વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat banavani rit

વરણ ભાત બનાવવાની રીત - Varan bhaat banavani rit - Varan bhaat recipe in gujarati
Image credit – Youtube/Shweta in the Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વરણ ભાત બનાવવાની રીત  – Varan bhaat banavani rit શીખીશું, do subscribe Shweta in the Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ વરણ ભાત એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ભગવાન ને ભોગ ધરાવવા બનાવવામાં આવે છે ને આ વાનગી ખૂબ જ હલકી ફૂલકી હોવાથી જો પેટ ને લગતી કોઈ તકલીફ હોય તો પણ બનાવી ને ખાઈ શકાય છે અથવા સાવ સાદુ જમવું હોય તો બનાવી શકો છો  તો ચાલો જાણીએ Varan bhaat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વરણ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી

ભાત બનાવવા માટેની સામગ્રી

  • ચોખા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat recipe in gujarati

આજ આપણે સૌપ્રથમ ભાત બનાવવાની રીત શીખીશું ત્યારબાદ વરણ બનાવવાની રીત શીખીશું.

ભાત બનાવવાની રીત

ચોખા એક વાસણમાં લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી ચોખાનું પાણી નિતારી લ્યો ને ગેસ પર તપેલી માં બે થી ત્રણ કપ જેટલું પાણી ગરમ કરી એમાં નીતારેલ ચોખા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચોખાનું પાણી ઉકળે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો ભાત બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ભાત ને ચારણી માં નાખી વધારા નું પાણી નિતારી લ્યો

Advertisement

વરણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો અને પંદર વીસ મિનિટ પાણી નાખી પલાળી લ્યો વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ધોવેલી દાળ ને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખો

ત્યાર બાદ બે થી ત્રણ કપ પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક થી બે સીટી વગાડી લ્યો  બે સીટી પછી ગેસ ધીમો કરી નાખો ને બીજી દસ પંદર મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ઝેની વડે જેરી લ્યો ને ગેસ ચાલુ કરી દાળ ને ઉકાળો

હવે ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ને બે ચમચી વઘાર કુકર માં રહેલ દાળ માં નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બાકી રહેલ વઘાર દાળ સર્વ કરતી વખતે ઉપરથી નાખો

વરણ ભાત ને સર્વ કરવા પ્લેટ માં સૌથી પહેલા ભાત મૂકો એના પર તૈયાર કરેલ વરણ દાળ નાખો ને એના ઉપર ઘી નાખી ગરમ ગરમ સર્વ કરો વરણ ભાત.

Varan bhaat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shweta in the Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રોઝ મિલ્ક પુડિંગ બનાવવાની રીત | Rose Milk Pudding banavani rit | Rose Milk Pudding recipe in gujarati

મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit

કોળા નો સૂપ બનાવવાની રીત | kola nu soup banavani rit | kola nu soup recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement