થુકપા સૂપ બનાવવાની રીત | thukpa soup banavani rit | thukpa soup recipe in gujarati

થુકપા સૂપ બનાવવાની રીત - thukpa soup banavani rit - thukpa soup recipe in gujarati
Image credit – Youtube/CookingShooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે થુકપા સૂપ બનાવવાની રીત – thukpa soup banavani rit શીખીશું. આ થુકપા સૂપ ને મોમો સૂપ પણ કહેવાય છે, do subscribe CookingShooking YouTube channel on YouTube If you like the recipe , આ સૂપ એક તિબેટિયન સૂપ છે ને નેપાળ માં પણ ખૂબ પ્રચલિત છે જે નુડલ્સ અને શાકભાજી માંથી બનાવવામાં આવે છે તો ચાલો જાણીએ thukpa soup recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

થુકપા સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • નૂડલ્સ 1 પેકેટ
  • ઝીણું સમારેલું લસણ 1 ચમચી
  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • પાનકોબી સુધારેલ ½ કપ
  • ગાજર સુધારેલ 1
  • ટમેટા સુધારેલ 1
  • મોમો  ચટણી 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સોયા સોસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • વેજીટેબલ સ્ટોક 1 કપ
  • લીંબુનો રસ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

થુકપા સૂપ બનાવવાની રીત | thukpa soup recipe in gujarati

થુકપા સૂપ બનાવવા સૌપ્રથમ બધા શાક ભાજી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અલગ અલગ સુધારી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખો અને ત્યાર બાદ એમાં નૂડલ્સ નાખી ત્રણ ચાર મિનિટ બાફી લ્યો

નૂડલ્સ ને બાફી લીધા બાદ ચારણી માં કાઢી લ્યો ને એના પર ઠંડુ પાણી નાખી દયો ને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો (નૂડલ્સ નું પાણી ફેંકવાનું નહિ સૂપ ને ઘટ્ટ કરવા કામ લાગશે )

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં પાનકોબી અને ગાજર નાખી એને પણ ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને મોમો ચટણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો સાથે ગરમ મસાલો, હળદર, મરી પાઉડર અને સોયાસોસ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા અથવા લીલા ધાણા ની દાંડી સુધારેલ અને કરી પાઉડર નાખો  ને મિક્સ કરી લ્યો

હવે એમાં વેજીટેબલ સ્ટોક નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જેમાં નૂડલ્સ બાફેલી હતી એ પાણી અને લીંબુનો રસ નાખો મિક્સ કરી ને ફૂલ તાપે ઉકાળવી લ્યો સૂપ ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ નૂડલ્સ નાખો ને ને ગરમ ગરમ મોમોસ્ ચટણી સાથે સર્વ કરો થુકપા સૂપ

thukpa soup banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લસૂની બાજરા કઢી બનાવવાની રીત | Lasuni bajra kadhi banavani rit | Lasuni bajra kadhi recipe in gujarati

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit

સોજી મેંદા ની બરફી બનાવવાની રીત | soji menda ni barfi banavani rit | suji manda ni barfi recipe in gujarati

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement