રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત | Ragi soji ni idli banavani rit

રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત - Ragi soji ni idli banavani rit - Ragi soji ni idli recipe in gujarati
Image credit – Youtube/Udupi-Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત – Ragi soji ni idli banavani rit શીખીશું, do subscribe Udupi-Recipes YouTube channel on YouTube If you like the recipe , આ ઈડલી હેલ્થી ની સાથે સ્વાદિષ્ટ પણ હોય છે અને થોડા વેજીટેબલ નાખી ને તૈયાર કરેલ હોવાથી નાના મોટા બધા ને ખૂબ પસંદ આવતી હોય છે તો ચાલો જાણીએ Ragi soji ni idli recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાગી સોજી ની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી ¼ કપ
  • રાગી નો લોટ ¾ કપ
  • દહી 1 કપ
  • પાણી ½ કપ
  • છીણેલું ગાજર ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • કાજુના ટુકડા 10-15
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર માટેની સામગ્રી
  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7

Ragi soji ni idli recipe in gujarati | રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત

રાગી સોજી ની ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાગી નો લોટ ચાળી ને લ્યો એમાં સોજી સાફ કરી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો અને થાળી કે સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અને ઢોકરિયા માં કે કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ ના ટુકડા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,

ત્યાર બાદ એજ ગરમ તેલ માં રાઈ, અડદ દાળ, ચણા દાળ, મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી શકો દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું ગાજર નાખી મિક્સ કરી ચડાવી લ્યો

ગાજર શેકાઈ જાય એટલે તૈયાર વઘાર ને રાગી ના મિશ્રણ માં નાખો અને સાથે ઝીણા સમારેલા લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો જો મિશ્રણ ઈડલી ના મિશ્રણ થી વધારે ઘટ્ટ લાગે તો પા કપ અથવા જરૂર મુજબ થોડું થોડુ પાણી અથવા દહી કે છાસ નાખી મિક્સ કરી બરોબર કરી લ્યો અને સાથે બેકિંગ સોડા અથવા ઇનો નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર  મૂકેલ ઢોકરિયું કે કડાઈમાં મુકેલ  પાણી ગરમ થઇ ગયેલ હોય એમાં સ્ટેન્ડ કે થાળી માં નીચે ના ભાગમાં શેકેલ કાજુ ના ટુકડા મૂકો અને એના પર તૈયાર કરેલ  મિશ્રણ નાખી થાળી કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકો અને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો

બાર  મિનિટ પછી ચેક કરી જો ટૂથ પિક કોરી આવે તો  સ્ટેન્ડ કે થાળી બહાર કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ ઈડલી ને  પ્લેટ માં કાઢી નારિયળ ની ચટણી સાથે સર્વ કરો રાગી સોજી ની ઈડલી.

Ragi soji ni idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Udupi-Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગ્રીન પાવભાજી બનાવવાની રીત | green pav bhaji banavani rit | green pav bhaji recipe in gujarati

ચીઝ બોલ્સ બનાવવાની રીત | cheese balls banavani rit | cheese balls recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati

સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત | sabudana tameta na papad banavani rit | sabudana tameta na papad recipe in gujarati

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement