ભોરીંગણી ના ફાયદા અને ઉપયોગ | ભોયરીંગણી ના ફાયદા | Bhoringani na fayda

ભોરીંગણી - ભોરીંગણી ના ફાયદા - ભોયરીંગણી ના ફાયદા - Bhoringani na fayda - Thorny nightshade benefits in Gujarati - ભોરીંગણી નો ઉપયોગ - ભોયરીંગણી નો ઉપયોગ
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે લાવ્યા છીએ માહિતી ભોરીંગણી વિશે જેને ઘણી જગ્યાએ ભોયરીંગણી ના નામે પણ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ ભોરીંગણી ના ફાયદા અને ઘવિવિધ સમસ્યાઓમાં ભોરીંગણી નો ઉપયોગ, thorny nightshade benefits in gujarati.

ભોરીંગણી | ભોયરીંગણી | Thorny nightshade

ભોયરીંગણી એ એક પ્રકારનું કાટાણું છોડ છે. તે જમીન પર એકદમ નાના નાના પાંદડા સાથે પથરાયેલું જોવા મળે છે. ઘાટા જાંબલી રંગના તેના ફળ જેવું આવે છે. કાટા ના હોય તો તે જાંબલી રીંગણ જેવું જ લાગે છે. તેના પર પીળા રંગના નાના નાના કાટા હોય છે. આ છોડ જમીન પર ખુબ જ ફેલાય છે. તેના પર સોપારી જેવડા ફળ આવે છે. તેમાં બીજ હોય છે. તેના જાંબલી ફૂલ હોય છે. કોઈને સફેલ ફૂલ આવે છે, તેને લક્ષ્મણા કહે છે. આ એક ઘણી જ કીમતી અને ઉપયોગી વનસ્પતિ છે. કફ કાઢવા માટે તેના મૂળના ઉકાળામાં મધ નાખીને પીવામાં આવે છે.

દશ મૂળમાં વપરાતી ૧૦ વનસ્પતિઓમાંથી આં એક છે. દશમૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે. ભોયરીંગણી બે પ્રકારની આવે છે. નાની ભોયરીંગણી અને મોટી ભોયરીંગણી. વર્ષા ઋતુમાં તેમાં ફૂલ આવે છે અને નાના નાના ફળ આવે છે.

Advertisement

તો ચાલો જાણીએ આવી એક અદભૂત ઔષધી ભોરીંગણી વિષે.

ભોરીંગણી ના ફાયદા | ભોયરીંગણી ના ફાયદા | Bhoringani na fayda | Thorny nightshade benefits in Gujarati

ગળાના સોજામાં ભોરીંગણી ના ફાયદા અને ઉપયોગ

ગળામાં જો સોજો આવી ગયો છે તો ભોયરીંગણી નો રસ કાઢીને ૧૦-૨૦ મિલી. જેટલો રસ નો પ્રયોગ કરવાથી ગળાનો સોજો દૂર થઇ જાય છે.

ટી.બી. ની ઉધરસ મટાડવા ભોરીંગણી નો ઉપયોગ

પીપરીમૂળ, કાળી દ્રાક્ષ, ભોયરીંગણીના સુકા ફળ અને નાગરમોથ આ બધાને પીસીને ચૂર્ણ જેવું બનાવી લેવું. તેમાંથી ૫ ગ્રામ ચૂર્ણને ઘી અથવા મધ સાથે સવાર-સાંજ સેવન કરવાથી ટી.બી. ની થયેલી ઉધરસમાં રાહત થાય છે.

શરદીમાં ભોયરીંગણી નો ઉપયોગ

ઋતુમાં ફેરફાર થવાને કારણે શરદી અને તાવ થઇ જતા હોય છે. તેવામાં ગળોવેલ, નાની ભોયરીંગણી અને પીતપાપડો સરખે ભાગે લઈને અધ કચરું ખાંડી તેને જરૂર પૂરતા પાણીમાં ઉકાળો, જયારે પાણી અડધું રહે ત્યારે ગાળી ને તે ઉકાળાનું સેવન કરવું. મોસમમાં આવેલ પરિવર્તન થી આવેલ તાવમાં શરદીમાં ત્વરિત રાહત મળી જાય છે.

ઉલટી/વમન ની સમસ્યામાં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ના મૂળના રસને ૨ ચમચી મધ સાથે મિલાવીને પીવાથી ઉલટી બંધ થઇ જાય છે. રસની માત્રા ૧૦-૨૦મિલી રાખવી.

ગળો વેલ, નાની ભોયરીંગણી, અરડુસી આ બધાને અધકચરી ખાંડીને પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. ઉકાળો ઠંડો થઇ જાય એટલે તેમાં મધ નાખીને તેનું સેવન કરવું. ૧૦-૨૦ મિલી. ની માત્રામાં ઉકાળો પીવો.

મંદાગ્ની  ની સમસ્યામા ભોયરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી અને ગળા ની વેલને સરખા ભાગે લઈને તેમાં ઘી નાખીને બરાબર પકવી લો. જયારે તેમાં ફક્ત ઘી જ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લો. હવે આ ઘીને ૧૦ ગ્રામ ની માત્રામાં દરરોજ સેવન કરવાથી મંદાગ્ની માં રાહત મળે છે.

પેટના રોગોમાં ભોરીંગણી ના ફાયદા અને ઉપયોગ

ભોયરીંગણી ના ફળમાંથી બીજ કાઢીને તે બીજને મીઠા વાળી છાશમાં નાખીને થોડીવાર ઉકાળીને સુકવી નાખો. ફરી પાછું એ જ બીજ ને રાત્રે છાશમાં પલાળી લો. સવારે બીજ કાઢીને સુકવી લો. આવી જ રીતે સતત ૪-૫ દિવસ સુધી આ પ્રક્રિયા કરો. પછી તે સુકવેલા બીજ ને ઘી માં તળીને સેવન કરો. આ દવા કરવાથી પેટના તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.

માથાના દુખાવામાં ભોયરીંગણી નો ઉપયોગ અને ફાયદા

લાલ ચોખા, ગોખરું અને ભોયરીંગણી ને મિલાવી ખાંડી તેનો કાઢો બનાવી લો. આ કાઢો થોડો થોડો દિવસમાં ત્રણ થી ચાર વખત પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

તાવ ના કારણે શરીરમાં જે કળતર થાય છે તે પણ આ ઉકાળો પીવાથી મટી જાય છે.

આંખોના દુખાવામાં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણીના ૧૨૦-૩૦ ગ્રામ પાંદડાને પીસીને લેપ બનાવી લો. આ લેપને આંખો પર રાખી દો(જેમ કાકડીની સ્લાઈઝ રાખીએ એવી રીતે) આ લેપ થી આંખોને ઠંડક મળે છે અને આંખોમાં થતો દુખાવો મટી જાય છે.

દાંત ના દુખાવામાં ભોયરીંગણી ના ફાયદા અને ઉપયોગ

દાઢમાં થતા દુખાવામાં ભોયરીંગણી ના બીજ નો ધુવાડો લેવાથી દુખાવામાં તરત આરામ મળે છે.

ભોયરીંગણી ના પાંદડા, ફળ અને મૂળ આ બધાને પીસી તેનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી દાંત ના દુખાવમાં રાહત મળે છે.

તાવમાં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ના મુળિયા અને ગળા વેલને સરખા ભાગે લઈને કચરીને તેનો ઉકાળો બનાવી ૧૦-૨૦ મિલી. ઉકાળો પીવાથી તાવ માં ખુબ જ રાહત મળે છે.

ભોયરીંગણી ના મુળિયા ને સુકવીને તેનું બારીક ચૂર્ણ બનાવીને તે ચૂર્ણ ને મધ સાથે  દિવસમાં બે થી ત્રણ વાર ચાટવાથી પણ ફાયદો થાય છે.

શ્વાસના રોગોમાં ભોયરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ને અધકચરી ખાંડીને તેનો ઉકાળો બનાવી તેમાં હિંગ અને સિંધા નમક નાખીને અડધા કપની માત્રામાં નિયમિત સવાર સાંજ પીવાથી દમ ના રોગમાં અવશ્ય ફાયદો થાય છે.

ભોયરીંગણીના મૂળ ના ચૂર્ણને મધ સાથે ૬ થી ૮ કલાક ના અંતરે ચાટતા રહેવાથી શ્વાસ ચડતો હોય તો તેમાં રાહત થાય છે.ચૂર્ણ ની માત્રા ૧-૨ ગ્રામ લેવી.

ભોયરીંગણી ના પંચાંગ(ફળ, ફૂલ,પાંદ, ડાળી,મૂળ)ને અધકચરું કુટીને તેમાં પંચાંગ ની માત્ર નું ૮ ગણું પાણી નાખી ઉકાળો અને ચડાવો. જયારે તે ચડી ને એકદમ ઘાટું થઇ જાય ત્યારે નીચે ઉતારીને કાચની બોટલમાં ભરી લો. હવે આ ઘાટો કાઢો ૧ ગ્રામ મધ સાથે સવાર-સાંજ લેવાથી શ્વાસ ના તમામ રોગો મટી જાય છે.

નાકના રોગોમાં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ના રસ ને નાકમાં નાખવાથી નાકમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

ભોયરીંગણી ના મુળિયા, પાંદ અને ફળને પીસીને રસ કાઢી લો. આં રસ માથાના તાળવે લગાવવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

જુના જખમ પર ભોયરીંગણી નો ઉપયોગ

નાની ભોયરીંગણી ને કાપી તેને પીસીને તેના રસમાં રૂં બોળીને રૂં ને ઘાવ પર લગાવવાથી દુખાવો અને જખમ મટી જાય છે.

પેશાબ સબંધિત રોગોમાં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી નો રસ કાઢીને તેને છાશ સાથે પીવાથી પેશાબ સબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

વાત્ત-પિત્ત-કફના તાવમાં ભોયરીંગણી ના ફાયદા અને ઉપયોગ

પોહકરમૂળ, સુંઠ, ભોયરીંગણી અને ગળા વેલને અધકચરું ખાંડીને તેનો ઉકાળો બનાવી લો. આ ઉકાળો પીવાથી વાત્ત ને લીધે આવતો તાવ મટી જાય છે.

ઇન્ફ્લુંએન્ઝા માં ભોરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી નું ફળ, સુંઠ, ગળો વેલ અને કાળા મરી આ બધી વસ્તુ સરખા ભાગે લઈને ઉકાળો બનાવી લો. આ ઉકાળાની માત્ર્ર બે-બે ચમચી જેટલું જ આખા દિવસમાં ત્રણ થી ચાર વખત દર્દીને આપવાથી દર્દીને પૂર્ણ આરામ મળી જાય છે.

ઉધરસમાં ભોરીંગણી ના ફાયદા અને ભોયરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ના મૂળ ને સુકાવીને તેનું ચૂર્ણ બનાવીને તેમાં પીપળા નું ચૂર્ણ મિક્ષ કરી લો. તેમાંથી ૧-૧ ગ્રામ ચૂર્ણ લઈને તેને મધમાં નાખીને મિલાવીને દિવસમાં ૨ થી ૩ વાર ચાટવાથી કફ આરામ થી નીકળી જાય છે અને ઉધરસ પણ મટી જાય છે. એવી ઉધરસ કે જેમાં કફ બહુ જ જામી ગયો હોય અને નીકળતી જ નાં હોય તેવી ઉધરસમાં આ ચૂર્ણ ખુબ જ કામ લાગશે.

ભોયરીંગણી ના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને ૨ ગ્રામ કેસર નાખીને પીસી લો. પછી તેમાંથી થોડુક ચૂર્ણ લઈને મધ નાખીને ચાટવાથી ઉધરસ મટી જાય છે.

મોટી ભોયરીંગણી ના ચૂર્ણને મધ સાથે દરરોજ નિયમિત સવાર-સાંજ ચાટવાથી ઉધરસ માં રાહત થાય છે.

૧૦ ગ્રામ અરડુસી, ૧૦ ગ્રામ ભોયરીંગણી, અને ૨ ગ્રામ પીપળા ના ચૂર્ણને મિલાવીને ઉકાળો બનાવી લો. નવશેકું રહે ત્યારે તેમાં મધ નાખીને પી જવું.

હૃદયરોગમા ઉપયોગી છે ભોરીંગણી

ભોયરીંગણી ને અધકચરી ખાંડીને પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. ૧૦મિલી ની માત્રામાં આ ઉકાળો પીવાથી હૃદય સબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. ઉકાળો સવાર-સાંજ પીવો.

પથરીમાં ભોયરીંગણી નો ઉપયોગ

ભોયરીંગણી ના રસ ને મધ માં નાખીને મિલાવીને સવાર-સાંજ પીવાથી પથરી ઓગળીને પેશાબ વાટે નીકળી જાય છે.

ભોરીંગણી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ભોરીંગણી – ભોયરીંગણી કેટલા પ્રકારની આવે છે?

ભોયરીંગણી ૩ પ્રકારની હોય છે. નાની ભોયરીંગણી, મોટી ભોયરીંગણી અને સફેદ ભોયરીંગણી.

ભોયરીંગણી ની તાસીર કેવી હોય છે?

ભોરીંગણી ગરમ તાસીર નું ફળ છે.

ભોયરીંગણી નું અંગ્રેજી નામ શું છે ?

ભોયરીંગણી – ભોરીંગણી ને અંગ્રેજીમાં thorny nightshade કહેવામાં આવે છે.

શું માથામાં ટાલ પડી હોય તો ભોયરીંગણી નો ઉપયોગ કરી શકાય?

હા, કરી શકાય છે. સફેદ ભોયરીંગણી ને લઈને તેનો રસ કાઢીને તેમાં મધ નાખીને ટાલ પર લગાવવાથી ફાયદો થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

લીંબોળીનું તેલ | લીંબોળી ના તેલ નો ઉપયોગ | limbodi na tel no upyog | Limbodi na tel na fayda

ગંઠોડા ના ફાયદા | ગંઠોડા નો ઉપયોગ | પીપરીમૂળ ના ફાયદા | Ganthoda na fayda

આલુ બુખાર ના ફાયદા| આલુ બુખાર ના ઉપયોગ | Aalu bukhara na fayda | Plum benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement