બેલ નો મુરબ્બો બનાવવાની રીત | Bel no murrabo banavani rit

બેલ નો મુરબ્બો બનાવવાની રીત - Bel no murrabo banavani rit - Bel no murrabo recipe in gujarati - Bili no murrabo banavani rit
Image credit – Youtube/Ye Humara Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બેલ નો મુરબ્બો બનાવવાની રીત – Bel no murrabo banavani rit શીખીશું. બેલ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે, do subscribe Ye Humara Kitchen YouTube channel on YouTube If you like the recipe , એમાં સારી માત્રા માં વિટામિન્સ અને પોષક તત્વો થી ભરપુર છે એ શરીર માં રહેલ ગરમી ને દૂર કરે છે અને બીજી ઘણી બીમારી માં લાભકારી હોય છે આજ સુંધી તમે એમજ બેલ નો પલ્પ ખાધો હસે કે એમાંથી શરબત બનાવી પિધો હસે અને આજ કાલ તો ઘણા લોકો આ શરબત વહેંચતા પણ હોય છે પણ આજ આપણે બેલ માંથી મુરબ્બો બનાવશું જે લાંબો સમય સુંધી સાચવી ને ખાઈ શકો છો તો ચાલો જાણીએ Bili no murrabo banavani rit – Bel no murrabo recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બેલ નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 2 કપ
  • બેલ ફળ 2
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • પીળો ફૂડ કલર 2 ટીપાં ( ઓપ્શનલ છે)
  • ફટકડી ના કટકા 2-3
  • પાણી જરૂર મુજબ

બેલ નો મુરબ્બો બનાવવાની રીત | Bel no murrabo recipe in gujarati

બેલ નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ કાચો કે પાકા બેલ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ધાસ્તા કે પથ્થર વડે તોડી લ્યો ( બેલ તોડતી વખતે ધ્યાન રાખવું તમને વાગી ના જાય ને નાના બાળકો ને દુર રાખવા ) હવે ધાર વાળા ચાકુ થી એની છાલ દૂર કરી લ્યો અને એના મોટા મોટા કટકા કરી લ્યો.

હવે કટકા માંથી એના બીજ કાઢી ને અલગ કરી નાખો આમ બધા કટકા માંથી બીજ અલગ કરી નાખો હવે એક મોટા વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ફટકડી નાખી એમાં બેલ ના કટકા નાખી બરોબર મિક્સ કરી એક કલાક એમજ એક બાજુ મૂકો.

Advertisement

એક કલાક પછી બેલ ના કટકા ને કાઢી ને બીજા બે ત્રણ પાણી થી બરોબર ધોઇ લ્યો હવે ગેસ પર એક કડાઈમાં અડધો લીટર પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે તેમાં સંચળ નાખી મિક્સ કરી લ્યો ને એમાં બેલ ના કટકા નાખી ઢાંકી ને પાંચ મિનિટ  ચડાવી લ્યો પાંચ મિનિટ પછી બેલ ને ચારણી માં કાઢી લ્યો.

હવે એજ કડાઈ માં બે કપ ખાંડ નાખો સાથે  અડધો કપ પાણી નાખી મિક્સ કરી ને ખાંડ ની એક તારી ચાસણી બનાવો ચાસણી એક તાર ની થાય એટલે એમાં લીંબુનો રસ અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને એમાં બાફેલા બેલ નાં કટકા નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી ને એક બે વખત હલાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને મુરબ્બો તૈયાર છે એને બિલકુલ ઠંડો થવા દયો ને મુરબ્બો સાવ ઠંડો થાય એટલે કાચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો બેલ નો મુરબ્બો.

Bel no murrabo banavani rit | Bili no murrabo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ye Humara Kitchen ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat banavani rit

થુકપા સૂપ બનાવવાની રીત | thukpa soup banavani rit | thukpa soup recipe in gujarati

આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત

ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit | bhat ni cutlet recipe in gujarati

ફૂડ કલર બનાવવાની રીત | food color banavani rit | food color recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement