પૌવા લાડુ બનાવવાની રીત | Pauva ladu banavani rit | Pauva ladoo recipe in gujarati

પૌવા લાડુ - Pauva ladu - પૌવા લાડુ બનાવવાની રીત - Pauva ladu banavani rit - Pauva ladoo recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા લાડુ બનાવવાની રીત – Pauva ladu banavani rit શીખીશું, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , અત્યાર સુંધી આપણે પૌવા માંથી અલગ અલગ પ્રકારની ખારી, મીઠી, તીખી વાનગીઓ બનાવી ને તૈયાર કરેલ છે પણ આજ આપણે પૌવા માંથી લાડુ બનાવી ને તૈયાર કરીશું જે ખાવા માં ટેસ્ટી તો લાગે છે સાથે હેલ્થી ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે જે તમે બાળકો ને ઝટપટ તૈયાર કરી ટિફિન માં કે સાંજ ની હળવી ભૂખ માં દૂધ સાથે આપી શકો છો સાથે મોટા ને પણ આપી શકો છો તો ચાલો જાણીએ Pauva ladoo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પૌવા લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા / લાલ પૌવા 3 કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ઘી 2-3 ચમચી
  • કાજુ ના કટકા 4-5 ચમચી
  • કીસમીસ 3-4 ચમચી
  • એલચી 1-2
  • લીલું નારિયળ છીણેલું ½ કપ

પૌવા લાડુ બનાવવાની રીત | Pauva ladoo recipe in gujarati

પૌવા લાડુ બનાવવા સૌ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈ માં નાખી ને ધીમા તાપે પૌવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકો. પૌવા બરોબર શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ને પૌવા ને ઠંડા થવા દયો. પૌવા ઠંડા થાય એટલે એલચી સાથે મિક્સર જાર માં નાખી ને પીસી પાઉડર બનાવી લ્યો.

ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કીસમીસ નાખી ને શેકી લ્યો ને કીસમીસ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી કાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ને શેકેલ ને પણ કીસમીસ સાથે કાઢી લ્યો.

Advertisement

હવે ઘી માં છીણેલું નારિયેળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. નારિયળ શેકાઈ જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં પીસી રાખેલ પૌવા પાઉડર અને શેકી રાખેલ કીસમીસ અને કાજુ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

મિક્સ કરેલ મિશ્રણ ઠંડું થાય એટલે એમાંથી નાની સાઇઝ કે તમને ગમતી સાઇઝ ના લાડુ બનાવી લ્યો. જો લાડુ બનાવતા તૂટી જતાં હોય કે ગોળ ઓછો લાગે તો ઘી માં જરૂર મુજબ ગોળ ઓગળી ફરીથી બરોબર મિક્સ કરી લાડુ બનાવી લ્યો ને મજા લ્યો પૌવા લાડુ.

Pauva ladu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધી પકોડા ચાટ બનાવવાની રીત | Dudhi pakoda chat banavani rit | Dudhi pakoda chat recipe in gujarati

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત | Dungri tameta ni sandwich banavani rit

બચેલી રોટલી નો હલાવો બનાવવાની રીત | Bacheli rotli no halvo banavani rit

ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત | Pauva premix banavani rit

ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત | Khari lassi ane mithi lassi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement