લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત - lasan vagar ni vada pav ni chutney banavani rit
Image credit – Youtube/Kitchen Carnival Swadisht Vaangi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kitchen Carnival Swadisht Vaangi YouTube channel on YouTube આજે આપણે લસણ વગરની વડાપાઉં ની સૂકી ચટણી બનાવવાની રીત જેને જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાય ના લોકો ઉપયોગ કરી શકશે. આ ચટણી તમે વડાપાઉં માં  તો વાપરી શકો છો સાથે ઈડલી, ઢોસા વગેરે માં પણ વાપરી શકો છો અહી આપને બે રીતે ચટણી બનાવવાની રીત શીખીએ એક મસાલા શેકી અને એક મસાલા શેક્યા વગરની ચટણી બનાવવાની રીત તો ચાલો જાણીએ lasan vagar ni vada pav ni chutney banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • શેકેલ સીંગદાણા 2 ચમચી
  • સૂકું નારિયળ છીણેલું 3-4 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી / સૂકા આખા લાલ મરચા 5-6
  • જીરું 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત

લસણ વગરની વડાપાઉં ની સૂકી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં નારિયળ નું છીણ, શેકેલ સીંગદાણા, સફેદ તલ, જીરું, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો તો તૈયાર છે જે તમે સાત થી આઠ દિવસ વાપરી શકો છો લસણ વગરની વડાપાઉં ની સૂકી ચટણી

અથવા

Advertisement

લસણ વગરની વડાપાઉં ની સૂકી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણા ને શેકી ને ઠંડા કરી એના ફોતરા કાઢી લ્યો અને જો સૂકા આખા લાલ મરચાં નાખવા ના હોય તો એને પણ ધીમા તાપે શેકી લ્યો

 શેકેલ સૂકા મરચાં બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો ત્યાર બાદ નારિયળ ના છીણ ને પણ ધીમા તાપે શેકી લ્યો અને જીરું અને સફેદ તલ ને પણ શેકી લ્યો

આમ બધી જ સામગ્રી ને શેકી લ્યો ત્યાર બાદ ઠંડી કરી લ્યો હવે મિક્સર જારમાં બધી સામગ્રી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો આ તૈયાર કરેલ ચટણી ને તમે દસ પંદર દિવસ સુંધી સાચવી શકો છો ને ફ્રીઝ માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો તો તૈયાર છે લસણ વગરની વડાપાઉં ની સૂકી ચટણી.

lasan vagar ni vada pav ni chutney banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Carnival Swadisht Vaangi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati

જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding banavani rit | milk pudding recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement