા રંગનો હોય છે, મહિષાક્ષ અને મહાનીલ ગુગળ હાથીઓ માટે ઉપયોગી છે.

કુમુદ ગુગળ :- કુમુદના ફળ જેવા જ રંગનો હોય છે.

પદ્મ ગુગળ :- માણેક રત્ન જેવા રંગનું હોય છે, કુમુદ અને પદ્મ ગુગળ ઘોડા ના આરોગ્ય માટે વાપરવા માં આવે છે.

હિરણ્યાક્ષ ગુગળ :- સોના જેવું જ હોય છે.

આ બધા ગુગળમાંથી હિરણ્ય યાહીરા ગુગળ જ મનુષ્ય જાતિની વ્યાધિઓ માટે વધારે વપરાય છે. કોઈકવાર ભેસા ગુગળ પણ વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ સાંધાના દુખાવામાં વગેરે સ્નાયુઓના અને વાયુના રોગોમાં વપરાય છે.

ગુગળ જે ઝાડ માંથી ગુંદ સ્વરૂપે મળે છે તેને ઔષધી તરીકે વાપરતા પહેલા તેને ઘણી બધી પ્રક્રીયોમાંથી પસાર થવું પડે છે. તેમાં વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ, ક્રોમિયમ, જેવા અનેક ઘટકો હોય છે. આ બધા ઘકોને કારણે જ ગુગળ ઘણીબધી બીમારીઓ માટે ફાયદેમંદ છે. ચાલો જાણીએ ગુગળ કઈ કઈ બીમારીઓમાં ફાયદેમંદ છે.

યોગરાજ ગુગળ વિષે માહિતી :-

ગુગળ સિવાય યોગરાજ ગુગળ માં મુખ્ય પ્રાધાન્ય દ્રવ્ય હોય તો તે છે હરડે, બહેડા, અને આમળા. આ ત્રણેય આયુર્વેદ ની મહાન ઔષધી છે. ત્રિફળા ચૂર્ણ ના બધા જ ઔષધીય ગુણો યોગરાજ ગુગળ માં જોવા મળે છે.

ત્રિફળા ગુગળ :-

triphala churn – ત્રિફળા નું ચૂર્ણ ૧૬૦ગ્રામ, નાની પીપળ નું ચૂર્ણ ૫૦ગ્રામ અને શુદ્ધ ગુગળ ૨૬૦ગ્રામ. આ બધું મિક્ષ કરીને એકદમ બારીક પીસી લેવું. પછી તેની ચાર-ચાર ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લેવી.

ત્રિફળા ગુગળ ની આ ગોળીનું સેવન કરવાથી ભગંદર, ગુલ્મ, સુજન અને હરસ ના રોગમાં ફાયદો થાય છે.

કાંચનાર ગુગળ :-

કાંચનાર ની છાલ ૧૩૦ગ્રામ, ત્રિફળા ૩૨૦ગ્રામ, સુંઠ, મરી અને પીપળ આ ત્રણેયને મિક્ષ કરીને તેમાંથી ૧૬૦ગ્રામ ચૂર્ણ લઈને તેમાં બરના ની છાલ ૫૦ ગ્રામ, એલચી, તજ આ વસ્તુ ૧૬-૧૬ગ્રામ લઈને તેમાં મિલાવી દેવી. અને આ ચૂર્ણ ને બરાબર ગુગળ લઈને તેમાં થોડું પાણી નાખીને પકાવવું. ગુગળ ઓગળી જાય અને બધું બરાબર મિક્સ થઇ જાય એટલે બાકીનું મિશ્રણ પણ નાખીને એકદમ મિક્ષ કરીને ઠંડુ પડે એટલે તેની ચાર ચાર ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લો.

kanchnar guggul – કાંચનાર ગુગળ ની આ ગોળી નું સેવન કરવાથી ગંડમાળા, ગાંઠ ભગંદર, સફેદ ડાઘ, વગેરે રોગોમાં ફાયદો થાય છે,kanchnar guggul uses in gujarati

ગોક્ષુરાદી ગુગળ :-

૨.૬૦ ગ્રામ ગોખરું લઈને તેમાં ૮ કિલો પાણી નાખીને તેને ઉકળવા મુકો. એકદમ ઉકળીને અડધું બાકી રહે એટલે તેમાં ૮૨૦ગ્રામ શુધ્ધ ગુગળ નાખીને એકદમ ઘાટું થઇ જાય ત્યારે તેમાં સુંઠ, મરી, પીપળ, હરડે, બહેડા, આમળા અને નાગરમૌથ(આ બધું ૧૬-૧૬ ગ્રામ) લઈને બારીક ચૂર્ણ બનાવીને તેમાં મિલાવી લો. પછી તેની ૪-૪ ગ્રામ જેટલી ગોળીઓ બનાવી લો.

ગોક્ષુરાદી ગુગળ ની ગોળી નું સેવન કરવાથી ડાયાબીટીશ, પેશાબના રોગો, રક્તપિત્ત, પથરી વગેરે રોગો દૂર થાય છે.

સિંહનાદ ગુગળ :-

ત્રિફળા, ખસખસ, વાવડીંગ, જમાલગોટા ના મુળિયા, પુનર્નવા, ચિત્રક, સુંઠ, ગળો, રાસના, હળદર, પીપળીમૂળ, એલચી, ગજપીપળ, આ બધી સામગ્રી ૧૬-૧૬ગ્રામ લઈને ૪ કિલો પાણીમાં ઉકાળીને કવાથ બનાવી લો. જયારે તે અડધું બાકી રહે ત્યારે તેને ગાળીને તેમાં ૨૦૦ ગ્રામ ગોળ મિલાવીને એક  અવલેહ જેવું બનાવી લો. પછી તેમાં સુંઠ, કાળા મરી, પીપળીમૂળ, વાવડીંગ, ગળો, દારુ હળદર, તેજપત્તા, હરડે, તજ આ બધું ૧૬-૧૬ગ્રામ લઈને આં અવલેહમાં નાખી દો.

આ સિંહનાદ ગુગળના સેવન થી પેટની બરોળ, સુજન, પેટના રોગો, બવાસીર, સંગ્રહણી, સફેદ ડાઘ, વગેરે રોગોમાં ખુબ જ ફાયદેમંદ છે.

ગુગળ નો ઉપયોગ અને ગુગળ ના ફાયદા વિવિધ સમસ્યામાં | Guggal na fayda in gujarati ane guggal no upyog

આંખોના રોગમાં ગુગળ ના ફાયદા :-

૧૨૫ મિગ્રા યોગરાજ ગુગળ ને સવાર-સાંજ ૧૦ થી ૪૦ મિલી ત્રિફળા ના ઉકાળામાં નાખીને સેવન કરવાથી આંખ ના અનેક રોગો મટી જાય છે.

ખાટા ઓડકાર અને એસીડીટી ની સમસ્યામાં ગુગળ નો ઉપયોગ :-

લીમડો, પરવળના પાંદડા, વાસા, ત્રિફળા તાતાહા ગુડુચી આ બધું સરખા ભાગે લઈને તેને ગરમ પાણીમાં ઉકાળો બનાવી સિધ્ધ કરીને નિયમિત સેવન કરવાથી એસીડીટી માં ત્વરિત જ રાહત મળે છે.

પેટના રોગોમાં ગુગળ ના ફાયદા :-

સતત ત્રણ મહિના સુધી ફક્ત દૂધ ઉપર જ રહીને ૧૨૮ મિગ્રા થી કરીને ૫ ગ્રામ શુધ્ધ ગુગળ નું સેવન કરવાથી પેટના રોગોમાં લાભ મળે છે.

૧૦ થી ૪૦ મિલી પુનન્ર્વાદી ઉકાળા સાથે ૧૨૫ મિગ્રા યોગરાજ ગુગળ નું સેવન સવાર-સાંજ કરવાથી પેટના રોગોમાં ફાયદો થાય છે.

ભગંદર થી છુટકારો મેળવવા ગુગળ નો ઉપયોગ :-

૧૨૫મિગ્રા ત્રિફળા ઉકાળાની સાથે ગુગળનું સેવન કરવાથી ભગંદર ના રોગમાં ફાયદો થાય છે.

નવ કાર્ષિક ગુગળનું સેવન કરવાથી પણ ભગંદર માં રાહત મળે છે.

ગુગળ ના ફાયદા એનીમિયા માં :-

ગૌમૂત્ર ની સાથે ૧૨૫ મિગ્રા યોગરાજ ગુગળ ને સવાર-સાંજ ૧૫ દિવસ સુધી મધ સાથે સેવન કરવાથી પાંડુરોગ અને એનીમિયા તથા શરીર પરની સુજન માં લાભ થાય છે.

હરસ-મસા માં ગુગળ નો ઉપયોગ:-

લસણ, હિંગ, સુંઠ તથા ગુગદને પાણી સાથે પીસીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. સવાર-સાંજ ૧-૧ ગોળી ઠંડા પાણી સાથે લેવાથી હરસ-મસામાં અને પેટના કૃમીઓ નાશ કરવામાં ખુબ જ કામ આવે છે.

સાંધાના દુખાવામાં ગુગળ નો ઉપયોગ :-

૧૨૫ મિગ્રા યોગરાજ ગુગળ ને ગળા વેલ ના ઉકાળામાં(૧૦-૩૦મિલી) નાખીને સવાર-સાંજ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જુના ઘાવ પર ગુગળ ના ફાયદા :-

૧૨ થી ૨૫૦ મિગ્રા શુધ્ધ ગુગળ ને ગૌમૂત્ર સાથે સેવન કરવાથી કફજન્ય રોગોમાં લાભ થાય છે. શુધ્ધ ગુગળ ૧૨૫મિગ્રા, સુંઠ ૨૫૦મિગ્રા તથા ૧૨૫મિગ્રા દેવદારુ ના ચૂર્ણ ને મિલાવીને નિયમિત સેવન કરવાથી ઘાવ ઝડપ થી રુઝાઈ જાય છે અને દુખાવો પણ મટે છે.

વજન ઘટાડવા માં ગુગળ નો ઉપયોગ :-

૧૨૫મિગ્રા શુધ્ધ ગુગળ ને અરળી ની છાલ ના ઉકાળા સાથે લાંબા સમય સુધી સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

૧૨૫મિગ્રા યોગરાજ ગુગદને સવાર-સાંજ લગાતાર ૧૫ દિવસ સુધી મધ સાથે સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે.

જુનો કફ દૂર કરવા માટે ગુગળ નો ઉપયોગ:-

ગુગળ ઉત્તેજક અને કીટાણું નાશક અને કફ નાશક છે. જુના કફના રોગ કે જે અત્યંત ચીકણો અને દુર્ગંધયુક્ત હોય છે તેમાં ગુગળ નો આ પ્રયોગ અવશ્ય કરવ જેવો છે. પીપળીમૂળ, અરડુસી, મધ અને ઘી સાથે ગુગળનું સેવન કરવાથી લાભ થાય છે.

ચામડીના રોગ માં ગુગળનો મલ્હમ :-

ગુગળ ને એકદમ બારીક પીસીને તેને ઘી સાથે મિક્સ કરીને તેનો મલ્હમ બનાવી લો. આ મલ્હમ ને વાગ્યા જખમ પે ઘાવ પર ચામડીના વિકાર પર લગાવવાથી ખુબ જ ફાયદ થાય છે. એવા જખમ જે ઝલદી રુઝાતા નથી તેવા ઘાવ માં ખુબ જ અસર કરે છે.

ગુગળના અન્ય લાભો :-

સાંધા ના દુખાવો શરીરમાં વાત-પિત્ત વધી જવાને કારણે થતો હોય છે. ગુગળ આ દર્દમાંથી રાહત આપાવે છે. ગુગદમાં મીઠો રસ હોવાને કારણે તે વાત્ત-પિત્ત ને ઓછો કરે છે.

ગુગળની તાસીર ગરમ હોવાને કારણે તે કબજીયાત માં લાભકારી છે. ઇન્દ્રજૌ અને ગોળ સાથે ગુગળનું સેવન કરવાથી કબજીયાત ઓછી કરી શકાય છે.

ફેફસાં ના ક્ષયમાં ગુગળ એક ઉત્તેજક અને કૃમિ નાશક તરીકે કામ કરે છે. તેના સેવન થી તાવ મટે છે. ભૂખ વધારે લાગે છે. કફ અને પેટના કીડા મટી જાય છે.

ગુગળનું સેવન કરતી વખતે રાખવાની તકેદારી :-

ગુગળનું વધારે પડતું સેવન કરવાથી મોતિયાબિંદની સમસ્યા થઇ શકે છે.

ત્વચા રુક્ષ થઇ શકે છે.

ગુગળનું સેવન કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એસીડીક પદાર્થો, મસાલેદાર ખોરાક વગેરેનું સેવન કરવું જોઈએ નહિ.

ગુગળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

Guggal shu che ? | ગુગળ એ શું છે?

ગુગળ એ ગરમીના દિવસોમાં ઝાડમાંથી ઝરતું એક પ્રકાર નું ગુંદર જ છે. જે સુકાયા પછી ગુગળ તરીકે ઓળખાય છે.

ગુગળ ના કેટલા પ્રકાર છે?

Guggal – ગુગળ પાંચ પ્રકારના આવે છે. મહિષાક્ષ ગુગળ, મહાતીલ ગુગળ, કુમુદ ગુગળ, પદમ ગ્ય્ગળ, હિરણ્ય ગુગળ.

દવાઈ અને રોગોમાં કયો ગુગળ વપરાય છે?

દવાઈ અને અનેક રોગોમાં હિરણ્ય ગુગળ નો ઉપયોગ જ કરવામાં આવે છે.

શું વજન ઘટાડવા માટે ગુગળનું સેવન કરી શકાય?

હા, કરી શકાય છે, પાણી સાથે ગુગળ નું સેવન કરવાથી ફાયદો થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ત્રિફળા બનાવવાની રીત અને ફાયદા | ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા |triphala churna banavani rit | triphala churna no upyog | triphala churna benefits in gujarati

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | ghee na fayda | ghee no upyog | ghee benefits in Gujarati

જાસુદ ના ફૂલ અને પાંદડા નો ઉપયોગ | જાસુદ ના ફૂલ ના ફાયદા વાળ માટે | Jasud na phool na fayda | Jasud na phool no upyog

ફણગાવેલા ચણા ના ફાયદા અને નુકશાન | Fangavela chana na fayda ane nukshan

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement