વેજ પુલાવ કુકર મા બનાવવાની રીત | Veg Pulav banavani rit Recipe

veg pulav recipe in Gujarati - cooker pulao recipe in Gujarati - વેજ પુલાવ રેસીપી - veg pulao recipe in Gujarati
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો ઘરે ઓચિંતા મહેમાન આવી જાય તો આ રીતે બનાવો જટપટ સ્વાદિષ્ટ વેજ પુલાવ કુકર મા બનાવવાની રીત, veg pulav recipe in Gujarati, veg pulao recipe in Gujarati, cooker pulao recipe in Gujarati, વેજ પુલાવ રેસીપી.

વેજ પુલાવ રેસીપી – Veg Pulav recipe in Gujarati

વેજ પુલાવ રેસીપી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે – veg pulao recipe Ingredients

  • 1 કપ બાસમતી ચોખા
  • 2 મીડિયમ ડુંગળી સુધારેલી
  • 2 મીડિયમ બટાકા સુધારેલા પા કપ વટાણા ૧ કપ સોયા ચંગસ
  • અડધો કપ ગાજર સુધારેલ
  • 2 ટામેટા સુધારેલા
  • 1 ચમચી જીરૂ
  • 2-3 ચમચી તેલ
  • 1-2 એલચી
  • 1મોટી એલચી
  • 3-4 મરી
  • 3-4 લવિંગ
  • 1-2 તમાલપત્ર
  • 2ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • પા ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચા નો પાવડર
  • 1ચમચી ધાણા જીરું નો પાવડર
  • 1ચમચી ગરમ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1લીંબુ
  •  પા કપ લીલા ધાણા સુધારેલા
  • દોઢ કપ પાણી

cooker pulao recipe in Gujarati

 વેજ પુલાવ રેસીપી બનાવવા બાસમતી ચોખા ને પાણી વડે બરોબર ધોઈ ને પાણી નાંખી અડધો કલાક પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર કૂકરમાં તેલ નાખી ફુલ તાપે ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,બને એલચી, મરી,લવિંગ,તમાલપત્ર નાખી સેકો બધા મસાલા શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ ડુંગરી નાખી 2-3 મિનિટ સેકો. – cooker pulao recipe in Gujarati.

ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા ઉમેરી ફરી 2-4 મિનિટ સેકો ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચા નો પાવડર,ધાણા જીરું નો પાવડર ને સુધારેલા ટામેટા  નાખી 2-3 મિનિટ સેકો. – veg pulav recipe in Gujarati.

Advertisement

બધું બરોબર શેકાઈ જાય એટલે તેમાં સુધારેલા બટાકા , વટાણા, ગાજર ને પલાળેલા સોયા ચંગસ્સ નાખી બરોબર મિક્સ કરી5-7મિનિટ સેકો ત્યાર બાદ તેમાં દોઢ કપ પાણી નાખી ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા ને સ્વાદ મુજબ મીઠું  નાખી બરોબર મિક્સ કરો.

છેલ્લે તેમા ગરમ મસાલો, લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરીને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી મીડીયમ ગેસ પર ચડાવો એક સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી બધી જ હવા નીકળવા દેવી ને બધી જ હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી ગરમ ગરમ પીરસો.

વેજ પુલાવ બનાવવાની રીત રેસીપી વિડીયો :

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: ઘરે બનાવો વડપાવ ક્વેસાડીલા(Vada pav Quesadilla)

કઠીયાવાડી થાબડી પેંડા બનાવવાની રીત | થાબડી પેંડા બનાવવાની રીત | thabdi penda banavani rit | thabdi penda recipe in gujarati

બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement