ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત | Ghau na lot ni aalu masala puri banavani rit

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત - Ghau na lot ni aalu masala puri banavani rit
Image credit – Youtube/Aarti AtmaRam
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત – Ghau na lot ni aalu masala puri banavani rit શીખીશું, do subscribe Aarti AtmaRam YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. સવારના નાસ્તામાં એક વાર ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી જરૂર બનાવો. એક વાર બનાવ્યા પછી બીજી વાર જરૂર બનાવશો. ઉપર થી ખસ્તા અને અંદર થી એકદમ સોફ્ટ અને નરમ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવતા શીખીએ.

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા ૩
  • ઘઉં નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જીરું પાવડર ૧/૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • અજમો ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
  • સુગર પાવડર ૧/૨ ચમચી
  • તળવા માટે તેલ

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત

ઘઉં ના લોટ ની આલુ મસાલા પૂરી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ને ગ્રેટ કરી ને નાખો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અજમો, જીરું પાવડર, ધાણા પાઉડર, લાલ મરચું પાવડર, આદુ લસણની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

Advertisement

હવે તેમાં એક ચમચી જેટલું તેલ અને સુગર પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી ટાઈટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને વીસ મિનિટ રેસ્ટ કરવા માટે રેહવા દયો.

ત્યારબાદ  વીસ મિનિટ પછી ગૂંથેલા લોટ માં એક ચમચી જેટલું તેલ નાખો અને ફરી થી લોટ ને મસળી ને ગુંથી લ્યો. હવે તેમાં થી નાના નાના લુવા બનાવી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાવી ને સરસ થી પૂરી વણી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધી પૂરી તળી લ્યો.

હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ટેસ્ટી આલું મસાલા પૂરી. હવે તેને સોસ કે ચટણી કે ચાય સાથે સર્વ કરો. અને ગરમા ગરમ ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી ખાવા નો આનંદ માણો.

Ghau na lot ni aalu masala puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti AtmaRam ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત | Jain rotli sandwich banavani rit | Jain rotli sandwich recipe in gujarati

ફરાળી આલું ટિકી અને ફરાળી ચિલા બનાવવાની રીત | Farali aalu tikki ane farali chila banavani rit

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત | Bread mathi gulab jambu banavani rit

ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત | Tran prakar na milk shake banavani rit

સિંધી મીઠી લોલી બનાવવાની રીત | Sindhi mithi loli banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement