ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri banavani rit

ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત - dungri bataka ni puri banavani rit - dungri bataka ni puri recipe in gujarati
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube આજે આપણે ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત શીખીશું. હા તમે સાચું વાંચ્યું ડુંગળી બટકા ની પૂરી ની પુરી તમે ડુંગળી બટકા નું શાક સાથે અલગ અલગ રીતે બનાવ્યું જ હસે પણ આજ એમાંથી પુરી બનાવીશું જે તમે ચા, ચટણી કે અથાણાં સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ ડુંગળી બટકા ની પૂરી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ડુંગળી બટકા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • ડુંગળી 2 સુધારેલ
  • બટાકા 1 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લસણ ની કણી 5-6
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી + તરવા માટે તેલ

ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri recipe in gujarati

ડુંગળી બટકા ની પૂરી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સુધારેલ ડુંગળી અને બટાકા લ્યો સાથે લીલા મરચા, લસણ ની કણી, જીરું, આદુ નાખી ને પીસી ને સ્મુથ પ્યુરી બનાવી લ્યો

હવે તૈયાર પ્યુરી ને લોટ બાંધવા ના વાસણમાં નાખો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કસુરી મેથી હાથ થી મસળી ને નાખો, લીલા ધાણા સુધારેલા અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ચમચી તેલ નાખી એને પણ મિક્સ કરી લ્યો

Advertisement

હવે તૈયાર મિશ્રણ માં થોડો થોડો કરી ઘઉં નો લોટ નાખી કઠણ પુરી માટેનો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરી મસળી લ્યો

ત્યારબાદ હવે એમાં થી નાના લુવા બનાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો અથવા તો કોરો લોટ લઈ એક મોટો લુવો બનાવી વણી ને મોટી મીડીયમ જાડી રોટલી બનાવી એમાં વાટકા વડે ગોળ ગોળ દબાવી એક સરખી પુરી બનાવી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જેટલી સમાય એટલી પુરી નાખી બને બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો ને તરેલ પુરી કાઢી બીજી પુરી તરી લ્યો આમ બધી પુરી તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ડુંગળી બટકા ની પૂરી.

dungri bataka ni puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

દાળ ની દુલ્હન બનાવવાની રીત | dal ni dulhan banavani rit | dal ni dulhan recipe in gujarati

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati

નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement