મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત - mix veg paratha banavani rit - mix vegetable paratha recipe in gujarati
Image credit – Youtube/pinky's kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe pinky’s kitchen YouTube channel on YouTube આજે આપણે મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત – mix veg paratha banavani rit શીખીશું. આ પંજાબી પરાઠા લીલા શાકભાજી થી ભરપુર હોય છે ને બનાવું ખૂબ સરળ છે તો ચાલો જાણીએ mix vegetable paratha recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મિક્સ વેજ પરાઠા બનાવવા જરૂરી સામગ્રી

  • પરાઠા શેકવા માટે તેલ / ઘી / માખણ

મિક્સ વેજ પરોઠા સ્ટફિંગ માટેની સામગ્રી

  • કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
  • લીલા વટાણા બાફેલા 1 કપ
  • ગાજરના છીણેલું 1 કપ
  • ફુલાવર ના છીણેલી ½ કપ
  • પાનકોબી છીણેલી ½ કપ
  • પનીર છીણેલું ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • શેકેલ જીરું ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ 2 ચમચી

મિક્સ વેજ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • અજમો ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix vegetable paratha recipe in gujarati

સૌ પ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું.

મિક્સ વેજ પરોઠા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , અજમો ને બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને લોટ બાંધી ને છેલ્લે એ ચમચી તેલ નાખી મસળી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ મૂકો

Advertisement

મિક્સ વેજ પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત | mix veg parataha nu stuffing banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં છીણેલી પાનકોબી, છીણેલી ફુલાવર, છીણેલું ગાજર, કેપ્સીકમ ઝીણું સમારેલું લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી શાકભાજી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને થોડી થોડી હાથ માં લઇ બને હાથ વડે દબાવી એમાંથી વધારાનું પાણી નીચવી નાખો ને બીજા વાસણમાં રાખતા જાઓ આમ બધા માંથી પાણી નિતારી લ્યો

હવે નીતારેલ શાક માં મેસ કરેલ વટાણા, છીણેલું પનીર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, હિંગ, ગરમ મસાલો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી ને મિડીયમ તાપે તૈયાર સ્ટફિંગ ને પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો. ( અહી મિશ્રણ ને શેકવું ઓપ્શનલ છે તમે શેકિયા વગર પણ પરાઠા તૈયાર કરી શકો છો)

મિક્સ વેજ પરાઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit

બાંધેલા લોટમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ત્યાર બાદ એક લુવો લ્યો એને કોરા લોટ લઈ વચ્ચેથી થોડો જાડો ને કિનારેથી પાતળો મોટી પુરી જેટલો વણો હવે વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર ભરો ને બધી બાજુથી બરોબર પેક કરતા જાઓ પરાઠા નો લુવો સ્ટફિંગ થી ભરી ને તૈયાર કરી લ્યો આમ બધા લુવા ને સ્ટફિંગ ભરી તૈયાર કરી લેવા

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક સ્ટફિંગ કરેલ લુવો લ્યો ને કોરા લોટ સાથે હળવા હાથે વેલણ થી વણી લ્યો ને વણેલ પરાઠા ને તવી પ્ર નાખી બને બાજુ થોડો થોડો શેકો ત્યાર બાદ તેલ / ઘી / માખણ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરાઠા વણી ને ગોલ્ડન શેકી લેવા

તૈયાર પરોઠા ને ચટણી , સોસ કે દહી સાથે ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ પરાઠા

mix veg paratha banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર pinky’s kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati

રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement