અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત ¬- anjir halvo banavani rit - anjeer halwa recipe in gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું અંજીર હલવો. શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે ને સ્વાથ્ય વર્ધક વાનગીઓ ખાવી બધા ને ગમે લગ્ન પ્રસંગમાં મળતા અલગ અલગ પ્રકાર ના હળવા પૈકી એક અંજીર હલવો બનાવવાની રીત, anjir halvo banavani rit ,anjeer halwa recipe in gujarati, શીખીશું તો જોઈએ અંજીર હલવો બનાવવા માટેની સામગ્રી નીચે મુજબ છે.

અંજીર હલવો  બનાવવા જરૂરી સામગ્રી  | Anjir havo banavva jaruri samgri

  • અંજીર 200 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • સોજી ½ કપ
  • ઘી ½ કપ
  • મિલ્ક પાવડર ⅓ કપ / મોરો માવો ½ કપ
  • કાજુના કટકા 1/4 કપ
  • બદામના કટકા ¼ કપ
  • પિસ્તાના કટકા 2-3 ચમચી
  • અખરોટના કટકા ¼ કપ
  • એલચી પાવડર 1 ચમચી
  • નારિયળ છીણ 2-3 ચમચી
  • પાણી 1 ½ કપ

anjir halvo banavani rit | anjeer halwa recipe in gujarati

અંજીર હલવો બનાવવા સૌપ્રથમ અંજીર ને બરોબર ધોઇ ને સાફ કરી લેવા ત્યાર બાદ દોઢ કપ પાણી માં અંજીર ને એક કલાક પલાળી લેવા, અંજીર બરોબર પલળી જાય એટલે મિક્સર જાર માં અંજીર ને પલળવા નાખેલા પાણી સાથે પીસી ને પેસ્ટ બનાવી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં સોજી લ્યો ને મિડીયમ તાપે ગોલ્ડન સેકો સોજી શેકાઈ જાય એટલે એમાં ઘી નાખો ને ઘી ને બરોબર ઓગળી લ્યો,

Advertisement

ઘી બરોબર ઓગળી જાય એટલે એમાં તૈયાર કરેલ અંજીર પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ને શેકો ચાર પાંચ મિનિટ અંજીર સોજી ને શેકી લીધા બાદ એમાં મોરો માવો નાખી ને ત્રણ ચાર મિનિટ શેકો ( જો મોરો માવો ના મળે તો મિલ્ક પાવડર ઉમેરી શકો છો અથવા બને ઉમેરી શકો છો)

માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ ( ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)ને એલચી ભૂકો નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દયો

હલવો બરોબર ચડી જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ, થોડા બદામ કટકા, કાજુ કટકા, પીસ્તા કટકા, અખરોટ કટકા નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો

હવે ગેસ બંધ કરી હળવા ને સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો ને ઉપર થી બાકી રહેલા કાજુ, બદામ, પીસ્તા ને  અખરોટ કટકા થી ગાર્નિશ કરી પીરસો

અંજીર હલવો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen with Chef hira ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement