જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત | Juvar na lot ni idli banavani rit

જુવાર ના લોટ ની ઈડલી - Juvar na lot ni idli - જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત - Juvar na lot ni idli banavani rit
Image credit – Youtube/Moody Foody by hema
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત – Juvar na lot ni idli banavani rit શીખીશું, do subscribe Moody Foody by hema YouTube channel on YouTube If you like the recipe , આપણું વજન ઓછું કરવામાં કે શુગર કે ડાયાબિટીસ ના દર્દી માટે જુવાર ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ઠંડી હોવાથી ગરમી માં તે વધારે ખવાય છે. જુવાર ના લોટ ની ઈડલી સવાર ના કે સાંજે ના નાસ્તા માં બનાવી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે જુવાર ના લોટ ની ઈડલી બનાવતા શીખીએ.

જુવાર ના લોટ ની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • જુવાર નો લોટ 1 કપ
  • દહી ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • લીમડા ના પાન 8-10
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ઇનો 1 ચમચી

Juvar na lot ni idli banavani rit

જુવાર ના લોટ ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને ઈડલી નું બેટર તૈયાર કરી લ્યો.

Advertisement

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડા ના પાન, ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ વઘાર ને ઈડલી ના બેટરમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઇનો નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં ઈડલી નું બેટર નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમર માં મૂકો. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે આઠ થી દસ મિનિટ સુધી ઈડલી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે સ્ટીમર માંથી ઈડલી કાઢી લ્યો.

 તૈયાર છે આપણી જુવાર ના લોટ ની ઈડલી. હવે તેને ચટણી કે સંભાર સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ની ઈડલી ખાવાનો આનંદ માણો.

Juvar idli recipe note

  • ઇડલી ના બેટર માં તમે દહી ની જગ્યા એ છાસ નો ઉપયોગ કરી શકો છો.

જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Moody Foody by hema

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Moody Foody by hema ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરી અને મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવાની રીત | Bajri ane makai na lot ni tikki banavani rit

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit

ગોળ ની રોટલી બનાવવાની રીત | Gol ni rotli banavani rit | Gol ni rotili recipe in gujarati

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement