ગોળ ની ચા બનાવવાની રીત | gol ni cha banavani rit recipe in gujarati

ગોળ ની ચા બનાવવાની રીત - gol ni cha banavani rit - gol ni cha recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગોળ ની ચા બનાવવાની રીત શીખીશું. આજ કાલ ખાંડ નો ઉપયોગ કરવાનું લોકો ટાળે છે પરંતુ ચા રસિકો ને ચા વગર પણ નથી ચાલતું તો આજ એવાજ ચા રસિકો માટે ગોળ વારી ચા બનાવવાની રીત , gol ni cha recipe in gujarati ,gol ni cha banavani rit શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે

ગોળ ની ચા બનાવવા જરૂરી સામગ્રી | gol ni cha banava jaruri samgri

  • દૂધ 2 કપ
  • ગોળ ¼ કપ
  • ચા ભૂકી 2-3 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મરી 4-5
  • એલચી 3-4
  • આદુ નો નાનો ટુકડો

gol ni cha banavani rit | gol ni cha recipe in gujarati

ગોળ વારી ચા બનાવવા સૌ પ્રથમ એક ખંડણી માં એલચી , મરી ને વરિયાળી લ્યો એને ધસતા ની મદદ થી ફૂટી લ્યો અથવા તો મિક્સર જારમાં મરી ,એલચી ને વરિયાળી લઈ અધ કચરી પીસી મસાલો તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક તપેલી લ્યો એમાં બે કપ દૂધ નાખો ને ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ચા ભૂકી નાખો ને બરોબર મિક્સ કરો ને પાંચ સાત મિનિટ ઉકાળો

Advertisement

ચા ભૂકી બરોબર ઉકળી જાય એટલે એમાં પીસી ને તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરી બે ત્રણ મિનિટ મિડીયમ તાપે ઉકાળો

હવે એમાં આદુ ને છીણી વડે છીણી ને નાખો ને મિક્સ કરો

હવે ચા ઉકળવા લાગે એટલે એમાં ગોળ નાખો (ગોળ તમને ફાવતી મીઠાસ મુજબ વધુ ઓછો નાખી સકો છો) ગોળ નાખ્યા બાદ ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો ત્યાર બાદ એક વાર ઉભરો આવે એટલે ગેસ બંધ કરો ને ચા ગારવા ની ગરણી વડે ગારી લ્યો

ચા ને બિસ્કીટ, ખાખરા સાથે ગરમ ગરમ સર્વ કરો ગોળ વારી ચા

દૂધ માં ચા ભૂકી ને આદુ ને  મસાલો બરોબર ઉકળી જાય ત્યાર બાદ છેલ્લે ગોળ નાખવો ત્યાર બાદ એક ઉભરા આવતા જ તરત ગેસ બંધ કરવો જેથી ચા ફાટસે નહિ.

ગોળ ની ચા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit

ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement