ફણગાવેલા ચણા ના ફાયદા અને નુકશાન | Fangavela chana na fayda

ફણગાવેલા ચણા ના ફાયદા - ફણગાવેલા ચણા બનાવવાની રીત - Fangavela chana na fayda
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું ફણગાવેલા ચણા વિશે માહિતી જેમાં, ફણગાવેલા ચણા ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત જણાવીશું, ફણગાવેલા ચણા બનાવવાની રીત જણાવીશું, fangavela chana na fayda

ફણગાવેલા ચણા

એકલ ધાન્યમાં જેમ ઘઉં મુખ્ય છે તેમ દ્વિદલ ધાન્યમાં ચણા મુખ્ય છે. ચણા નો વપરાશ લગભગ બધા પ્રદેશમાં થાય છે. ભારત માં બધી જગ્યા એં ચણાનું વાવેતર થાય છે. પ્રાચીન સમયથી ચણાનો ઉપયોગ વિવિધ રીતે થતો આવ્યો છે.

ચણા ને વિવિધ રીતે ખાવામાં આવે છે. પલાળીને, બાફીને, ફણગાવીને, શેકીને. આજે આપને વાત કરશું ફણગવેલા ચણા વિશે. ફણગવેલા ચણા ના ફાયદા અને નુકસાન વિષે.

Advertisement

સવારે ભૂખ્યા પેટે પલાળેલા અને ફણગવેલા ચણા ખાવાનું ડોક્ટર્સ પણ ખાસ કહે છે. કારણકે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ને મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તે પાચન તંત્ર ને મજબૂત કરવાની સાથે સાથે રોગ પ્રતીકારસ શક્તિ વધારવામાં મદદ કરે છે અને મેટાબોલીઝ્મ ને બૂસ્ટ કરવાનું કામ કરે છે.સાથેસાથે માંસપેશી ની ક્ષમતા ને વધારે સારી કરવાનું કામ કરે છે. દેશી ચણા ને ‘કાળા ચણા’, પણ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં black cheackpeas કહેવાય છે.

તો ચાલો જાણીએ ફણગવેલા દેશી ચણાના ફાયદા અને નુકસાન વિષે

ફણગાવેલા ચણા બનાવવાની રીત | ચણાને ફણગાવવાની રીત

સૌપ્રથમ ચણા ને સારી રીતે સાફ કરીને ધોઈ લો. પછી ચણા ને એટલા પાણી માં પલાળો કે તે પલળ્યા પછી મોટા થાય તો પણ પાણી રહે. સવારે પ્લાડવું બહેતર રહેશે. સવારે પાલડી ને તેને રાત્રે કોટન ના પાતળા ભીના કપડા માં બાંધી લો. આખી રાત બાંધ્ય પછી સવારે લગભગ બધા ચણા થોડા થોડા ફણગી ગયા હશે.

ઉનાળાની સીઝન માં ૧૨ કલાક અને શિયાળામાં ૧૮ થી ૨૪ કલાક લાગે છે ચણા ને ફણગતા. ઉનાળા માં આવશ્યકતા અનુસાર કપડા ઉપર પાણી છાંટતા રહેવું.

નાશ્તા માટે તે એક ઉત્તમ ટોનિક છે.

ફણગાવેલા ચણા ના ફાયદા તે કબજીયાત દૂર કરે છે

કબજિયાત ની સમસ્યા થી પરેશાન વ્યક્તિઓએ ફણગવેલા ચણાનું સેવન અવશ્ય કરવું જોઈએ. ફણગવેલા ચણા, અંજીર અને મધ મિક્ષ કરીને ખાવાથી અથવા ઘઉંના લોટમાં ચણા ને મિક્ષ કરીને તેની રોટલી બનાવીને ખાવાથી કબજીયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

લોહીની ઉણપ ને દૂર થાય છે

શરીર માં લોહીની ઉણપ અને હિમોગ્લોબીન ની ઉણપ હોય તો ફણગવેલા ચણા ને સવાર ના નાશ્તા માં અવશ્ય સામેલ કરવું જોઈએ. ચણામાં આયરન ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી તે લોહીની કણી ને પૂરી કરે છે. અને એનીમિયા જેવી સમસ્યા થવા દેતું નથી.

વારંવાર પેશાબ ની સમસ્યા દૂર થાય છે

વારંવાર પેશાબની સમસ્યા હોય તો ફણગવેલા ચણાની સાથે ગોળ ખાવાની આદત નાખી લેવી જોઈએ.

સફેદ ડાઘ(કોઢ) માંથી છુટકારો

એક નાની મુઠ્ઠી જેટલા કાળા ચણા અને ૧૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ ને ૧૨૫ મિલીલીટર પાણીમાં પલાળી લો. ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી પલાળો. ત્યારબાદ તેને એક કપડામાં બાંધી લો. અને વધેલું પાણી થોડી થોડી વારે કપડા ની બાંધેલી પોટલી પર છાંટતા રહો. પછી ૨૪ કલાક પછી પોટલી ખોલી લો ચણા ફણગી ગયા હશે. આ ચણા ને ૬ અઠવાડિયા સુધી લગાતાર ખાવાથી સફેદ ડાઘ અવશ્ય દૂર થાય છે.

ઘભરાહટ અને બેચેની દૂર થાય છે

ઘણી વખત વ્યક્તિને ઘભરાહટ અને બેચેની થતી હોય છે. તેવામાં ૫૦ ગ્રામ ચણા અને કાળી દ્દ્રાક્ષ ને પલાળીને દરરોજ  ભૂખ્યા પેટે સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

ઉલ્ટીની સમસ્યામાંથી છુટકારો

ચણા ને રાત્રે પલાળી લો.સવારે એનું પાણી પી લેવું. ઉલટી માંથી આરામ મળે છે.

ચહેરા પરની કરચલીઓ/ઝાખાશ દૂર કરવા | Fangavela chana na fayda skin mate

૨ ચમચી ચણાની દાળ ને અડધા કપ દૂધમાં રાત્રે પલાળી લો. સવારે દાળ ને પીસીને દૂધ માં મિલાવી લો. પછી તેમાં ચપટી હળદર નાખીને લીંબૂ ના ટીપા નાખીને ચાહ્રેં પર લગાવો. સુકાઈ ગયા બાદ નવસેકા પાણી થી ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર લગાવવાથી સમસ્યા અવશ્ય ફાયદો થાય છે.

વજન ઓછું કરવામાં ફણગાવેલા ચણા

કાળા ચણામાં રહેલું ફાઈબર કબજીયાત ને દૂર કરે છે. સાથેસાથે તે પેટ ની ચરબીને પણ ઘટાડે છે. ચણામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે,અને ફાઈબર થી ભરપૂર હોય છે.માટે તેનું સેવન કર્યા પછી ભૂખ ઝલદી લગતી નથી. ઉકાળેલા ચણા નું પાણી પીવાથી ભૂખ કન્ટ્રોલમાં રહે છે.

ફણગાવેલા ચણા ના ફાયદા હૃદય માટે | Fangavela chana na fayda hraday mate

ફણગવેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હૃદય સુધી લોહી પહોચાડતી નસો ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ચણા માં મળતું folate homocysteine  ના લેવલ ને ઓછું કરવામાં મદદ કરે છે.

ફણગાવેલા ચણા ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે

ચણા માં રહેલું દ્રવ્ય ફાઈબર bile એસીડ ને બાંધીને તેને શરીર માં અવશોષિત થવાથી રોકે છે જેનાથી શરીર માં કોલેસ્ટ્રોલ વધતું નથી. દરરોજ સવારે એક કપ ફણગવેલા ચણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે.

શુગર ઓછું કરે છે

જો તમે દરરોજ સવારે એક નાનો કપ ફણગવેલા ચણા નું સેવન કરશો તો એક અઠવાડિયામાં જ ડાયાબીટીશ માં રાહત થતી જણાશે.

પથરી માં ફાયદો કરે છે | fangavela chana na fayda pathri mate

પથરીની સમસ્યા ફણગવેલા ચણા ફાયદો કારે છે. ફણગવેલા ચણા ને સવારે મધ સાથે ખાવાથી પથરી ના રોગ માં ફાયદો થાય છે.

કમળા ના રોગ માં ફાયદેમંદ

કમળા ના રોગ માં પણ ચણા ફાયદેમંદ સાબિત થાય છે. રાત્રે ચણા ની સાથે ગોળ નાખીને પલાળી લો. સવારે એ પાણીને પી જાઓ. ચણા ને ચાવીને ખાઈ લેવા, પીલીયા ના રોગ માં થતી વારંવાર ઉલટી બંધ થઇ જાય છે.

ત્વચા માટે ફાયદેમંદ છે ફણગાવેલ ચણા

ત્વચા માટે ફણગવેલા ચણા અનેક રીતે ફાયદાકારક છે. ફણગવેલા ચણા વિટામિન્સ, પ્રોટીન્સ, એન્ટી ઓક્સીડેન્ટ, અને બીજા અનેક પોષક તત્વો થી ભરપૂર છે.

દાદર, ખુજલી, વગેરે જેવી સમસ્યામાં દાદ્રોજ ફણગવેલા ચણા નું સેવન ૧ મહિના સુધી લગાતાર કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

ચણા ના લોટ માંથી બનાવેલા વિવિધ ફેસ પેક લગાવીને પણ આપણે ત્વચા અ નીખર લાવી શકીએ છયે.

ફણગાવેલા ચણા ના ફાયદા તે વાળને મજબૂત બનાવે છે

ફણગવેલા ચણામાં વિટામીન B6  રહેલું છે જે જે વાળ ને જરૂરી પ્રોટીન પૂરું પાડવામાં મદદ કરે છે. અને તેના સેવન થી વાળ લાંબા અને મજબૂત બને છે.

સાથે સાથે ચણામાં વિટામીન A અને ઝીંક ભરપૂર માત્રામાં હોવાથી ખરતા વાળ ની સમસ્યા માંથી પણ છુટકારો મળે છે.

ફણગાવેલા ચણા ના અન્ય ફાયદાઓ પણ જાણો

ફણગવેલા ચણા ખાવાથી વાળમાં ખોળા ની સમસ્યા દૂર થાય છે.

બ્લડ પ્રેશર અને શુગર ની બીમારી નિયંત્રિત કરી શકાય છે, ચામડીના રોગો દૂર થાય છે.

શરીર બળવાન બને છે, અને ફણગાવેલા ચણા ખાવાથી આંખો દિવસ શરીર માં સ્ફૂર્તિ રહે છે.

બાળકોને ચણા ખવડાવવાથી તેમની આડ શક્તિ તેજ બને છે, હાડકા મજબૂત બને છે.

બવાસીર ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

માથામાં દુખાવાની જે સમસ્યા રહે છે તે દૂર થાય છે.

શ્વાસ, અસ્થમા, દમ ની બીમારી પણ દૂર કરી શકાય છે.

મૂત્ર રોગો દૂર થાય છે.

ફણગાવેલા ચણા ના નુકસાન

જરૂરિયાત થી વધારે સેવન થઇ જાય તો ચણા ફાયદો કરવાની જગ્યા એ નુકસાન કરી શકે છે.

જેમકે, પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ, વગેરે સમસ્યા થઇ શકે છે.

ઘણી વ્યક્તિઓને ચણા ખાવાથી સ્કીન ની એલેરજી થઇ જતી હોય છે, તો તમને સેવન કરવું નહિ.

ફણગાવેલા ચણા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

દરરોજ સવારે કેટલા ફણગવેલા ચણા નું સેવન કરવું જોઈએ?

આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ નીયામીન બે મુઠ્ઠી ચણા ખવા જોઈએ. જરૂરિયાત થી વધારે ચણા ખાવા નહિ.

પલાળેલા ચણા નું પાણી પીવાથી શું ફાયદો થાય છે?

પલાળેલા ચણા નું પાણી પીવાથી વજન તો ઓછું થાય જ છે સાથે સાથે ઈમ્યુંનીટી પણ વધારી શકાય છે.

ચણા ની તાસીર કેવી હોય છે?

કાળા ચણા ની તાસીર ઠંડી હોય છે, માટે ઉનાળા માં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ભોરીંગણી ના ફાયદા અને ઉપયોગ | ભોયરીંગણી ના ફાયદા | Bhoringani na fayda

લીંબોળીનું તેલ ના ઉપયોગ | લીંબોળી ના તેલ ના ફાયદા | limbodi na tel na fayda | limbodi na tel no upyog

તમાલ પત્ર ના ફાયદા | Tamal Patra na fayda | Bay Leaf benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement