પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati

પીઝા મઠરી - પીઝા મઠરી બનાવવાની રીત - Pizza mathri - Pizza mathri banavani rit - Pizza mathri recipe in gujarati
Image credit – Youtube/Magic of Indian Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા મઠરી બનાવવાની રીત – Pizza mathri banavani rit શીખીશું. આ મઠરી તમે રેગ્યુલર નાસ્તા તરીકે અથવા કોઈ વાર તહેવાર કે સાતમ કે દિવાળી પર બનાવી ને તૈયાર કરી શકો છો, do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube If you like the recipe , આ મઠરી ની સ્વાદ રેગ્યુલર મઠરી થી અલગ લાગે છે અને પીઝા નો સ્વાદ આવતો હોવાથી નાના મોટા બધા ને પસંદ આવતો હોય છે તો ચાલો જાણીએ Pizza mathri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પીઝા મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½  કપ
  • તેલ ¼ કપ
  • પીઝા સીજનિંગ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • છીણેલું ચીઝ / ચીઝ પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri recipe in gujarati

પીઝા મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, પીઝા સિજનિંગ, ચીલી ફ્લેક્સ, છીણેલું ચીઝ / ચીઝ પાઉડર અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો.

અડધા કલાક પછી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી જો એક એક મઠરી બનાવી હોય તો નાની સાઇઝ ના લુવા અને જો એક સાથે ઘણી મઠરી બનાવી હોય તો ને ત્રણ લુવા બનાવી લ્યો.

Advertisement

 નાના લૂવાને વણી ને એક બાજુ મૂકતા જાઓ અથવા મોટા લુવા ને મીડીયમ જાડી રોટલી બનાવી મનગમતા આકાર માં કાપી ને મઠરી તૈયાર કરો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ મઠરી નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી જ મઠરી ને તરી ને તૈયાર કરી લ્યો

 (જો તમારે વધારે ટેસ્ટી બનાવી હોય તો મઠરી ને તરી લીધા બાદ એના પર પીઝા  સીજનીંગ છાંટી શકો છો )ત્યાર બાદ ઠંડી થવા દયો ને મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો પીઝા મઠરી.

Pizza mathri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પૌવા લાડુ બનાવવાની રીત | Pauva ladu banavani rit | Pauva ladoo recipe in gujarati

સ્ટીમ દહીં વડા બનાવવાની રીત | Steamed dahi vada banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement