બ્રોકલી બેસન નું શાક બનાવવાની રીત | Broccoli besan nu shaak banavani rit

બ્રોકલી બેસન નું શાક બનાવવાની રીત - Broccoli besan nu shaak banavani rit - Broccoli besan nu shaak recipe in gujarati
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી બેસન નું શાક બનાવવાની રીત – Broccoli besan nu shaak banavani rit શીખીશું, do subscribe Foods and Flavors YouTube channel on YouTube If you like the recipe , શિયાળા માં બ્રોકલી ખૂબ સારી આવતી હોય છે ને બ્રોકલી ખાવા માં પણ સારી લાગતી હોય છે તો આજ થોડું અલગ રીતે બ્રોકલી સાથે બેસન નાખી શાક લ્યો કે સ્ટાર્ટર બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Broccoli besan nu shaak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બ્રોકલી બેસન નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ¼ કપ
  • બ્રોકલી 1
  • તેલ 2-3 ચમચી +2 ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ ના કટકા 1 ચમચી
  • લસણ ના કટકા 1 ચમચી ( જો ના ખાતા હો તો નાખવા )
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી

બ્રોકલી બેસન નું શાક બનાવવાની રીત | Broccoli besan nu shaak recipe in gujarati

બ્રોકલી ને સાફ કરી લ્યો ને એના મિડીયમ સાઇઝ ના કટકા કરી મીઠા વાળા ઠંડા પાણી માં નાખી દસ મિનિટ મૂકો ત્યાર બાદ ચારણી માં કાઢી નીતરવા મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો , લસણ ના કટકા, આદુ ના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે એમાં સુધારેલી બ્રોકલી, હળદર અને બ્રોકલી માટે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો

Advertisement

બ્રોકલી ચડે ત્યાં સુંધી એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં બેસન ના માપ નું મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

બ્રોકલી 80 -90 % ચડી જાય એટલે એના પર તૈયાર કરેલ મસાલા વાળો બેસન છાંટી દયો ને હલાવતા વગર ઢાંકી ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી બેસન ને બ્રોકલી ને બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ પાણીનો છાંટો કરી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે  ગેસ બંધ કરી એમાં લીલા ધાણા ને લીંબુનો રસ છાંટી સર્વ કરો બ્રોકલી બેસન નું શાક

Broccoli besan nu shaak banavani rit |Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

થુકપા સૂપ બનાવવાની રીત | thukpa soup banavani rit | thukpa soup recipe in gujarati

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati

ખાંડની તલ સાકરી બનાવવાની રીત | khand ni tal sakri banavani rit | khand ni tal sakri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement