લવિંગ ના ફાયદા | લવિંગ ના ઘરગથ્થું ઉપચારો | Laving na Fayda

Laving na Fayda in Gujarati- લવિંગ ના ફાયદા - health benefits of Cloves in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે તમને લવિંગ ના ફાયદા, Laving Benefits in Gujarati ,Laving na fayda in Gujarati,health benefits of Cloves in Gujarati,ઘરેલું ઉપચારમા લવિંગ નો ઉપયોગ કરવાની માહિતી આપીશું

Laving na fayda in Gujarati

રસોડામાં વપરાતા દરેક મરી મસાલા થી આપને બધા પરિચિત હોઈએ છીએ. તજ, મરી, તમાલપત્ર, લવિંગ વગેરે, આજ આપણે વાત કરશું એવાજ એક મસાલા લવિંગ ની.

આપણે ક્યાંક ને ક્યાંક લવિંગ નો ઉપયોગ ખાવની સાથે સાથે આયુર્વેદિક ઉપચાર તરીકે કરતા જ હોઈએ છીએ.

Advertisement

આયુર્વેદિક ગ્રંથોમાં લવિંગ ના અનેક ઉપયોગો બતાવ્યા છે. જેમકે , તેના ઉપયોગ થી ભૂખ વધે છે, ઉલટી નથી થતી, પેટ ના ગેસ ની સમસ્યા માં રાહત મળે છે, કફ અને પિત્ત દોષ ઠીક થાય છે.

ઘણીવાર આપણે એવી સમસ્યા માં ફસાઈએ છીએ જેમાં દવાઈઓ મળવી મુશ્કેલ બને છે ત્યારે તમે લવિંગ નો ઉપયોગ કરી થોડી રાહત મેળવી શકો છો. 

health benefits of Cloves in Gujarati

જો કોઈ વ્યક્તિ ને શરદી ઉધરસ થઇ હોય ત્યારે તમે બે લવિંગ મોઢામાં રાખી ચૂસવાથી તમને શરદી ઉધરસ અને ગળા ની અંદર થતી તકલીફ માં આરામ મળશે તેમજ શુકી ઉધરસ માપણ ખુબજ ફાયદાકારક છે.

દાંત ની અંદર દુખાવો થતા લવિંગ ના તેલ માં રૂ બોરી દાંત માં જ્યાં દુખાવો હોય ત્યાં રાખવાથી તે દુખાવામાં રાહત થાય છે તેમજ ઘુટણ ના દુખાવામાં લવિંગ ના તેલ નું માલીશ કરવાથી રાહત થશે.

લવિંગ તમને પેટ ની એસીડીટી ની સમસ્યા દુર કરવામાં પણ મદદ કરે છે જો તમે કોઈ મુશાફરી દરમિયાન ઉલ્ટી ની સમસ્યા છે ત્યારે લવિંગ ફાયદો કરે છે.

ઓફીસ ના બેઠા બેઠા કામકાજ કરવાથી ભારીપેટ ની સમસ્યા માં એક બે લવિંગ ચૂસવાથી તમને આરામ મળશે.

લવિંગ ના ફાયદા

સામાન્ય રીતે લવિંગ નો ઉપયોગ આપણે ભોજન ની અંદર કરીએ છીએ આ કારણે તે આપણને સારી ભૂખલગાડેછે તેમજ ભોજન પચાવવા ની પ્રક્રિયામાં પણ મદદ કરે છે

તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

ઘણાબધા વ્યક્તિઓ ને ગેસ અને અપચા ની સમસ્યા હોય છે અને વારંવાર દવાઓ નું સેવન કરે છે જે લાંબા ગાળે નુકશાન કરે છે

ત્યારે જો તમે સવારે પાણી ની અંદર બે ટીપા લવિંગ ના તેલ ના ઉમેરી પીશો તો તમને આરામ મળશે,

લવિંગ નો ઉપયોગ મોઢામાંથી આવતી દુર્ગંધ અને ખાટા ઓડકાર માટે

સુંઠ, અજમો, પીપળીમૂળ, મરી , લવિંગ આ બધી વસ્તુ ૧૦-૧૦ ગ્રામ લઈને તેમાં ૫૦ ગ્રામ સિંધા નમક અને ૫૦ ગ્રામ સાકર નાખીને બારીક પીસી લો.

પછી આ ચૂર્ણ ને માટીના વાસણ માં નાખીને ચૂર્ણ ડુબે એટલું લીંબૂ નો રસ નાખી ને તડકામાં સુકાવા મુકો.

આ મિશ્રણ ને જમ્યા પછી એક ચમચી જેટલું ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને ખાટા ઓડકાર આવતા નથી.

લવિંગ ના ફાયદા તાવ મા 

લવિંગ અને નાની પીપળમૂળ ને સપ્રમાણ માત્રા માં લઈને પીસી લો. હવે આ ચૂર્ણ ને ૧.૫ ગ્રામ જેટલું લઈને મધ સાથે મિક્ષ કરીને સવાર-સાંજ ચાટવાથી તાવ અને તાવ થી આવતી કમજોરી માં લાભ થાય છે.

કોલેરા માં લવિંગનો ઉપયોગ

કોલેરા થવાથી પાણી ની તરસ બહુ જ લાગતી હોય છે. .એક થી દોઢ ગ્રામ લવિંગ ને એક લીટર પાણીમાં નાખીને ૧૦ થી ૧૫ મિનીટ ઉકાળો અને નીચે ઉતારીને ઢાકી દ્યો.

આ પાણીને વારે વારે પીવાથી જે તરસ લાગે છે એમાં ખુબ જ ફાયદો થાય છે.

લવિંગ ના ફાયદા માથાના દુખાવમા 

જો કોઈપણ વ્યક્તિ આધાશીશી થી પરેશાન છે અથવાતો માથાના દુખાવાથી પરેશાન છે તો લવિંગ નો આ ઉપયોગ કરે. ૬ ગ્રામ લવિંગ લઈને પાણી સાથેવાતી લો.

પછી તેને સુકાવા મૂકી દો. ત્યારબાદ તેને થોડું ગરમ કરીને કાન ની આસપાસ લેપ જેવું કરીને લગાવો.

લવિંગ નું તેલ કરચલી દૂર કરે છે 

લવિંગ ના તેલ નો ઉપયોગ ત્વચાની કરચલીઓ દૂર કરવામાટે પણ કરવામાં આવે છે.

રોજ રાત્રે સુતા પહેલા લવિંગ ના તેલ ની માલીશ કરવાથી ત્વચા માં ખેચવ આવે છે અને કરચલીઓ દૂર થઇ જાય છે.

લવિંગ ના તેલ ને કોઈપણ ફેસપેક માં નાખીને વાપરવું વધારે યોગ્ય મનાય છે કારણ કે લવિંગનું તેલ ગરમ હોય છે.

લવિંગ ના ઘરગથ્થું ઉપચારો

૧ ગ્રામ લવિંગ, અને ૩ગ્રામ હરડેને મિલાવીને કાળો બનાવી લો. તેમાં તેમાં થોડુક સિંધા નામક નાખીને પીવાથી ઝાડા બંધ થઇ જાય છે.

લવિંગ નું તેલ ઘુટણ ના દર્દ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગ ના તેલ થી માલીશ કરવાથી રાહત થાય છે.

જો તમે છાતી માં થતી બળતરા થી પરેશાન છો તો કરો લવિંગ નો આ ઉપયોગ. ૨-૪ લવિંગ ને લઈને ઠંડુ પાણી નાખીને પીસી લો. પછી તેમાં સાકર નાખીને પીવાથી બળતરા મટી જાય છે.

Laving no upyog krvani rit

મુંઢ ઘા વાગ્યો હોય અથવા જુનું વાગેલું હોય તો તેમાં પાંચ થી છ લવિંગ અને દસ ગ્રામ હળદર ને પીસીને મિક્ષ કરીને લગાવવાથી ઘા મટી જાય છે.

૧૦ ગ્રામ લવિંગ ના ભુક્કાને ૧ લીટર ગરમ પાણીમાં નાખીને ઢાકી દ્યો. અડધી કલાક પછી ગાળી લો. આ પાણી ને દિવસમાં ૨ થી ૩ વાર પીવાથી અપચા ની સમસ્યા દૂર થાય છે.

લવિંગ સુંઠ અને અજમો અને સેંધા નમક ને સરખી માત્રા માં લઈને ચૂર્ણ બનાવી લ્યો. ૧ ગ્રામ જેટલું આ ચૂર્ણ દરરોજ જમ્યા પછી પાણી સાથે લ્યો. એસીડીટી ની સમસ્યામાં ફાયદો થાય છે.

લવિંગ ના ઘરેલું ઉપચારો 

ત્રણ થી ચાર લવિંગ ને લોખંડ ની તવી પર સેકી ને તેનો ભુક્કો કરીને તેમાં મધ નાખીને ચાટવાથી ઉધરસ માં ખુબજ ફાયદો થાય છે.

રાત્રે સુતી વખતે  એક લવિંગ ને મોઢામાં રાખીને ચૂસવાથી પણ ઉધરસ માં ફાયદો થાય છે.

૨ ગ્રામ લવિંગ ને ૧૨૫ મી.લી. પાણીમાં નાખીને ઉકાળો. જયારે ૧/૪ ભાગ પાણી  બાકી રહે ત્યારે ગાળી ને થોડું ગરમ ગરમ જ પીવું. આ પાણી જામેલો કફ બહાર કાઢવામાં મદદ કરે છે.

લવિંગ ના તેલ ને રૂં ના પૂમડા માં બોળીને દાંત પર લગાવવાથી દાંતના દુખાવામાં ખુબ જ રાહત થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે લવિંગ ની તાસીર ગરમ છે. તેથી તે પેટની પીડા મટાડનાર ગણાય છે.

Laving na Gharelu Upchar

લવિંગ ના તેલની માલીશ ની અસર સામાન્યત: કપૂરના તેલ સમાન હોય છે.

Laving – લવિંગને આસવીને તેમાંથી સુગંધીદાર પદાર્થો બનાવવામાં આવે છે. કોકો, ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી બનાવટમાં વપરાતું વેનીલા એસન્સ લવિંગ માંથી જ તૈયાર કરવામાં આવે છે.

લવિંગ ને લગતા કેટલાક પ્રશ્નો 

લવિંગ ના તેલ નો વાળ માટે ઉપયોગ કરી શકાય ?

ખરતા વાળ ની સમસ્યા માટે તમે લવિંગ નો ઉપયોગ કરી શકો છો તેમજ લવિંગ નું તેલ બ્લડ સર્ક્યુલેસન વધારવામાં મદદરૂપ થાય છે.

શું લવિંગ નું પાણી દરરોજ પી શકાય ?

હા પી શકાય પરંતુ થોડી માત્રામાં , લવિંગ ની અંદર ફાઈબર અને બીજા અનેક તત્વો હોય છે માટે જો તારે સુતા પહેલા બે લવિંગ ખાઈ નવસેકા પાણી નું સેવન કરો છો તો પેટ ને સંબંધિત સમસ્યા થતી નથી.

લવિંગ નું સેવન કરવાથી નુકશાન થઇ શકે?

લવિંગ ની તાસીર ગરમ છે તેથી જો તમે તેનું વધુ સેવન કરો છો ત્યરે તે ફાયદા ને બદલે તમને નુકશાન પહોચાડે છે

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી .લવિંગ ના ફાયદા, laving na fayda, laving na fayda in Gujarati,  health benefits of Cloves in Gujarati, વિશે તમારું મંતવ્ય અચૂક જણાવજો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શિંગોડા જે થાઇરોડ જેવી ૫ સમસ્યા મા છે ફાયદાકારક

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય

અપનાવો આ ઘરગથ્થું ઉપાય અને મેળવો ચશ્મા ના નબર થી છુટકારો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement