સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત | sabudana tameta na papad

સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત - sabudana tameta na papad recipe in gujarati - sabudana tameta na papad banavani rit
Image credit – Youtube/Creative class @ SARIKA
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Creative class @ SARIKA  YouTube channel on YouTube આજે આપણે સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત – sabudana tameta na papad banavani rit – sabudana tameta na papad recipe in gujarati શીખીશું. આ પાપડ તમે વ્રતમાં ફરાળમાં ખાઈ શક્શો ને કોઈ પણ જાત ની જંજટ વગર ખૂબ જડપી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ ટમેટાના પાપડ બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈશે

ટામેટા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી | tameta na papad ingredients

  • સાબુદાણા 1 કપ
  • ટમેટા 4-5
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • ટમેટા નો પાઉડર 1 ચમચી (ઓપ્શનલ છે)

સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત | sabudana tameta na papad recipe in gujarati

ટમેટાના પાપડ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા સાફ કરી લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અથવા ઓછામાં ઓછાં ચાર કલાક પલળવા દો

સાબુદાણા પલળી જાય એટલે એક મિક્સર જારમાં થોડા થોડા કરી સાબુદાણા દર્દરા પીસી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

Advertisement

ત્યાર બાદ ટમેટા ધોઇ ને કટકા કરી મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા ટમેટા ને ગરણી થી ગારી ને સાબુદાણા સાથે મિક્સ કરો

 સાબુદાણા ને ટમેટા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું (અહી મીઠું થોડું ઓછું નાખવું નહિતર પાપડ તરી લીધા બાદ ખારા લાગશે) ,ટમેટા પાઉડર ને જીરું નાખી મિક્સ કરો

હવે એમા જે કપ થી સાબુદાણા લીધા એજ ત્રણ કપ પાણી નાખતા જઈ હલવો અને ધ્યાન રાખો કે ગાંઠા ન રહે

હવે ગેસ પર જાડા તળિયાવાળા વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ની મિડીયમ ગેસ પર હલાવતા રહો પાંચ મિનિટ ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી હલાવી મિક્સ કરો ને મિશ્રણ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો

મિશ્રણ બિલકુલ ઠંડુ થાય પછી પ્લાસ્ટિક સીટ પર ચમચી ચમચી નાખતા જઈ પાતળું ફેલાવી દયો આ પાપડ ને તડકામાં સૂકવો તો એક દિવસ માં  સુકાઈ જસે ને બીજા દિવસે પ્લાસિક માંથી કાઢી ફરી બે કલાક સૂકવો ને જો ઘર માં પંખા નીચે સૂકવો તો ને ત્રણ દિવસ સુધી સૂકવી લેવા

પ્લાસ્ટિક પર સુકવેલ પાપડ ને ઉખાડવા પ્લાસ્ટિક ને સીધી કરશો એટલે ઉખાડી શકસો ને કપડા પર સૂકવેલ પાપડ પણ એમજ આરામ થી ઉખડી જશે

આમ ટમેટાના પાપડ બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ત્યાર બાદ જ્યારે ખાવા હોય ત્યારે તેલ માં તરી લ્યો ને મજા લ્યો ટમેટાના પાપડ

sabudana tameta na papad banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative class @ SARIKA ને Subscribe કરજો

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કેરી નો છુંદો બનાવવાની રીત | Keri no chundo banavani rit | Keri no chundo recipe in gujarati

કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani rit | Keri ni chatni recipe in gujarati

જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement