આજે ભારત માં Electric Vehicle ની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. વધતા જતા પેટ્રોલ ના ભાવ અને પર્યાવરણ ને થતા નુકશાન ને અટકાવવા માટે Electric વાહન એ એક સારો વિકલ્પ છે. આજે ઘણી બધી કંપનીઓ આવા વ્હીકલ લોન્ચ કરી રહી છે. એક સ્ટાર્ટઅપ તો તમારી કાર ને ઇલેક્ટ્રિક કાર માં પણ ફેરવી આપે છે. આ રેસ માં Detel નામની કંપની એ પણ ભાગ લઈ, માત્ર 19,999 હજાર જેટલી કિંમત માં Detel Electric Scooter લોન્ચ કર્યું છે( Detel Launches Electric Scooter , At INR 19,999 In India, Detel Ev Details ), તો જાણો તેના વિશે માહિતી.
Detel એ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કંપની છે જે મુખ્યત્વે તેના અફોર્ડેબલ કિંમત માં ટીવી અને ફોન માટે જાણીતી છે. આ સ્કૂટર કંપની દુનિયામાં સૌથી ઓછી કિંમત માં ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચવા માંગે છે. સ્કૂટર ની ઓછી સ્પીડ અને પાવર ના કારણે તેને લાઇસન્સ અને રજીસ્ટ્રેશન વિના જ ચલાવી શકાશે.
આ ટુ વ્હીલર મુખ્યત્વે ટીનેજર્સ અને તેવા લોકો જે ઓછી કિંમત માં વાહન ની જરૂર હોય તેમના માટે બનાવવામાં આવેલ છે. જોકે આ સ્કૂટર ની ડિઝાઈન માર્કેટ માં રહેલ બીજા કરતા અલગ છે, પરંતુ તેને જોતા લગે છે કે, એક વ્યક્તિ માટે જ બનેલ છે. જોકે તેમાં કેટલાક સારા ફીચર છે જેમકે, ઓછું મેન્ટેનન્સ, કવીક ચાર્જ, અને ઉપયોગ માં સરળ.
Detel Ev Details
આ સ્કૂટર માં 250W ઇલેક્ટ્રિક મોટર આવેલ છે જેની ટોપ સ્પીડ 25 km/h છે. જેથી તેના માટે કોઈ લાઇસન્સ કે રજીસ્ટ્રેશન ની જરૂર નથી. 48V 12AH LiFePO4 બેટરી આવેલ છે, જે 7 થી 8 કલાક માં ચાર્જ થઈ ને 60 કિલોમીટર ની ચલી શકે છે. ઉપરાંત સેફટી માટે તેની સાથે ફ્રિ હેલ્મેટ પણ આપવામાં આવે છે.
યોગેશ ભાટિયા, જે કંપની ના ફાઉન્ડર અને CEO છે, તેમણે કહ્યું કે, “અમે વિશ્વની સૌથી ઓછી કિંમત વાળું ડેટેલ EV ટૂ-વ્હીલર લોંચ કરવાની જાહેરાત કરીને ખૂબ જ ખુશ છીએ. પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિ, પેટ્રોલની કિંમતોમાં વધારો, અને કડક ઉત્સર્જનના ધોરણો, વગેરે જેવા વિવિધ પરિબળોના કારણે ભારતમાં EV ઉદ્યોગ ઉભરી રહ્યો છે, તેમજ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ લોકાર્પણ અંગેની જાહેરાત સાથે ‘ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી’ જેનો હેતુ અર્થવ્યવસ્થાને વેગ આપવા, પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને શહેરમાં રોજગારી ઉત્પન્ન કરવાનો છે, અમને લાગે છે કે ઇલેક્ટ્રિક વાહનનો વપરાશ હવે પહેલા કરતા વધશે.”
[ninja_tables id=”5103″]
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.