ઘરે જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati

જલજીરા બનાવવાની રીત - Jal Jeera Recipe in Gujarati
Image – Youtube/Rajshri Food

મિત્રો ગરમી આવે એટલે  ઠંડો ઠંડો જલજીરા પીવા નું મન થઇ જ જાય અને જો જલજિરા ઘરે બનાવેલું હોય તો?,  આજે તમારી એજ સમસ્યા ના નિરાકરણ માટે અમે ઘરે જલજીરા બનાવવાની રીત લાવ્યા છીએ, Jal Jeera Recipe in Gujarati.

જલજીરા શરબત બનાવવાની રીત

જલજીરા બનાવવા જરૂરી સામગ્રી

  • સેકેલું જીરૂ ૨ ચમચા
  • સંચળ ૧ ચમચો
  • ફુદીનો  ૧ કપ
  • લીલા ધાણા ૧ કપ
  • લીંબુ ૧
  • બૂંદી ૧ ચમચી

Jal Jeera Recipe in Gujarati | જલજીરા બનાવવાની રીત

જલજીરા બનાવવાની રીત મા સૌ પ્રથમ એક ખાંડણી – ધસ્તાં માં સેકેલુ જીરૂ અને સંચળ મીઠું નાખી ને વાટી લો.

હવે એક મિક્સર જારમાં ફુદીનો, લીલા ધાણા, લીંબુ નો રસ, અને તૈયાર કરેલું જીરૂ – સંચળ નો ભુકો નાખી ને પીસી લો. તૈયાર છે જલજીરાં પેસ્ટ.

હવે એક જગ માં અથવા ગ્લાસ માં જરૂર મુજબ જલજિરાં પેસ્ટ લઈ તેમાં બરફ અને ઠંડુ  પાણી નાખી હલાવી લો.

ચાખીને જોઈ લેવું કે મીઠું અને લીંબુ નો સ્વાદ ઓછો – વધુ હોય તો નાખી લેવું અને ખારી બૂંદી થી સજાવી સર્વ કરવું.

તો તૈયાર છે ચટાકેદાર ઠંડો જલજીરા જે તમે જટપટ બનાવી શકશો અને બહાર લેવા જવા ની પણ જરૂરત પડશે નહી.

Jal Jeera Recipe Video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઠંડી ઠંડી મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત | Mango Iced Tea Recipe in Gujarati

મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની સરળ રીત | Malai Ice Cream Cake Recipe

ઘઉં ના લોટ ના જીરા બિસ્કિટ બનાવવાની રીત | Jeera Biscuit recipe in Gujarati

કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે